હસમુખ બારાડી
રૉય, મન્મથ
રૉય, મન્મથ (જ. 1899, અ. 1972) : બંગાળના જૂની અને નવી પેઢીને સાંકળતા એવા નાટ્યકાર કે જેઓ નાટ્યલેખન અને વિષય-પસંદગીમાં કડીરૂપ રહ્યા. પુરાણ અને ઇતિહાસમાંથી અનેક કથાઓ લઈને સાંપ્રત સમાજને અનુરૂપ અભિગમો સાથે તેમણે નાટ્યલેખન કર્યું. ‘કારાગાર’ નાટકમાં શ્રીકૃષ્ણની કથા હોવા છતાં, 1930માં લખાયેલા એ નાટકમાં ગાંધીજીના જેલવાસ અને તત્કાલીન…
વધુ વાંચો >રૉયલ નાટક મંડળી (1919થી 1929)
રૉયલ નાટક મંડળી (1919થી 1929) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની નામાંકિત નાટ્યસંસ્થા. મહાશંકર વેણીશંકરે ભટ્ટે 1919માં મુંબઈના એડ્વર્ડ થિયેટરમાં તે શરૂ કરી હતી. કવિ મૂળશંકર હરિનંદ મૂલાણી-રચિત નાટકો ‘ભાગ્યોદય’ (1919), ‘એક જ ભૂલ’ (1920), ‘કોકિલા’ (1926) તથા કવિ જામન-લિખિત ‘ભૂલનો ભોગ’ (1921), ‘સોનેરી જાળ’ (1922), ‘એમાં શું ?’, ‘રાજરમત’ (1923), ‘એ…
વધુ વાંચો >લીટલ બેલે ટ્રૂપ (સ્થાપના 1952)
લીટલ બેલે ટ્રૂપ (સ્થાપના 1952) : ભારતીય નૃત્યનાટિકાઓ ભજવતી ભારતની અગ્રણી કલાસંસ્થા. જાણીતા નૃત્યકાર અને કોરિયૉગ્રાફર શ્રી ઉદય શંકર પાસે અલ્મોડાના કલ્ચર સેન્ટરમાં તાલીમ લઈને શ્રી શાંતિ બર્ધને લીટલ બેલે ટ્રૂપની સ્થાપના કરી. શ્રી શાંતિ બર્ધને મણિપુરી અને ટીપેરાની નૃત્યશૈલીનો અભ્યાસ કર્યો હતો. 1944થી શરૂ કરી ઉદય શંકર દિગ્દર્શિત ‘ભુખા…
વધુ વાંચો >લેબેડેફ ગેરાસિમ સ્તિપાનોવિચ
લેબેડેફ ગેરાસિમ સ્તિપાનોવિચ (જ. 1749; અ. 27 જુલાઈ 1817) : મૂળ રૂસી રંગકર્મી. તેમણે કોલકાતામાં પ્રથમ બંગાળી થિયેટર બાંધવાનો અને બંગાળી ભાષામાં પ્રથમ નાટક ભજવવાનો યશ પ્રાપ્ત કર્યો છે. તેમણે ભારતમાં સંસ્કૃત ભાષાનો અભ્યાસ કર્યો હતો અને ગુરુ ગોલોકનાથ દાસની પ્રેરણા અને સહકારથી અંગ્રેજી નાટક ‘ધ ડિસગાઇઝ’ અને ‘ધ લવ…
વધુ વાંચો >લોઅર ડેપ્થ્સ
લોઅર ડેપ્થ્સ (જ. 1902) : રૂસી નાટ્યકાર અને વાર્તાકાર મૅક્સિમ ગૉર્કી તરીકે જાણીતા અલેકસેઈ મક્સિમોવિચ પ્યેશ્કોવ(1868-1936)નું વિશ્વવિખ્યાત અને ઉચ્ચ નાટ્યાત્મકતા ધરાવતું ત્રિઅંકી નાટક. શહેરના ગંદા વિસ્તારમાં કોઈ ગુફા જેવા ભંડકિયામાં વસતાં, ભૂખ અને અભાવોની જિંદગી જીવતાં પાત્રોનું નિરૂપણ એના સર્જકના સ્વાનુભવમાંથી ઊતરી આવ્યું છે. રંગીલી વેશ્યા નાસ્ત્યા, બંને ફેફસાં સબડી…
વધુ વાંચો >લૉર્કા, ફ્રેડેરિકો ગાર્સિયા
