Geography

દક્ષિણ કન્નડ

દક્ષિણ કન્નડ : કર્ણાટક રાજ્યનો અરબી સમુદ્રના કિનારે આવેલો જિલ્લો. કન્નડ ભાષા ઉપરથી જિલ્લાનું નામ ક્ન્નડ પડ્યું છે. પોર્ટુગીઝો ‘કન્નડ’ શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતા ન હોવાથી તેઓએ તેને ‘કાનરા’ નામ આપ્યું. 1860માં કન્નડ જિલ્લાનું ઉત્તર અને દક્ષિણ ક્ન્નડ જિલ્લા તરીકે વિભાજન થયું. આ પ્રદેશમાં તુલુભાષી લોકોની સંખ્યા વિશેષ હોવાથી…

વધુ વાંચો >

દક્ષિણ દિનાજપુર

દક્ષિણ દિનાજપુર : પશ્ચિમ બંગાળ રાજ્યના 23 જિલ્લાઓમાંનો એક જિલ્લો. 1 એપ્રિલ, 1992ના વર્ષમાં બિહાર રાજ્યના કેટલાક વિસ્તાર સાથે નવા બે જિલ્લા બનાવાયા જે ઉત્તર દિનાજપુર અને દક્ષિણ દિનાજપુર. અગાઉ તે પશ્ચિમ દિનાજપુર તરીકે ઓળખાતો હતો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 25 10´ ઉ. અ. થી 26 35´ ઉ. અ. અને…

વધુ વાંચો >

દક્ષિણ ધ્રુવ

દક્ષિણ ધ્રુવ : પૃથ્વીની કાલ્પનિક ધરી પૃથ્વીની ભૂમિસપાટીને જે બે સ્થાનોએ છેદે છે તે બે બિંદુઓને ધ્રુવો તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના ગોળા પર ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર તરફના બિંદુને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ તરફના બિંદુને દક્ષિણ ધ્રુવ કહેવાય છે. ઉત્તર ધ્રુવની આસપાસ આર્ક્ટિક મહાસાગર પથરાયેલો છે, જ્યારે દક્ષિણ…

વધુ વાંચો >

દક્ષિણ સુદાન

દક્ષિણ સુદાન : આફ્રિકા ખંડનો ભૂમિબંદિસ્ત દેશ. ભૌગોલિક સ્થાન : 3થી 13 ઉ. અ. તથા 24થી 36 પૂ. રે. વચ્ચેનો 6,44,329 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશની  ઉત્તરમાં સુદાન, પૂર્વમાં ઇથિયોપિયા, દક્ષિણમાં કેન્યા, યુગાન્ડા,  લોકશાહી પ્રજાસત્તાક કૉંગો અને પશ્ચિમે મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક દેશ આવેલા છે. આ રીતે તેને કુલ છ…

વધુ વાંચો >

દતિયા

દતિયા : મધ્યપ્રદેશના ઉત્તર મધ્યભાગમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – આબોહવા : તે 25 50´ ઉ. અ. અને 78 30´ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે ભિન્ડ જિલ્લો, પશ્ચિમે ગ્વાલિયર જિલ્લો, દક્ષિણે શિવપુરી જિલ્લો અને પૂર્વે ઉત્તરપ્રદેશનો ઝાંસી જિલ્લો સીમા બનાવે છે. સિંદ અને…

વધુ વાંચો >

દમણ

દમણ : ગુજરાતના દક્ષિણ ભાગમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ભૌગોલિક ર્દષ્ટિએ તળ ગુજરાતમાં આવેલું આ સંસ્થાન 1961 પૂર્વે પોર્ટુગલની સત્તા નીચેનો પ્રદેશ હતું. દમણ આ પ્રદેશનું મુખ્ય વહીવટી મથક છે, જે દમણગંગાના બંને કાંઠે 20° 25’ ઉ. અ અને 72° 51’ પૂ. રે. ઉપર વસેલું છે. નદીના મૂળ ઉપર આવેલા કિલ્લાથી…

વધુ વાંચો >

દમાસ્કસ

દમાસ્કસ : સીરિયાનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા વિશ્વનાં પ્રાચીન નગરોમાંનું એક. ભૌગોલિક સ્થાન : 33° 30’ ઉ. અ. અને 36° 18’ પૂ. રે.. માઉન્ટ કાસિયમની તળેટીમાં વસેલું આ નગર દરિયાની સપાટીથી આશરે 730 મીટર ઊંચાઈ પર અર્ધ સૂકા મેદાની પ્રદેશમાં રણદ્વીપ તરીકે દેશની નૈર્ઋત્ય દિશામાં વિકસ્યું છે અને તેનો…

વધુ વાંચો >

દમોહ

દમોહ : મધ્યપ્રદેશ રાજ્યના સાગર વિભાગનો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 23 09´ ઉ. અ. અને 79 03´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાની પશ્ચિમે સાગર જિલ્લો, દક્ષિણે નરસિંહપુર અને જબલપુર જિલ્લા, ઉત્તરમાં છતરપુર જિલ્લો જ્યારે પૂર્વમાં પન્ના અને કટની જિલ્લાઓ આવેલા છે. સોનાર નદીની નૈર્ઋત્ય દિશાએ લગભગ 19 કિમી.…

વધુ વાંચો >

દરભંગા (જિલ્લો)

દરભંગા (જિલ્લો) :  બિહારના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 26 00´ ઉ. અ. અને 86 00’ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે મધુબની જિલ્લો, દક્ષિણે સમસ્તીપુર જિલ્લો, પૂર્વે સહરસા જિલ્લો જ્યારે પશ્ચિમે સીતામરહી અને મુઝફર જિલ્લા આવેલા છે. આ જિલ્લો મધ્યગંગાના…

વધુ વાંચો >

દરિયાઈ અતિક્રમણ

દરિયાઈ અતિક્રમણ : જ્યારે સમુદ્રજળ-સપાટી ઊંચી જાય કે સમુદ્ર નજીકની ભૂમિનું ક્રમશ: અધોગમન થતાં ભૂમિસપાટી નીચી જાય ત્યારે ભૂમિ તરફ દરિયાઈ વિસ્તરણ થાય તે ઘટનાને દરિયાઈ અતિક્રમણ કહેવાય. પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધીના કાળગાળાના સંદર્ભમાં ભૂસ્તરીય ર્દષ્ટિએ જોતાં અતિક્રમણનો સમયગાળો તો ઘણો નાનો ગણાય, તેમ છતાં આ ક્રિયા થતાં ભૂમિનો વિશાળ…

વધુ વાંચો >