હસમુખ બારાડી

વિભાકર, નૃસિંહ

વિભાકર, નૃસિંહ (જ. 25 ફેબ્રુઆરી 1888, જૂનાગઢ; અ. 28 મે 1925) : ગુજરાતી સાહિત્યના જાણીતા નાટ્યકાર. આખું નામ વિભાકર નૃસિંહદાસ ભગવાનદાસ. બી.એ. 1908માં, મુંબઈ યુનિવર્સિટીમાંથી 1910માં એલએલ.બી.; ત્યારબાદ 1911માં ઇંગ્લૅન્ડ જઈ 1913માં બૅરિસ્ટર થયા. પછી પાછા આવી સિડેન્હામ કૉલેજ મુંબઈમાં અધ્યાપનનું કામ કર્યું. ત્યારબાદ વકીલાત શરૂ કરી. નૃસિંહ વિભાકરનું વ્યક્તિત્વ…

વધુ વાંચો >

વ્યાસ, ગિજુભાઈ

વ્યાસ, ગિજુભાઈ (જ. 23 એપ્રિલ 1922, દીવ; અ. 6 માર્ચ 2002) : બ્રૉડકાસ્ટર નાટ્યપ્રવૃત્ત-આયોજક. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈની વિવિધ શાળાઓમાં લીધું. 1944માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક થયા. 1946માં પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી. ઑલ ઇન્ડિયા રેડિયો – આકાશવાણીમાં ‘ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ’ના પદે જોડાઈ, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ-આકાશવાણી, ડેપ્યુટી…

વધુ વાંચો >

શુક્લ, દુર્ગેશ

શુક્લ, દુર્ગેશ (જ. 9 નવેમ્બર 1911, રાણપુર, સૌરાષ્ટ્ર; અ. 13 જાન્યુઆરી 2006, અમદાવાદ) : નાટ્યકાર, કવિ. વઢવાણના વતની. ભાવનગરમાં સ્નાતક થયા પછી 1938-49 દરમિયાન મુંબઈની ગોકળીબાઈ અને પીપલ્સ ઓન સ્કૂલમાં શિક્ષક. પછી લેખનને મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકાર્યો. ટૂંકી વાર્તા, કવિતા, નવલકથા અને નાટ્યસર્જન કરી ગાંધીયુગમાં તેમણે તેમની વિશિષ્ટ સર્જકતાનો પરિચય…

વધુ વાંચો >

શૈવાલિની

શૈવાલિની : બટુભાઈ ઉમરવાડિયા (13-7-1899 – 19-1-1950) લિખિત ચાર પ્રવેશોમાં વિભાજિત એકાંકી (1927). શરૂઆતનાં દૃશ્યોમાં શૈવાલિનીનું પાત્ર ઉપસાવવા માટે અને એની લગ્નબાહ્ય સંબંધોની કુટિલતા અને અધ:પતન વિશે પતિ શ્રીમુખના મિત્ર સુબોધ દ્વારા ચર્ચા અને ચિંતા વ્યક્ત કરી તીવ્ર રહસ્ય ઘૂંટવામાં આવ્યું છે. પતિ શ્રીમુખ શૈવાલિનીને કેમ માફ કરે છે અને…

વધુ વાંચો >

શ્રાવ્ય ભાષા

શ્રાવ્ય ભાષા : સાંભળીને માણી શકાય તેવી નાટ્યભાષા. સંસ્કૃત નાટ્યપરંપરાની ‘વાક્’ની વિભાવનામાં ‘ચત્વારિ પદાનિ વાક્’ એટલે એની ચાર કક્ષાઓ ગણાવાઈ છે : પરા એટલે મૂલાધારમાં સ્થિતિ; પશ્યંતી તે હૃદયમાં (પશ્યંતી હૃદયગા), મધ્યમા એ બુદ્ધિસંલગ્ન (બુદ્ધિયુગ્મધ્યમા યાતા) અને વૈખરી (વકત્રે તુ વૈખરી) એટલે માનવીના મુખમાંથી નીકળે તે. ‘રામચરિતમાનસ’ મુજબ, પરા તે…