લૉર્કા, ફ્રેડેરિકો ગાર્સિયા (જ. 5 જૂન 1898, ફૂન્તે વાક્વેરોસ, મેડ્રિડ પાસે, સ્પેન; અ. 19/20 ઑગસ્ટ 1936, ગ્રેનાડા) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. પિતા ખેડૂત અને માતા શિક્ષિકા હતાં. સંગીતનો ગળથૂથીમાંથી સંસ્કાર મેળવનાર લૉર્કાને પિયાનોના સર્વપ્રથમ પાઠ આપનાર તેમનાં માતા હતાં. તેમનું પ્રાથમિક શિક્ષણ ગ્રેનાડાની જેસ્યૂઇટ શાળામાં. યુનિવર્સિટી ઑવ્ ગ્રેનાડામાં તેમણે…
વધુ વાંચો >વાઇગલ, હેલન
વાઇગલ, હેલન (જ. 1900; અ. 1972) : વિશ્વવિખ્યાત જર્મન નટી. નાટ્યકાર અને નાટ્યવિદ બર્ટોલ્ટ બ્રેખ્તની પત્ની. બ્રેખ્તના અત્યંત નાટ્યાત્મક જીવન અને સંઘર્ષમય વિદેશનિવાસ દરમિયાન એમની સાથે અડીખમ ઊભાં રહી ક્રાંતિકારી થિયેટર-પ્રણાલિમાં સહયોગ આપી, બ્રેખ્તના મૃત્યુ પછી બર્લિનર એન્સેમ્બલ થિયેટરને માર્ગદર્શન આપનારી આ નટીએ જગતના નાટ્યઇતિહાસમાં ખૂબ મોટું કામ કર્યું છે.…
વધુ વાંચો >વાઇલ્ડર, થૉર્નટન
વાઇલ્ડર, થૉર્નટન (જ. 17 એપ્રિલ 1897, મૅડિસન, વિસકૉન્સિન, યુ. એસ.; અ. 7 ડિસેમ્બર 1975, હૅમ્ડન, કનેક્ટિકટ) : અમેરિકન નાટ્યકાર અને નવલકથાકાર. તેમનો ઉછેર ચીન અને અમેરિકામાં થયેલો. યેલ યુનિવર્સિટીમાંથી તેમણે ઉપાધિ મેળવેલી. ‘લૉરેન્સવિલ સ્કૂલ’માં તેઓ શિક્ષક હતા. યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાં તેઓ અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. તેમની પ્રથમ નવલકથા ‘ધ કબાલા’ (1926)…
વધુ વાંચો >વાક્ – 3 (નાટ્યશાસ્ત્ર)
વાક્ – 3 (નાટ્યશાસ્ત્ર) : નાટ્યશાસ્ત્રમાં વાચિક અભિનયને મહત્વનું સ્થાન એ રીતે આપવામાં આવ્યું છે કે સમગ્ર નાટક અને એની પ્રસ્તુતિનો વિચાર કરવામાં આવે ત્યારે વાચાનો, એની કેળવણીનો, એની શુદ્ધિનો તથા એના વિકાસનો પાકો પદ્ધતિસર અને શાસ્ત્રાનુસાર વિનિયોગ થાય. જૂનામાં જૂની પ્રતિષ્ઠિત કૃતિઓ વેદો હોય તો, એનાં મંડળોમાં વાક્ વિશે…
વધુ વાંચો >વિઝિટ (1953)
વિઝિટ (1953) : ફ્રેડરિક ડ્યૂરેનમાટ્ટ – લિખિત વિશ્વવિખ્યાત પ્રલંબ નાટક. તેના લેખક મૂળે સ્વિટ્ઝર્લૅન્ડના નાગરિક, પણ જર્મન ભાષામાં લખતા, વિશિષ્ટ નાટ્યકાર અને વાર્તાકાર છે. તેની કથા ટૂંકમાં આવી છે : કોઈ નાના નગરમાં એક વ્યક્તિએ એક કિશોરી પર બળાત્કાર કર્યો. શરમની મારી એ બીજા નગરમાં જઈ વસી અને નસીબે યારી…
વધુ વાંચો >