Astronomy

કન્યા

કન્યા : ન્યાયની દેવી વર્જિનનું આકાશી સ્થાન દર્શાવતું – કન્યા-રાશિનું – એક મોટું તારકમંડળ. એનો કેશમંડળ તરફનો ઉત્તર વિભાગ તારાવિશ્વોથી ભરપૂર છે. કલ્પનામાં પણ ન આવે તેવો એ તારાવિશ્વોનો જમાવ છે. ત્યાં તારાવિશ્વોનાં જૂથનાં પણ જૂથ છે. તારાવિશ્વોની સાંદ્રતા 2,500ની સંખ્યા દર્શાવે છે. કન્યાનો મુખ્ય તારો ચિત્રા સૂર્યની સરખામણીમાં 1,000…

વધુ વાંચો >

કરા

કરા (hails) : આકાશમાંથી પડતા કુદરતી બરફના ટુકડા. ઠરેલા પાણી  નરમ – તુષારહિમ (rime) અને બરફથી રચાતા સખત કણો અથવા ગોળીઓ(pellets)ના સ્વરૂપે પૃથ્વીપટ ઉપર થતી વાતાવરણીય વર્ષા. કરાનો વ્યાસ 5 મિમી.થી લઈને કેટલાક વિશિષ્ટ કિસ્સામાં 10થી 12 સેમી. જેટલો હોય છે. હવામાનશાસ્ત્રીઓ 5 મિમી.થી નાના વ્યાસના કરાનું હિમગોળીઓ (snow pellets)…

વધુ વાંચો >

કર્ક-નિહારિકા

કર્ક-નિહારિકા : મેશિયરે સૌથી પહેલી જોયેલી અને પોતાના તારાપત્રકમાં M1 તરીકે નોંધેલી નિહારિકા. તે કર્ક રાશિમાં નહિ પણ વૃષભ રાશિના રોહિણી તારા તરફના શીંગડાની ટોચના તારાની નજદીક આવેલી છે. આપણાથી 3500 પ્રકાશવર્ષ દૂર આવેલી અને 3 પ્રકાશવર્ષનો વ્યાસ ધરાવતી કર્ક-નિહારિકાનું દર્શન શક્તિશાળી દૂરબીન વિના શક્ય નથી. વાસ્તવમાં જેમાંથી તારા જન્મે…

વધુ વાંચો >

કલકત્તા ઑબ્ઝર્વેટરી

કલકત્તા ઑબ્ઝર્વેટરી : તેની સ્થાપના ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ, તે કાળના ભારતના ‘સર્વેયર જનરલ’ વી. બ્લાકર(1778-1826)ની માગણીને ધ્યાનમાં લઈને 1825માં કરી હતી. વેધશાળાની સ્થાપનાનો આશય મોજણી(સર્વેક્ષણ)ના કાર્યમાં સ્થળના અક્ષાંશ વગેરે જાણી વધુ ચોકસાઈ આણવાનો હતો. આરંભમાં મુખ્યત્વે ત્રણેક ઉપકરણો વસાવવામાં આવ્યાં : પાંચ ફૂટની કેન્દ્રલંબાઈ (focal length) ધરાવતું યામ્યોત્તર યંત્ર કે…

વધુ વાંચો >

કળા

કળા (phase) : ખગોળશાસ્ત્રમાં આકાશી પદાર્થનો બદલાતો દેખાવ કે ભાસ. સૂર્ય વડે પ્રકાશિત થતા આકાશી પદાર્થના બિંબનો બહુ ઓછો ભાગ સામાન્યત: પૃથ્વી ઉપરથી જોવામાં આવે છે. ચંદ્ર ચાર પ્રધાન કળા દર્શાવે છે : અમાવાસ્યા, શુક્લ પક્ષ, પૂર્ણિમા અને કૃષ્ણપક્ષ. ચંદ્ર ઉપરથી પૃથ્વીને નિહાળીએ તો એ જ કળાઓ ઊલટા ક્રમમાં દેખાય…

વધુ વાંચો >

કંકણાકૃતિ સૂર્યગ્રહણ

કંકણાકૃતિ સૂર્યગ્રહણ (Annular eclipse) : સૂર્યગ્રહણના ત્રણ પ્રકારો પૈકીનું એક ગ્રહણ. જેમાં સૂર્ય ઢંકાય પણ તેની કોર કંકણાકારરૂપે દેખાય છે. અન્ય બે તે ખગ્રાસ (total) અને ખંડગ્રાસ (partial) સૂર્યગ્રહણો છે. લૅટિન ભાષામાં વીંટી માટે ‘annulus’ શબ્દ છે એના પરથી અંગ્રેજીમાં annular શબ્દ બન્યો. માટે વીંટી જેવો આકાર રચતા આ ગ્રહણને…

વધુ વાંચો >

કાલ-દીપ્તિ નિયમ

કાલ-દીપ્તિ નિયમ (Period Luminosity Relation) : જેમના તેજાંકમાં વધઘટ થતી રહે છે તેવા (cepheid) પ્રકારના રૂપવિકારી તારાના આવર્તકાળના અભ્યાસ ઉપરથી તેમનું અંતર જાણવા માટેનો નિયમ. આ નિયમ હેનરિટા લેવિર નામની વૈજ્ઞાનિક મહિલાએ 1912માં તારવ્યો હતો. આ પ્રકારના તારાઓના તેજાંકમાં થતી વધઘટ નિયતકાલીન (periodic) હોય છે. તેમનો આવર્તકાળ તેમના તેજાંકના સમપ્રમાણમાં…

વધુ વાંચો >

કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના-અમેરિકા

કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના, અમેરિકા : અમેરિકાની આધુનિક ઉપકરણોથી સુસજ્જ રાષ્ટ્રીય વેધશાળા. કોઈ એક જ સ્થળે અહીં જેટલાં તથા અહીં છે તેવાં ઉપકરણો ભાગ્યે જ જોવા મળે. આ વેધશાળા ખરા અર્થમાં રાષ્ટ્રીય છે, કારણ કે અમેરિકાની ઘણી બધી શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ તેમજ સ્ટીવર્ડ, મૅકગ્રો હિલ, નૅશનલ સોલર…

વધુ વાંચો >

કિરીટાવરણ

કિરીટાવરણ (corona) : સૂર્યના ખગ્રાસ ગ્રહણ વખતે જ જોઈ શકાતું એવું પાણીનાં નાનાં ટીપાંઓ વડે થતા પ્રકાશના વક્રીભવનને કારણે સૂર્યબિંબથી બહારના ભાગે આવેલા આવરણનું અદભુત દૃશ્ય. મોતી જેવી ચમક દાખવતા આછી વિકિરણતાવાળા આ કિરીટાવરણનો વ્યાપ ઘણો મોટો છે. જુદા જુદા ખગ્રાસ ગ્રહણ વખતે દેખાતું કિરીટાવરણ ભિન્ન પ્રકારનું જોવા મળે છે.…

વધુ વાંચો >