Geography
દેવગઢબારિયા
દેવગઢબારિયા : દાહોદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને આઝાદી પૂર્વેનું દેશી રાજ્ય. ખીચી ચૌહાણ વંશના ડુંગરસિંગે એક ટેકરી ઉપર કુલદેવતાની સ્થાપના કરી હતી અને તે ટેકરી નજીક નગર વસાવ્યું હતું, જે દેવગઢ તરીકે ઓળખાતું હતું. અહીં બારૈયાની વસ્તી વધારે હોવાથી આ નગર દેવગઢબારિયા તરીકે જાણીતું થયું. તે 22° 42´ ઉ. અ.…
વધુ વાંચો >દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા : સૌરાષ્ટ્રની પશ્ચિમ છેડે આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 22° 15´ ઉ. અ. અને 68° 58´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. આ જિલ્લાની ઉત્તરે, પશ્ચિમે અને દક્ષિણે અરબી સમુદ્ર તથા પૂર્વ તરફ જામનગર જિલ્લો આવેલા છે. 2013ની 15 ઑગસ્ટે જામનગર જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવી છે.…
વધુ વાંચો >દેવરિયા
દેવરિયા : ઉત્તરપ્રદેશ રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 26 6´ ઉ. અ.થી 26 48´ ઉ. અ. અને 83 21´ પૂ. રે.થી 84 16´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે કુશીનગર જિલ્લો, પૂર્વમાં બિહાર રાજ્યના ગોપાલગંજ અને શિવાન જિલ્લા, દક્ષિણે મઉ અને બલિયા…
વધુ વાંચો >દેવળ
દેવળ : સિંધ પ્રાન્તનું સિંધુના મુખ ઉપર આવેલું બંદર અને વેપારી કેન્દ્ર. હાલ સિંધુ ઉપર જ્યાં થટ્ટા આવેલું છે ત્યાં દેવળ બંદર હતું એવું એક મંતવ્ય છે. ઘારો ગામની પશ્ચિમે 3.2 કિમી. દૂર આવેલ ઘારો ખાડીના ઉત્તર કાંઠે તે આવેલું હતું એવું પણ એક મંતવ્ય છે. દેવળ મોટું વેપારી કેન્દ્ર…
વધુ વાંચો >દેવળાલી
દેવળાલી : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું આરોગ્યધામ. તે નાસિકથી 6.4 કિમી. અંતરે આવેલું છે. મુંબઈ–નાગપુર વચ્ચેના રેલમાર્ગ પરનું તે મહત્વનું સ્ટેશન છે. ભારતના લશ્કરનું તે કાયમી મથક છે, જ્યાં સૈનિકોને તોપખાનાનું પ્રશિક્ષણ અપાય છે. ત્યાંની સ્થાનિક પ્રશાસનવ્યવસ્થા લશ્કરની છાવણી હસ્તક છે. ત્યાં મરાઠી તથા અંગ્રેજી માધ્યમની શાળાઓ ઉપરાંત ઉચ્ચ શિક્ષણની…
વધુ વાંચો >દેવાસ
દેવાસ : મધ્યપ્રદેશના ઉજ્જૈન વિભાગનો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 22 57´ ઉ. અ. અને 76 03´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાથી વિંધ્યાચળ હારમાળાનો પ્રારંભ થાય છે. જિલ્લાની ઉત્તરે માલવાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, જ્યારે દક્ષિણે નર્મદા નદીનો ખીણવિસ્તાર આવેલો છે. દક્ષિણે નર્મદા નદી વહે છે. આ…
વધુ વાંચો >દેહરાદૂન
દેહરાદૂન : ઉત્તરાખંડની શિવાલિક ગિરિમાળામાં દૂનની ખીણમાં આવેલો જિલ્લો તેમજ રમણીય ગિરિમથક. ‘દેહરાદૂન’ શબ્દ ‘દેહરા (દહેરા > ડેરા)’ અને ‘દૂન’ એ બે શબ્દોથી બન્યો છે. શીખગુરુ હરરાયના પુત્ર રામરાય દ્વારા સ્થાપિત ‘ડેરા’ સાથે આ નામને સંબંધ છે. આ ‘દેહરા’ને સંસ્કૃત ‘દેવગ્રહ’ સાથે તથા ‘દૂન’ને ‘દ્રોણિ’ (ઘાટી) શબ્દ સાથે સંબંધ હોવાનું…
વધુ વાંચો >દોહા
દોહા : ઈરાની અખાત ઉપર કતાર દ્વીપકલ્પના પૂર્વ કિનારે આવેલું કતાર રાજ્યની રાજધાનીનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 25° 17´ ઉ અ. અને 51° 32´ પૂ. રે.. 1950 સુધી તો તે માછીમારોનું નાનું ગામ હતું. પેટ્રોલિયમ મળી આવ્યા પછી ઔદ્યોગિક વિકાસ થતાં હવે તેનો વિસ્તાર 234 ચોકિમી. વાળું અને…
વધુ વાંચો >દ્રવિડ દેશ
દ્રવિડ દેશ : પ્રાચીન કાળમાં દ્રવિડ દેશ તરીકે ઓળખાતું દક્ષિણ ભારત. મહાભારતકાળમાં તેની ઉત્તર સીમા ગોદાવરી નદીથી ગણાતી. ત્યાં તમિળ, તેલુગુ, કન્નડ, મલયાળમ અને તુળવ એ પાંચ ભાષાઓ બોલાતી હતી. સમય જતાં ચેન્નાઈથી શ્રીરંગપટ્ટમ્ અને કન્યાકુમારી સુધીનો, અર્થાત્, પેન્નર યાને ત્રિપતિ નદીની દક્ષિણનો પ્રદેશ દ્રવિડ દેશ તરીકે ઓળખાયો. કાંચીપુરમ્ એની…
વધુ વાંચો >દ્વારકા
દ્વારકા : જુઓ, દેવભૂમિ દ્વારકા.
વધુ વાંચો >