હિન્દી સાહિત્ય

ગુલઝાર (સંપૂરણસિંઘ)

ગુલઝાર (સંપૂરણસિંઘ) (જ. 18 ઑગસ્ટ 1936, દિના, જિ. જેલમ [હાલ પાકિસ્તાન]) : ઉર્દૂ અને હિંદી કવિ અને ફિલ્મ પટકથા, ઊર્મિકાવ્યોના લેખક, નિર્માતા તથા દિગ્દર્શક. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ધુઆઁ’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે દિલ્હીમાં શિક્ષણ મેળવ્યું. તેઓ હિંદી, અંગ્રેજી, પંજાબી અને બંગાળી ભાષાના જાણકાર…

વધુ વાંચો >

ગુલાબરાય

ગુલાબરાય (જ. 17 જાન્યુઆરી 1888 ઈટાવા અ. 13 એપ્રિલ 1963, આગ્રા) : હિંદી સાહિત્યના કાવ્યશાસ્ત્રકાર, સમીક્ષક, નિબંધકાર, દાર્શનિક લેખક. દર્શનશાસ્ત્રમાં એમ.એ. અને પછી એલએલ.બી.ની પદવી પ્રાપ્ત કરી. આગ્રા વિશ્વવિદ્યાલયમાંથી ડિ. લિટ્ની ઉપાધિ મેળવી. જોકે આઠમી કક્ષા સુધી ફારસી ભણ્યા ત્યાર બાદ સંસ્કૃત લઈ બી.એ. થયા અને ઘેર રહીને કાવ્યશાસ્ત્ર અને…

વધુ વાંચો >

ગુલેરી, ચન્દ્રધર શર્મા

ગુલેરી, ચન્દ્રધર શર્મા (જ. 7 જુલાઈ 1883, અજમેર; અ. 12 સપ્ટેમ્બર 1922, કાશી) : હિંદીના વિદ્વાન, સર્જક-સંશોધક. 1904–16 સુધી તેઓ અજમેરની મેયો કૉલેજમાં અધ્યાપક હતા તથા 1916–1920 નોબલ્સ એજ્યુકેશનના વહીવટદાર તથા સંસ્કૃત અને ધર્મ વિભાગના ડીન રહ્યા. એમણે વાર્તાઓ, નિબંધ, વિવેચન તથા ભાષાશાસ્ત્ર એમ વિવિધ ક્ષેત્રનું ખેડાણ કર્યું છે. અલ્લાહાબાદ…

વધુ વાંચો >

ગોદાન

ગોદાન (1936) : મુનશી પ્રેમચંદની હિંદી નવલકથા. હિંદીની તે સર્વાધિક લોકપ્રિય નવલકથા છે. એમાં મુખ્ય કથાનક હોરીના મુખ્ય પાત્ર દ્વારા નિરૂપાયેલું ગ્રામીણ ખેડૂતનું છે. ગ્રામજીવનની પડખે એમણે પ્રોફેસર મહેતા, મહિલા ડૉક્ટર માલતી, મિલમાલિક ખન્ના તથા એની પત્ની ગોવિંદી દ્વારા શહેરી જીવનની ઉપકથા પણ સાંકળી છે, જેથી સાંપ્રતકાલીન બંને પ્રકારના વિરોધની…

વધુ વાંચો >

ગોરખનાથ 2

ગોરખનાથ 2 (ચૌદમી–પંદરમી સદી) : હિન્દી લેખક. નાથ સંપ્રદાયની ગુરુશિષ્યપરંપરામાં ગોરખનાથનું વિશિષ્ટ સ્થાન છે. એમણે ગદ્ય અને પદ્ય બંનેમાં રચના કરી છે. એમનાં પુસ્તકો છે : ‘ગોરખ-ગણેશ ગોષ્ઠી’, ‘મહાદેવગોરખ સંવાદ’, ‘ગોરખજી કી સત્રહ કલા’, ‘ગોરખબોધ’, ‘દત્ત-ગોરખ સંવાદ’, ‘યોગેશ્વર સાખી’, ‘નરવઈ બોધ’, ‘વિરાટપુરાણ’ તથા ‘ગોરખવાણી’. આમાંની કેટલીક રચનાઓ સંદિગ્ધ મનાય છે.…

