હેમન્તકુમાર શાહ

કિલ્વા

કિલ્વા : હિંદી મહાસાગરમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 8o 45′ દ. અ. અને 39o 24′ પૂ. રે.. સુંદર બંદર અને પોર્ટુગીઝોનું ગુલામોના વેપારનું ભૂતપૂર્વ મથક. કિલ્વા કિવિન્જેની સ્થાપના ઈરાની રાજકુમાર અલી ઇબ્ન હસને ઈ. સ. 957માં કરી હતી. ઈ. સ. 1331માં ઇબ્ન બતૂતાએ તેની સુંદર બાંધણીનાં વખાણ કર્યા છે.…

વધુ વાંચો >

કિસાનગની

કિસાનગની : આફ્રિકાના પોંગો લોકશાહી પ્રજાસત્તાક દેશના  ઈશાન ભાગમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 0o 30′ ઉ. અ. અને. 25o 12′ પૂ. રે.. તે કૉંગો નદીને કિનારે બોયોમા પ્રપાત પાસે વસેલું છે. કોંગો લોકશાહી પ્રજાસત્તાક દેશનું બીજા ક્રમનું  સૌથી મોટું આંતરિક બંદર છે. હેન્રી મોર્ટન સ્ટેનલી દ્વારા 1883માં સ્થપાયેલું આ…

વધુ વાંચો >

કુર્સ્ક (પ્રદેશ)

કુર્સ્ક (પ્રદેશ) : પશ્ચિમ રશિયામાં કુર્સ્ક શહેરની આજુબાજુ વિસ્તરેલો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 52° 14′ ઉ. અ. અને 35° 30′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 30,000 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઑરેલ, પૂર્વમાં વોરોનેઝ, દક્ષિણે બેલગેરોડ તથા પશ્ચિમે યુક્રેનના પ્રદેશો આવેલા છે. આ પ્રદેશ મધ્ય રશિયાના ઉચ્ચપ્રદેશમાં…

વધુ વાંચો >

કોટા

કોટા : રાજસ્થાનના અગ્નિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25o 00′ ઉ.અ. અને 76o 30′ પૂ.રે.ની આજુબાજુનો 5481 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં સવાઈ માધોપુર, ટૉન્ક અને બુંદી જિલ્લા; પૂર્વ તરફ મધ્યપ્રદેશની સીમા અને બરન જિલ્લો; અગ્નિ તરફ ઝાલાવાડ; દક્ષિણ તરફ ઝાલાવાડ જિલ્લો…

વધુ વાંચો >

કૉર્ક

કૉર્ક : યુરોપનું શ્રેષ્ઠ કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન 51° 54′ ઉ. અ. અને 8°. 28′ પ. રે. આયર્લૅન્ડનું આટલાન્ટિક મહાસાગરને કિનારે લી નદીના મુખપ્રદેશ પર આવેલું બંદર, દેશનું બીજા ક્રમે સૌથી મોટું શહેર, કૉર્ક પરગણાનું વડું મથક અને મન્સ્ટર પ્રાન્તમાં આવેલું દેશનું સૌથી મોટું પરગણું. પરગણાનો વિસ્તાર 7,460 ચોકિમી. વસ્તી…

વધુ વાંચો >

કોલંબો યોજના

કોલંબો યોજના (1950) : દક્ષિણ અને અગ્નિ એશિયાના દેશો તથા યુ.એસ., બ્રિટન, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડનું સભ્યપદ ધરાવતી આર્થિક વિકાસ માટેની યોજના. 1951થી 1977 સુધી તે ‘દક્ષિણ અને અગ્નિ એશિયાના સહકારી આર્થિક વિકાસ માટેની કોલંબો યોજના’ તરીકે જાણીતી હતી. અગ્નિ એશિયાના સામ્યવાદી દેશોએ યોજનામાં ભાગ ન લેવાનો નિરધાર કરતાં તેનું…

વધુ વાંચો >

કોલાર

કોલાર : કર્ણાટક રાજ્યનો જિલ્લો તથા જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે. 13° 08′ ઉ.અ. અને 78° 08′ પૂ.રે. 8,223 ચોકિમી. વિસ્તાર છે. આ જિલ્લાની પશ્ચિમ તરફ બેંગલોર અને તુમ્કુર જિલ્લા આવેલા છે, જ્યારે બાકીની બધી સીમા આંધ્રપ્રદેશ અને તામિલનાડુ રાજ્યોથી ઘેરાયેલી છે; ઉત્તર અને પૂર્વ તરફ અનુક્રમે આંધ્ર પ્રદેશના અનંતપુર…

વધુ વાંચો >

ગ્રાહક-સુરક્ષા

ગ્રાહક-સુરક્ષા : ઉત્પાદકો, વિતરકો અને વેપારીઓની રીતિનીતિ સામે વસ્તુઓ અને સેવાના ઉપભોક્તાઓનાં હિતોનું રક્ષણ કરવાની પ્રવૃત્તિ. મૂડીવાદી અર્થતંત્રમાં મજૂરોનાં હિતોનું રક્ષણ કરવા માટે જેમ ઓગણીસમી સદીના આરંભમાં મજૂરપ્રવૃત્તિની શરૂઆત થઈ તેમ વીસમી સદીના ઉત્તરાર્ધમાં ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિનો મુક્ત બજારમાંના એક દબાવ-જૂથ તરીકે આરંભ થયો. સંપૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ છે.…

વધુ વાંચો >

નોર્ધોસ, વિલિયમ

નોર્ધોસ, વિલિયમ (જ. 31-5-1941, ન્યૂ મૅક્સિકો, યુએસએ) : પર્યાવરણીય અર્થશાસ્ત્ર વિશેનાં સંશોધનો માટે પોલ રોમર સાથે અર્થશાસ્ત્રનો 2018નો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન અર્થશાસ્ત્રી. તેમણે 1967માં અમેરિકાની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ યાલે યુનિવર્સિટી ખાતે અધ્યાપક રહ્યા છે. તેમને 2017માં બીબીવીએ ફાઉન્ડેશન પુરસ્કાર પણ પ્રાપ્ત થયો…

વધુ વાંચો >

પિસારિડેસ ક્રિસ્ટૉફર એ. (Possarides Christopher A.)

પિસારિડેસ, ક્રિસ્ટૉફર એ. (Possarides Christopher A.) (જ. 20 ફેબ્રુઆરી 1948, નિકોશિયા, સાયપ્રસ) : 2010નું નોબેલ પારિતોષિક પીટર ડાયમંડ તથા ડેલ ટી. મોર્તેન્સેન સાથે મેળવનારા બ્રિટિશ અર્થશાસ્ત્રી. તેમણે ત્રણેયે સંયુક્ત રીતે શોધ-ઘર્ષણ સાથે બજારનું વિશ્લેષણ કર્યું માટે તેમને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. તેઓ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિકમાં પ્રાધ્યાપક છે. તેમણે…

વધુ વાંચો >