Gardening
જૂઈ (ચમેલી)
જૂઈ (ચમેલી) : દ્વિદળી વર્ગમાં આવેલા ઓલિયેસી કુળની ક્ષુપીય આરોહી વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jasminum aurieulatum Vahl. (સં. સુરપ્રિયા, ઉપજાતિ, જૂથિકા; હિં. ચમેલી, જૂઈ, જુહી; બં. ચામિલી; મ. ચમેલી; ક. મોગરાચા ભેદુ, કાદાર મલ્લિગે; તે. અડવિમોલ્લા, એટ્ટડવિમોલ્લા; તા. ઉસિમલ્લિગે) છે. તે ડેક્કન દ્વીપકલ્પ (peninsula) અને દક્ષિણ તરફ ત્રાવણકોર સુધી થાય…
વધુ વાંચો >જેટ્રોફા
જેટ્રોફા : દ્વિદળી વર્ગના કુળ યુફોર્બિયેસી વનસ્પતિની પ્રજાતિ. તેના સહસભ્યોમાં પુત્રંજીવા, એકેલિફા, ક્રોટન વગેરેનો સમાવેશ થાય છે. જેટ્રોફાની જુદી જુદી જાતોમાં સારી એવી વિવિધતા જોવા મળે છે. આ પૈકી થોડી જાતો આ પ્રમાણે છે : જે. પેન્ડુરેફોલિયા : દોઢેક મીટર ઊંચા થતા આના છોડ ઉપર લગભગ બારે માસ ગુલાબી-લાલ રંગનાં…
વધુ વાંચો >ઝિનિયા
ઝિનિયા : વનસ્પતિના દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી (કૉમ્પોઝિટી) કુળની પ્રજાતિ. તેની 16 જેટલી જાતિઓ થાય છે. આ પ્રજાતિ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ હોય છે અને ઉત્તર અમેરિકા થતા દક્ષિણ અમેરિકાની વતની હોવા છતાં દુનિયાના બીજા ભાગોમાં તે પ્રાકૃતિક રીતે થાય છે. મેક્સિકોમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. Zinnia angustifolia H.B. & K. Syn.…
વધુ વાંચો >ટર્ફ
ટર્ફ : વિશિષ્ટ પ્રકારના ઘાસથી ખીચોખીચ છવાયેલ જમીન. એવી જમીન તૈયાર કરીને તેને ટાઇલ્સની માફક ટુકડા કાઢીને બીજી જગ્યાએ રોપી દેવામાં તે વપરાય છે. બગીચામાં જે લૉન ઉગાડવામાં આવે છે તેને પણ ટર્ફ જ કહે છે. સારી ટર્ફ એ કહેવાય, કે જે જમીન ઉપર પૂરેપૂરી પથરાઈ ગઈ હોય અને લીલીછમ,…
વધુ વાંચો >ડમરો
ડમરો : દ્વિદળી વર્ગમાં આવેલા લૅબિએટી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum basilicum Linn. Sweet Basil; સં. मुञारिकी सुरसा, वरवाळा; હિં. बाबुई तुलसी, गुलाल तुलसी, काली तुलसी, मरुआ; મ. मरवा, सब्जा, ગુ. ડમરો, મરવો; તે. ભૂતુલસી, રુદ્રજડા, વેપુડુપચ્છા; તા. તિરનિરુપચાઈ, કર્પૂરા તુલસી; ક. કામકસ્તૂરી, સજ્જાગીદા; ઊડિયા : ઢલાતુલસી, કપૂરકાન્તિ; કાશ્મીરી…
વધુ વાંચો >ડહેલિયા
ડહેલિયા : વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા એસ્ટરેસી કુળની નાની પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dahlia Variabilis, Dest છે. તે બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ગુચ્છેદાર સાકંદ (tuberous) મૂળ અને સુંદર સ્તબક પુષ્પવિન્યાસ ધરાવે છે. તેનાં લગભગ 3,000 બાગાયત સ્વરૂપોનું નામકરણ થયું છે. તેનાં પર્ણો સમ્મુખ અને એકપીંછાકાર (unipinnate) કે દ્વિપીંછાકાર (bipinnate)…
વધુ વાંચો >તગર (ચાંદની)
તગર (ચાંદની) : દ્વિદળી વર્ગમાં આવેલ ઍપોસાયનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ervatamia coronaria Stapf = E. divericata (Linn.) Alston syn. Tabernaemontana coronaria R. Br. (સં. नंदीवृक्ष, હિં. ગુ. तगर, ચાંદની) છે. તે 2થી 2.5 મીટર ઊંચું સદાહરિત ક્ષુપ છે. તેની છાલ સફેદ-ભૂખરી હોય છે અને તેનો પર્ણસમૂહ સુંદર હોય…
વધુ વાંચો >નખીવેલ
નખીવેલ : દ્વિદળી વર્ગના બિગ્નોનિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Doxontha unjuis – cati Rehd syn. Bignonia unjuiscati L. છે. તે ખૂબ મોટી સૂત્રારોહી વનસ્પતિ છે. તેનાં પર્ણો સમ્મુખ, સંયુક્ત, બે પર્ણિકાઓ અંડાકાર કે ભાલાકાર, અગ્રસ્થ પર્ણિકા ત્રણ, વિભક્ત (partite) અંકુશ આકારના સૂત્રમાં રૂપાંતર પામેલી; પુષ્પો યુગ્મમાં, કક્ષીય, પીળા…
વધુ વાંચો >નાગકેસર (નાગચંપો)
નાગકેસર (નાગચંપો) : દ્વિદળી વર્ગના ગટ્ટીફેરી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ mesua berrea Linn. (સં. नागकेसर, चाम्पेय, नागपुष्प; હિં. બં. તે. ક. નાગકેસર; ગુ. મ. નાગચંપો) છે. તે મધ્યમ કદથી માંડી ખૂબ મોટું, સદાહરિત વૃક્ષ છે. તેનું મુખ્ય પ્રકાંડ ટૂંકું હોય છે અને તલભાગે ઘણી વાર આધાર (buttress) ધરાવે છે.…
વધુ વાંચો >નાગફણી
નાગફણી : એકદળી વર્ગમાં આવેલ હીમોડોરેસી કુળની વનસ્પતિ. તે બહુવર્ષાયુ શાકીય, 60 સેમી. થી 80 સેમી. ઊંચો શોભાનો છોડ છે. એને ગુજરાતીમાં નાગફણી કહે છે. તેની ત્રણ જાતો મુખ્ય છે : (1) Sansevieria zeylanica Roxb. તેનાં પર્ણો તલવાર જેવાં 60થી 80 સેમી. લાંબાં તથા 5થી 7 સેમી. પહોળાં અને લીલા…
વધુ વાંચો >