Architecture
ઓલિમ્પિક નાટ્યગૃહ, વિચેન્ઝા
ઓલિમ્પિક નાટ્યગૃહ, વિચેન્ઝા : પુરાતન કાળના રોમન થિયેટર પરથી પ્રેરણા લઈને 1579-80 દરમિયાન મહાન સ્થપતિ આન્દ્રે પલ્લાડિયો દ્વારા આયોજિત નાટ્યગૃહ. સ્થાપત્યકલાની એક સૈદ્ધાન્તિક પ્રતિકૃતિ તરીકે ગણાતું આ થિયેટર રોમન બાંધકામકલાનો પણ અગત્યનો નમૂનો છે. વિચેન્ઝાની ઍકેડેમિયા ઓલિમ્પિકાએ 1579માં તેની સંસ્થાકીય જરૂરિયાત માટે આ થિયેટરનું આયોજન આન્દ્રે પલ્લાડિયોને સોંપેલું. તે વખતની…
વધુ વાંચો >ઓલિમ્પિક હૉલ, ટોક્યો
ઓલિમ્પિક હૉલ, ટોક્યો : અઢારમા ઓલિમ્પિક રમતોત્સવ પ્રસંગે બાંધવામાં આવેલો દુનિયાનો સૌથી મોટો જિમ્નેશિયમ હૉલ. જાપાનના પાટનગર ટોક્યોમાં અઢારમો ઓલિમ્પિક રમતોત્સવ 1964માં ઊજવાયો. એશિયા ખંડમાં આ ઉત્સવ પ્રથમ વાર જ ઊજવાયો હતો. આ ઉત્સવમાં 94 દેશોના 5,541 ખેલાડીઓએ (જેમાં 700 સ્ત્રી-ખેલાડીઓ હતી) ભાગ લીધો હતો. રમતગમત વગેરેના 162 પ્રસંગો યોજાયા…
વધુ વાંચો >ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય
ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…
વધુ વાંચો >કક્ષાસન
કક્ષાસન : મંદિર-સ્થાપત્યનો એક ભાગ. કક્ષાસન ચંદ્રાવલોકન તરીકે પણ ઓળખાય છે. બેસવા માટેની ઊંચી કલાત્મક પથ્થરની બેઠકને કક્ષાસન કહે છે. કેટલાંક મંદિરના મંડપમાં કે શૃંગાર-ચોકીમાં, તો ક્યારેક બંનેમાં કક્ષાસનની રચના જોવા મળે છે. મંડપ કે શૃંગાર-ચોકીના પડખેના સ્તંભોને અડીને કક્ષાસન બાંધેલું હોય છે. બેઠકને અડીને ગોઠવેલી ઢળતી પથ્થરની નાની દીવાલ…
વધુ વાંચો >કબર
કબર : શબને દફનાવ્યા બાદ તે સ્થાને તેની પર કરવામાં આવતું સ્મારક. તે બાંધકામની ર્દષ્ટિએ કાચું કે પાકું પણ હોઈ શકે. જે માનવ-સમાજમાં શબને દફનાવવાનો રિવાજ છે ત્યાં કબર પ્રકારનું આ સ્થાપત્ય અસ્તિત્વમાં આવ્યું છે. ઇજિપ્તના પિરામિડો એક રીતે જોઈએ તો કબરો જ છે. કારણ કે તે શબને માટે બાંધવામાં…
વધુ વાંચો >કમળમહેલ
કમળમહેલ : લગભગ ઈ. સ. 1575માં હમ્પી(કર્ણાટક)માં બંધાયેલો મહેલ. મુખ્યત્વે તે એક ઉદ્યાન મહેલના ભાગ રૂપે નિર્મિત થયેલ છે. તેના આયોજનમાં દક્ષિણ ભારતના હિંદુ રાજવીઓની શૈલીમાં ઉત્તર ભારતના મુસ્લિમ શૈલીના સ્થાપત્યની છાપ જોવા મળે છે. મુખ્યત્વે એક વિશાળ ખંડરૂપે બંધાયેલી આ ઇમારત કમાનો અને સ્તંભો દ્વારા રચાયેલી છે. તેની છત…
વધુ વાંચો >કર્ટન વૉલ
કર્ટન વૉલ : કાચ અને લોખંડની ફ્રેમથી બનેલી પડદા જેવી દીવાલ. તે મકાનને ચારેબાજુથી બાંધી દે છે પરંતુ તેનું વજન નથી ઝીલતી. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મકાનોના બાંધકામમાં લોખંડનો ઉપયોગ શરૂ થયો અને સાથે સાથે કર્ટન વૉલનું બાંધકામ પણ પ્રચલિત થયું. 1851માં લંડનમાં બંધાયેલ ક્રિસ્ટલ પૅલેસમાં પહેલી વ્યવસ્થિત કર્ટન વૉલ બંધાઈ.…
વધુ વાંચો >કલન
કલન : ચામ સંસ્કૃતિનાં મંદિરોના સ્થાપત્યના સ્તંભો. પ્રણાલીગત શૈલીમાં આ મંદિરો ત્રણના સમૂહમાં બાંધવામાં આવતાં. તેમાં મુખ્ય મંદિર વચ્ચે અને આજુબાજુ બીજાં બે નાનાં મંદિરો બંધાતાં. આ મંદિરો ચતુષ્કોણ ઓટલા પર બંધાતાં અને તેની નજીકના કલન તરીકે ઓળખાતા સ્તંભો. ભારતીય મંદિરપ્રણાલીનાં શિખરોની સરખામણીમાં આ શૈલીનાં મુખ્ય અંગ ગણાતા; પરંતુ મંદિરોથી…
વધુ વાંચો >કલશ (આમલસારક)
કલશ (આમલસારક) : નાગર પ્રકારનાં મંદિરોનો કલગી સમાન ભાગ. શિખરના ટોચના ભાગ ઉપર કલશ કરવામાં આવે છે. આમલકને દાંતાવાળી કિનારી હોય છે. તેનો નક્કર ભાગ તે ગોળ પથ્થર હોય છે. આમલક મુખ્ય શિખરનો સૌથી ઊંચો – મુગટ સમાન ભાગ હોય છે, પણ તેથી વિશેષ તેના શૃંગ કે મંજરી એકબીજાને ટેકવીને…
વધુ વાંચો >કલ્યાણ મંડપ કે અમન મંદિર
કલ્યાણ મંડપ કે અમન મંદિર : ખૂબ જ અલંકૃત સ્તંભયુક્ત મંડપ. દક્ષિણ ભારતમાં મંદિરસ્થાપત્ય સ્વતંત્ર પદ્ધતિએ વિકાસ પામ્યું છે. પરિણામે ત્યાંનું મંદિરવિધાન ઉત્તર ભારત કરતાં જુદું તરી આવે છે. મંદિરની અતિ વિસ્તૃત પૂજાવિધિઓને કારણે તેમાં દેવતાગાર, સભાગૃહ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમાં કેટલાક નવા જોડાયેલા ભાગોનો ઉમેરો કરવામાં આવ્યો…
વધુ વાંચો >