હ્રષિકેશ પાઠક
કાબરા, દામોદરલાલ
કાબરા, દામોદરલાલ (જ. 17 માર્ચ 1926, જોધપુર; અ. 4 ઑગસ્ટ 1979, અમદાવાદ) : પ્રસિદ્ધ ભારતીય સરોદવાદક. ભારતીય સંગીતના મહીયર ઘરાનાના ઉસ્તાદ અલી અકબરખાનના ગંડાબંધ પટ્ટશિષ્ય. જન્મ સંગીતપ્રેમી પરિવારમાં. પિતાશ્રી ગોવર્ધનલાલ કાબરાને તેમના સમયના સંગીતજ્ઞો-પંડિતો અને ઉસ્તાદો સાથે સારો સંબંધ હોઈ શાસ્ત્રીય સંગીતના ઘનિષ્ઠ સંસ્કાર દામોદરલાલને તેમના બાળપણથી જ મળ્યા. આગળ…
વધુ વાંચો >કાબરા, બ્રિજભૂષણલાલ
કાબરા, બ્રિજભૂષણલાલ (જ. 25 જૂન 1937, જોધપુર; અ. 12 એપ્રિલ 2018, અમદાવાદ) : ભારતના જાણીતા ગિટારવાદક. સંગીતરસિક પિતા ગોવર્ધનલાલ કાબરાના પુત્ર બ્રિજભૂષણલાલ કાબરાને સંગીત તરફની અભિરુચિ ઘરના વાતાવરણમાંથી મળી. વાદ્ય તરીકે તેમણે એક પરદેશી વાદ્ય ગિટારને પસંદ કર્યું. આ વાદ્યની રચના સ્વરો – ઘોષ, પ્રતિઘોષ આ સઘળું પશ્ચિમી સંગીતને અનુરૂપ…
વધુ વાંચો >ઝિયા, મોહિયુદ્દીન
ઝિયા, મોહિયુદ્દીન (જ. 14 માર્ચ 1929 ઉદયપુર, રાજસ્થાન; અ. 28 સપ્ટેમ્બર 1990) : સુપ્રસિદ્ધ બીનકાર તથા વીસમી સદીના પ્રથમ દસકામાં થઈ ગયેલ ડાગુર બાનીના ઉત્કૃષ્ટ પુરસ્કર્તા સંગીતકાર. તેઓ ઉસ્તાદ ઝાકરુદ્દીનખાનના પૌત્ર તથા ઝિયાઉદ્દીન ડાગરના પુત્ર છે. તેઓ ડાગર પરિવારના અગ્રણી શાસ્ત્રીય સંગીતકાર ગણાય છે. તેમણે સંગીતની શિક્ષા સુપ્રસિદ્ધ ધ્રુપદ ગાયક…
વધુ વાંચો >ડાગર પરિવાર
ડાગર પરિવાર : ભારતીય શાસ્ત્રીય સંગીતનું પ્રાચીન સ્વરૂપ ધ્રુવપદ હતું. આ સ્વરૂપના આવિષ્કારને બાની – એટલે વાણી – તરીકે ઓળખવામાં આવે છે. આ બાનીઓમાં સૌથી પ્રાચીન અને વર્ષો સુધી અસ્ખલિત રીતે સાતત્ય ધરાવતી બાની તે ડાગુરબાની. ડાગર પરિવારનો ઇતિહાસ આ રીતે ડાગુરબાનીનો ઇતિહાસ ગણી શકાય. ડાગરો મૂળ બ્રાહ્મણ કુટુંબના સભ્યો…
વધુ વાંચો >તરાના
તરાના : ભારતના શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં રજૂ થતી બંદિશનો એક પ્રકાર. આ બંદિશ પ્રકારની વિશેષતા એ છે કે તેમાં તબલાં કે પખવાજના બોલ બંદિશના શબ્દો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ શબ્દો ના, તા, રે, દાની, ઓદાની, તાનોમ્ યલલી, યલુંમ્, તદરેદાની ઇત્યાદિ છે. પ્રચલિત રાગોના તરાના ખ્યાલોની બંદિશ જેટલા જ…
વધુ વાંચો >તાલ
તાલ : નિશ્ચિત સમયાંતરે બંધાતી તબલા અને પખવાજના બોલની રચના. તે શાસ્ત્રીય સંગીત – ગીત, વાદ્ય અને નૃત્ય – નું એક અવિભાજ્ય અંગ છે. શાસ્ત્રીય સંગીતની રજૂઆત તાલમાં જ થાય છે. તાલ શાસ્ત્રીય સંગીતમાં સમયનો માપદંડ છે. ચર્મવાદ્ય સાથે તેનો સંબંધ છે. માત્રા એ તાલનો અલ્પતમ ઘટક છે. એક અને…
વધુ વાંચો >તિલવાડા
તિલવાડા : સોળ માત્રાનો તબલા પર વાગતો તાલ. તેના બોલ, માત્રા, વિભાગો તથા ભરી–તાળી/ખાલીની વ્યવસ્થા આ પ્રમાણે છે (બંને વિકલ્પો આપ્યા છે) : ભરી/ખાલીના વજનને કારણે તિલવાડા પૂર્ણ તાલ માનવામાં આવે છે. હ્રષિકેશ પાઠક
વધુ વાંચો >તિવારી, સીયારામ
તિવારી, સીયારામ (જ. 10 માર્ચ 1919; અ. 1998) : ધ્રુપદ ગાયકી ઉપરાંત ખયાલ અને ઠૂમરી ગાયન–શૈલીના કલાકારોમાંના એક. જન્મ મોસાળ ગામ મિથિલામાં. પિતાનું નામ બલદેવ તિવારી, જે ગયાના નિવાસી હતા અને ખયાલ તથા ઠૂમરીના પ્રસિદ્ધ ગાયક હતા. તેમણે સંગીતની શિક્ષા બાળપણમાં આઠ વર્ષની વયથી તેમના માતામહ અને વિખ્યાત પખવાજ–વાદક તથા…
વધુ વાંચો >તોડી
તોડી : ઉત્તર હિંદુસ્તાની સંગીતપદ્ધતિનો એક પ્રચલિત રાગ. સંગીતની આ પદ્ધતિમાં રાગોનું વર્ગીકરણ થાટ-પદ્ધતિ પ્રમાણે કરવામાં આવે છે. પ્રમુખ દસ થાટોમાંથી એક થાટ તોડી છે, જેનો મુખ્ય રાગ તોડી છે. તે દિવસના પહેલા પ્રહરમાં ગવાય છે. આ રાગમાં રે, ગ, ધ કોમળ સ્વરો છે (રે ગ ધ) તથા મ તીવ્ર…
વધુ વાંચો >ત્યાગરાજ, સંત
ત્યાગરાજ, સંત (જ. 4 મે 1767, તિરુવારૂર; અ. 6 જાન્યુઆરી 1847) : દક્ષિણ ભારતના વિખ્યાત તેલુગુ સંત, કર્ણાટક સંગીતના શ્રેષ્ઠ રચનાકાર અને કવિ. પિતાનું નામ રામબ્રહ્મન અને માતાનું નામ સીતામ્મા. પિતા કીર્તનકાર અને રામભક્ત હતા. માતા ભક્ત રામદાસનાં ગીતો સુરીલા કંઠમાં ગાતાં. તેને લીધે ત્યાગરાજ પર ભક્તિ અને સંગીતના સંસ્કારો…
વધુ વાંચો >