Allopathy
મેરુરજ્જુ–આઘાત
મેરુરજ્જુ–આઘાત (Spinal Shock) : કરોડરજ્જુની આખી પહોળાઈને અસર કરતા ઉગ્ર (acute) અને તીવ્ર (severe) રોગમાં કરોડરજ્જુની ક્રિયાશીલતા એકદમ બંધ થાય તે. તેને કારણે આવા સમયે પગના સ્નાયુઓમાં સતત સજ્જતા (spacity) અથવા અક્કડતાને બદલે અતિશય ઢીલાશ (મૃદુશિથિલતા, flaccidity) થઈ આવે છે. આવી સ્થિતિ થોડા દિવસ માટે અને ક્યારેક થોડાં અઠવાડિયાં માટે…
વધુ વાંચો >મેરુરજ્જુચિત્રણ
મેરુરજ્જુચિત્રણ (myelography) : કરોડરજ્જુની આસપાસના પોલાણમાં ઍક્સ-રે-રોધી દ્રવ્ય નાંખીને કરોડરજ્જુ(મેરુરજ્જુ)નું ચિત્ર મેળવવું તે. કરોડરજ્જુની આસપાસ 3 આવરણો આવેલાં છે. તેમને તાનિકાઓ (meninges) કહે છે. સૌથી બહારની ર્દઢતાનિકા (dura mater), વચલી જાલતાનિકા (arachnoid mater) અને અંદરની અથવા કરોડરજ્જુની સપાટી પર પથરાયેલી મૃદુતાનિકા (pia mater). જાલતાનિકા (arachnoid mater) અને તેની અને કરોડરજ્જુ…
વધુ વાંચો >મેરુરજ્જુશોથ, અનુપ્રસ્થ
મેરુરજ્જુશોથ, અનુપ્રસ્થ (transverse myelitis) : કરોડરજ્જુમાં એકદમ થઈ આવતો (ઉગ્ર) કે ધીમેથી વિકસતો (ઉપોગ્ર) સોજાનો વિકાર. તેમાં શરૂઆતમાં ડોકમાં કે પીઠમાં દુખાવો થાય છે અને તે પછી પગમાં પરાસંવેદનાઓ (paresthesias), સંવેદનાક્ષતિ (sensory loss), સ્નાયુઓમાં નબળાઈ અને લકવો તથા મૂત્ર-મળના નિયંત્રણમાં ક્ષતિ ઉદભવે છે. સામાન્ય રીતે તે થોડા કલાકોમાં ઉદભવે તો…
વધુ વાંચો >મેલેરિયા (એકાંતરિત જ્વર)
મેલેરિયા (એકાંતરિત જ્વર) એનોફિલિસ મચ્છરની માદાના ડંખ દ્વારા ફેલાતો પ્રજીવજન્ય (protozoan) ચેપી રોગ. તેને ‘એકાંતરિયો તાવ’ પણ કહે છે. સામાન્ય રીતે સખત ટાઢ વાઈને એકાંતરે દિવસે આ તાવ આવે છે. પરોપજીવો (parasite) દ્વારા થતા રોગોમાં તે સૌથી વધુ મહત્ત્વનો રોગ ગણાય છે. દર વર્ષે વિશ્વના 103 દેશોમાં 1 અબજ લોકોને…
વધુ વાંચો >મોઢું આવવું
મોઢું આવવું : જુઓ, મુખશોથ.
વધુ વાંચો >મોતિયો (cataract)
મોતિયો (cataract) : આંખમાંના નેત્રમણિનું દેખાતું બંધ થાય તે હદે અપારદર્શક થવું તે. નેત્રમણિ પારદર્શક હોય છે. તે જ્યારે અપારદર્શક બને ત્યારે તેને નેત્રમૌક્તિક (મોતિયો, cataract) કહે છે. મોટેભાગે તે મોટી ઉંમરે ધીમે ધીમે વધીને ર્દષ્ટિમાં ઘટાડો કરે છે. મધુપ્રમેહ, આંખને ઈજા કે તેની અંદરની કેટલીક સંરચનાઓમાં શોથવિકાર (inflammation) થાય…
વધુ વાંચો >મોદી, જેસિંગ પી.
મોદી, જેસિંગ પી. (જ. 18 જૂન 1875; અ. 19 જૂન 1954) : તબીબી શિક્ષણ, તબીબી ન્યાયવિદ્યા અને વિષવિદ્યા(toxicology)ના નિષ્ણાત. તેમણે તબીબી શિક્ષણ, શસ્ત્રક્રિયા તથા તબીબી ન્યાયવિદ્યા (medical jurisprudence), મેડિકલ કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા તથા ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનમાં પ્રદાન કરીને એક ગુજરાતી તરીકે ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. તેઓ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ…
વધુ વાંચો >મૉનિઝ, ઍન્ટૉનિયો સિટેનો દ ઍબ્રેવ ફ્રિએર ઇગાસ
મૉનિઝ, ઍન્ટૉનિયો સિટેનો દ ઍબ્રેવ ફ્રિએર ઇગાસ (Moniz, Antonio Caetano De Abrev Freire Egas) (જ. 29 નવેમ્બર, 1874, એવેન્કા, પૉર્ટુગલ; અ. 13 ડિસેમ્બર 1955, લિસ્બન) : સન 1949ના તબીબી અને દેહધાર્મિકવિદ્યાના નોબેલ પારિતોષિકના વિજેતા. તેઓ પૉર્ટુગીઝ નાગરિકતા ધરાવતા હતા. તેમને તીવ્ર મનોવિકારના દર્દીને તેના મગજમાંના શ્વેતદ્રવ્યને કાપીને દૂર કરવાની શસ્ત્રક્રિયા…
વધુ વાંચો >મૉનો ઝાક
મૉનો ઝાક (લ્યુસિયન) (જ. 9 ફેબ્રુઆરી 1910, પૅરિસ; અ. 31 મે 1976) : ફ્રેંચ જૈવરસાયણશાસ્ત્રી. તેમણે પ્રયોગશાળા મદદનીશ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને ક્રમે ક્રમે તે જ પૅશ્ચર સંસ્થા, પૅરિસના અધ્યક્ષ બન્યા. બીજા વિશ્વયુદ્ધમાં બધું કાર્ય મૂકી ‘ફ્રેંચ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ’માં 1945થી 1953 સુધી જોડાયા. તેમણે પોતાના વિદ્યાર્થીઓ આન્દ્ર વુલ્ફ અને…
વધુ વાંચો >મૉર્ગન, થૉમસ હન્ટ
મૉર્ગન, થૉમસ હન્ટ (જ. 25 સપ્ટેમ્બર 1866, કેન્ટુકી, યુ.એસ.; અ. 4 ડિસેમ્બર 1945) : મેન્ડેલે-પ્રતિપાદિત આનુવંશિકતા-(heredity)ના સિદ્ધાંતોનું વિસ્તારપૂર્વક વિવેચન કરવા ઉપરાંત, આધુનિક જનીનવિજ્ઞાન(genetics)નો પાયો નાંખનાર પ્રખર વિજ્ઞાની. તેમણે ડ્રૉસૉફાઇલા મેલાનોગાસ્ટર નામે ઓળખાતી ફળમાખી(fruit fly)ના રંગસૂત્ર પર આવેલાં જનીનોનું અવલોકન અનેક પેઢીઓ સુધી કર્યું. જનીનો સજીવોનાં લક્ષણોના સંચારણમાં પાયાના એકમો છે…
વધુ વાંચો >