હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ
ચાબુક અંગારિયો (આંજિયો)
ચાબુક અંગારિયો (આંજિયો) : Ustilago scitamina નામની ફૂગથી થતો શેરડીનો રોગ. આ રોગ જંગલી શેરડીમાં વિશેષ આવે છે. તેનું નિયંત્રણ નીચે મુજબ થઈ શકે છે : (1) રોગિષ્ઠ છોડ જણાય કે તરત જ ચાબુક ફાટી જાય તે પહેલાં તેનો ઉપાડીને નાશ કરવો; (2) રોગમુક્ત બિયારણની પસંદગી કરવી; (3) કટકાને પારાયુક્ત…
વધુ વાંચો >ચાંદપગો
ચાંદપગો : કપાસમાં ફૂગથી થતો અને સૂકા સડાના નામથી પણ ઓળખાતો રોગ. આ રોગ મુખ્યત્વે 10થી 12 અઠવાડિયાંના છોડ ઉપર આક્રમણ કરે છે તેથી કેટલીક વાર ફરીથી વાવણી કરવી પડે છે. આ રોગનું ખાસ લક્ષણ એ છે કે અસરગ્રસ્ત છોડ આડો પડી જતો નથી તેમજ રોગિષ્ઠ ભાગ પાણીપોચો હોતો નથી.…
વધુ વાંચો >ચીકુ
ચીકુ : દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Achras sapota Linn. (ગુ., મ., હિં. : ચીકુ; અં. સેપોડિલા) છે. તે 3–4 મી. ઊંચું નાનકડું વૃક્ષ છે. તે વાતરોધી (wind-resistant) હોય છે. તેની છાલમાંથી સફેદ ગુંદર જેવો ક્ષીરરસ (latex) સ્રવે છે. જેને ‘ચિકલ’ (chicle) કહે છે. પર્ણો મધ્યમ…
વધુ વાંચો >ચીતરી
ચીતરી : તમાકુના છોડને લાગતો રોગ. રોપણી બાદ ઓતરા-ચીતરાના તાપ પડે છે ત્યારે આ રોગ જોવા મળે છે. આ વ્યાધિ ફૂગ Fusarium oxysporumથી થાય છે અને તેની સાથે જો કૃમિનો ઉપદ્રવ હોય તો આ રોગની તીવ્રતા વિશેષ જોવા મળે છે. ખેતરમાં રોગની શરૂઆત થાય કે તુરત જ છોડનાં નીચેનાં પાન…
વધુ વાંચો >છારો (mildew)
છારો (mildew) : વનસ્પતિમાં થતો એક ફૂગજન્ય રોગ. યજમાન વનસ્પતિનાં પાન, દાંડી કે ફળ પર સફેદ, ભૂખરા, બદામી કે અન્ય રંગની ભૂકી સ્વરૂપે ફૂગના અસંખ્ય બીજાણુઓ પ્રસરેલા હોય છે. વાસી બ્રેડ, કપડાં અને પડદા જેવી વસ્તુઓ પર આ ફૂગ પ્રસરતી હોય છે. આશરે 7181 જેટલી ફૂગની પ્રજાતિઓ વિશિષ્ટ યજમાન પર…
વધુ વાંચો >છાસિયો
છાસિયો : કપાસમાં ફૂગથી થતો રોગ. ખાસ કરીને દેશી જાતોમાં આ રોગ લાગે છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સંકર-4 અને જી. કોટ-10 જેવી અમેરિકન જાતોમાં પણ આ રોગ લાગે છે તેવું માલૂમ પડેલું છે. ભેજવાળા તેમજ નીચાણવાળા ભીના વિસ્તારમાં આ રોગથી નુકસાનની શક્યતા વધી જાય છે. છાસિયો સામાન્યત: પાકટ પાન ઉપર આવે…
વધુ વાંચો >જવ
જવ : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hordeum vulgare Linn. (H. sativum Jessen) સં. યવ; હિં. જવ, સતુવા; મ. જવ, સાતૂ, ક. જવગોધી; તે યવધાન્ય, યવક; તા. બાર્લીઅરિસુ; અ. શઈર; અં. બાર્લી) છે. H. hexastichon, H. intermedium, H. distichon, H. zeocriton, H. deficiens, H. aegiceras, H.…
વધુ વાંચો >જામફળ (જમરૂખ)
જામફળ (જમરૂખ) : સર્વભોગ્ય મીઠું ફળ. અં. common guava; લૅ. Psiolium guajava L. જામફળનું વતન મેક્સિકોથી પેરૂના મધ્ય ભાગને માનવામાં આવે છે. ભારતમાં તેનો પ્રવેશ સ્પૅનિશ લોકો દ્વારા સોળમી શતાબ્દી દરમિયાન થયો. ભારતમાં વાવેતરના ક્ષેત્રફળની ર્દષ્ટિએ જામફળનો ક્રમ આંબા, કેળ, લીંબુ વર્ગનાં ફળ તથા સફરજન પછી પાંચમો અને ઉત્પાદનની ર્દષ્ટિએ…
વધુ વાંચો >જીરું અને તેના રોગો
જીરું અને તેના રોગો : ઘરગથ્થુ મસાલાસામગ્રી તથા ઔષધદ્રવ્ય. લૅ. Cuminum cyminum L. તેનું કુળ ઍપિયેસી (અમ્બેલિફેરી) છે. તેમાં દ્વિગુણિત રંગસૂત્રોની સંખ્યા 14 છે. ઉદભવસ્થાન ભૂમધ્ય સમુદ્રવિસ્તાર મનાય છે. વાવેતર ભારત ઉપરાંત ઈરાન, ઇરાક, પાકિસ્તાન, તુર્કસ્તાન, સીરિયા, ઇઝરાયલ, સાઇપ્રસ, અલ્જિરિયા અને દક્ષિણ રશિયામાં થાય છે. જીરાના વાવેતર અને ઉત્પાદનમાં ભારતમાં…
વધુ વાંચો >જીવાણુથી થતો ઝાળ
જીવાણુથી થતો ઝાળ : ડાંગરના કે તેનાં પાનના સુકારા નામે પણ જાણીતો આ રોગ xanthomonas compestris pv.oryzae નામના જીવાણુથી થાય છે. ભારતમાં સૌપ્રથમ 1951માં જોવા મળ્યા પછી 1963થી ઘણાં રાજ્યોના ડાંગર ઉગાડતા વિસ્તારમાં વત્તાઓછા પ્રમાણમાં જોવા મળે છે. વધુમાં વધુ ફૂટના તેમજ કંટી આવવાના સમયે આ રોગનો હુમલો તીવ્ર થતો…
વધુ વાંચો >