વધુ વાંચો >

સમૂહ-ભાવન

સમૂહ–ભાવન : રેડિયો, ટીવી, ફિલ્મ, મુદ્રણ વગેરે સમૂહ-પ્રત્યાયનનાં માધ્યમોનાં સઘળાં લક્ષણોના પરિચયથી માંડી એમના કલાત્મક મનોરંજનાત્મક ઉપયોગ કરવા સુધીની સમજણ (appreciation). રેડિયોમાં નિર્માણ અને પ્રસારણમાં સમય, તો ટીવીના નિર્માણ અને પ્રસારણના કેન્દ્રમાં સ્થળ અને સમય બંને છે. આધુનિક યંત્રવિદ્યા સ્થળ અને સમયનાં બંધનો પાર કરી વિશ્વના કોઈ પણ ખૂણે તત્ક્ષણ…

વધુ વાંચો >

સમૂહમાધ્યમો

સમૂહમાધ્યમો : વિશાળ લોકસમુદાય સુધી જ્ઞાન, માહિતી કે મનોરંજનનું પ્રત્યાયન કરતાં સાધનો. જ્ઞાન, માહિતી કે મનોરંજનની આપ-લે માનવી મુખોપમુખ અને જાતે કરતો. પછી એનો સંગ્રહ હસ્તપ્રતોથી થતો; પરંતુ પહેલી વાર લિપિને કોતરીને બ્લૉકથી એનું મુદ્રણ શરૂ થયું અને એ રીતે પ્રથમ પુસ્તક તૈયાર થયું. એકથી વધુ લોકો સુધી એની પ્રતો…

વધુ વાંચો >

સરકાર, બાદલ

સરકાર, બાદલ (જ. 1925) : બંગાળના જાણીતા નાટ્યકાર, નટ-દિગ્દર્શક, નાટ્યવિદ. મૂળ નામ સુધીન્દ્ર. વ્યવસાયનો આરંભ સિવિલ એન્જિનિયર તરીકે; પરંતુ કલાના રસને લીધે તેમણે નાટ્યલેખન અને પછી નાટ્યસર્જક તરીકે પ્રદાન કર્યું. 1967 સુધી પોતાની ‘ચક્ર’ નાટ્યસંસ્થા દ્વારા દર વર્ષે એક કૉમેડી નાટકનું લેખન અને પ્રસ્તુતિ એ કરતા, પણ એનો એકથી વધુ…

વધુ વાંચો >

સિકંદર સાની (1979)

સિકંદર સાની (1979) : નવલકથાકાર, કવિ, નાટ્યકાર, રઘુવીર ચૌધરીનું ઐતિહાસિક નાટક. બીજો સિકંદર એટલે કે સિકંદર-ઓ-સાની બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા સરમુખત્યાર અલાઉદ્દીન ખલજીની જીવનઘટનાઓને આધારે, કલાકાર અમીર ખુશરોની દૃષ્ટિએ આ નાટકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ખુશરો એક નાટક લખી રહ્યા છે, અને એનાં દૃશ્યો વચ્ચે વચ્ચે ભજવાતાં રહે છે. એનું બળૂકું…

વધુ વાંચો >

સિટીઝન્સ બૅન્ડ રેડિયો

સિટીઝન્સ બૅન્ડ રેડિયો : સંદેશાવ્યવહારની આપ-લે માટેનું વીજાણુસાધન. એક કેન્દ્રસ્થાનેથી પ્રસારિત થતો ધ્વનિ-સંદેશ અનેક રેડિયો-રિસીવર એટલે કે રેડિયો-સેટ ઉપર સાંભળવા મળે અને એ રીતે એકસાથે અનેક શ્રોતાજનોને માહિતી અને મનોરંજન મળે. આ શ્રોતાજનો જો પોતાનો સંદેશો અન્ય શ્રોતાઓને કે કેન્દ્રસ્થાને વળતો મોકલવા ઇચ્છે, તો એ શક્ય ન બને કારણ કે…

વધુ વાંચો >