વધુ વાંચો >

ગોસ્વામી, કિશોરીલાલ

ગોસ્વામી, કિશોરીલાલ (જ. 15 ફેબ્રુઆરી 1865, બનારસ;  અ. 29 મે 1933, બનારસ) : વારાણસીના હિંદીના સર્વતોમુખી પ્રતિભા ધરાવતા સર્જક. તેઓ ધાર્મિક વૃત્તિના અને નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. હિંદુ ધર્મના હોવાનું તેમને અભિમાન હતું. તેમણે કાશીમાં શિક્ષણ લીધું હતું. તેમના માતામહ કૃષ્ણ ચૈતન્ય હિંદી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રના ગુરુ હતા. તેથી ભારતેન્દુ…

વધુ વાંચો >

ચતુર્વેદી, માખનલાલ

ચતુર્વેદી, માખનલાલ (જ. 4 એપ્રિલ 1888, બાબઈ, જિ. હોશંગાબાદ, મધ્યપ્રદેશ; અ. 30 જાન્યુઆરી 1968, ખંડવા) : હિંદીના પ્રસિદ્ધ કવિ, અગ્રણી પત્રકાર તથા સ્વાતંત્ર્યસેનાની. તેમના પિતા પંડિત નંદલાલ પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. વતનમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ તેમણે બુંદેલખંડમાં પારંપરિક સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને પોતાના પ્રયત્નથી અંગ્રેજી તથા અન્ય ભારતીય ભાષાઓ…

વધુ વાંચો >

ચરણદાસ ચોર

ચરણદાસ ચોર : હબીબ તન્વીરે (1923–2009) લખેલું અને દિગ્દર્શિત કરેલું નાટક. ભારતીય પરંપરામાં પોતાની કેડી શોધતા સ્વાતંત્ર્યોત્તર ભારતીય રંગમંચની વિકાસયાત્રામાં આ નાટક સીમાચિહન છે. 1974ના ઑક્ટોબરમાં ભિલાઈમાં હબીબ તન્વીર અને તેમના નયા થિયેટર દ્વારા સંચાલિત કાર્યશિબિરમાં રાજસ્થાની લોકવાર્તાઓના સંપાદક અને લેખક વિજયદન દેથાએ કહેલી વાર્તા આ નાટકનો આધાર છે. પોતે…

વધુ વાંચો >

ચંદ બરદાઈ

ચંદ બરદાઈ (જ. 1146 (?), લાહોર; અ. 1191, ગઝની) : ડિંગલ ભાષામાં લખેલા ‘પૃથુરાજરાસો’ મહાકાવ્યના રચયિતા. હિંદીભાષી લોકો તેમને હિંદીના પ્રથમ મહાકવિ માને છે. વીરરસથી ભરપૂર આ પ્રસિદ્ધ ગ્રંથની 60 કરતાં વધુ હસ્તપ્રતો મળી આવી હતી; તે સોળમી સદીની હોય તેમ માનવામાં આવે છે. તેમાં કઈ નકલ પ્રમાણભૂત ગણવી તે…

વધુ વાંચો >

ચંદ્રકાન્તા

ચંદ્રકાન્તા (1888) : હિંદી નવલકથાકાર દેવકીનંદન ખત્રીની પ્રથમ લોકપ્રિય નવલકથા. લોકરંજન એ આ નવલકથાનો મુખ્ય ઉદ્દેશ છે. જે જમાનામાં વાચકો વાસ્તવિક જીવનની કટુતા ભૂલવા હળવી વાચનસામગ્રી માગતા હતા તે જમાનામાં આ નવલકથા લખાયેલી. તેથી તેને અપાર લોકપ્રિયતા મળેલી. હિંદી ન જાણનાર વાચકો અને તેમાં પણ ખાસ કરીને ઉર્દૂભાષી લોકો માત્ર…

વધુ વાંચો >