હસમુખ બારાડી
રંગમંડળ (1939) :
રંગમંડળ (1939) : અમદાવાદમાં જાણીતા મરાઠી નાટ્યકાર મામા વરેરકરની પ્રેરણાથી એલિસબ્રિજ આરોગ્ય સમિતિ દ્વારા સ્થપાયેલી નાટ્યસંસ્થા. રંગમંડળ ગુજરાતમાં અવેતન રંગભૂમિની ઇમારતની પાયાની ઈંટ બન્યું, એમાં જાણીતા સામાજિક કાર્યકર હીરાલાલ ભગવતી પત્રકાર નીરુભાઈ દેસાઈ, લેખક ગિરીશ ભચેચ, નટ-દિગ્દર્શક ધનંજય ઠાકર અને અરુણ ઠાકોર વગેરે સંકળાયેલા હતા. તેઓએ શરૂઆતમાં એકાંકીઓ (‘સોયનું નાકું’,…
વધુ વાંચો >રંગાવલિ
રંગાવલિ : પ્રયોગશીલ નાટ્યજૂથ (1977-1985), વડોદરા. વડોદરાના ‘રંગાવલિ’ નાટ્યજૂથમાં કેન્દ્રમાં હતા નટ અને દિગ્દર્શક ઉત્પલ ત્રિવેદી. 1977થી 1985ની વચ્ચે આ જૂથે અનેક એકાંકીઓ (‘વતેસરની વાત’, ‘ડાયલનાં પંખી’, ‘તમે સુંદર છો’ વગેરે); સળંગ નાટકો (‘હું જ મિસ્ટર આનંદ’, ‘સૉલ્યુશન એક્સ’, ‘પ્રતિશોધ’ વગેરે); ભવાઈનાટ્યો (‘અમે રે પોલીસ, તમે ચોર’, ‘ખુશનુમા ખયાલનો ખેલ’…
વધુ વાંચો >રાઇડર્સ ટુ ધ સી (1904)
રાઇડર્સ ટુ ધ સી (1904) : અંગ્રેજી ભાષાનું વીસમી સદીના આરંભનું આઇરિશ નાટ્યકાર જૉન મિલિંગ્ટન સિન્જ(1871-1909)નું ખૂબ નોંધપાત્ર ગણાયેલું એકાંકી. આ નાટકમાં એકાંકી સ્વરૂપ સોળે કળાએ ખીલી ઊઠ્યું છે અને તે મુખ્યત્વે એ કારણે કે એમાં પાંચ પાંચ પુત્રો સાગરદેવને ખોળે ધરી દેનાર મા મૌર્યાની વેદના રસળતી રીતે વ્યક્ત થઈ…
વધુ વાંચો >રાજડા, મૂળરાજ
રાજડા, મૂળરાજ (જ.13 નવેમ્બર 1931, મુંબઈ; અ. 23 સપ્ટેમ્બર 2012, મુંબઈ) : કલાકાર, દિગ્દર્શક અને લેખક. સ્નાતક થયા પછી, મૂળરાજ રાજડાએ કેબલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને દેના બેન્કમાં બે વર્ષ કામ કર્યું હતું. તેમણે 1959માં ગુજરાતી નાટક લખીને અભિનય કરીને મનોરંજન ક્ષેત્રે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. મૂળરાજ રાજડાએ મુખ્યત્વે હિન્દી, ગુજરાતી…
વધુ વાંચો >રાજેન્દ્રનાથ
રાજેન્દ્રનાથ (જ. 1947) : હિંદીના જાણીતા નટ-દિગ્દર્શક. 1967માં એમણે દિલ્હીમાં ‘અભિયાન’ નાટ્યસંસ્થા શરૂ કરી, અને ગાંધીજીના જીવન અંગેનું વિવાદાસ્પદ નાટક ‘હત્યા એક આકારકી’ (લેખક : લલિત સેહગલ) પ્રસ્તુત કર્યું. બે દાયકા સુધી આ સંસ્થાને માર્ગદર્શન આપતા રાજેન્દ્રનાથે મુખ્યત્વે વિજય તેન્ડુલકરનાં નાટકો પ્રસ્તુત કર્યાં અને એ ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓમાં બાદલ…
વધુ વાંચો >રૂપકસંઘ
રૂપકસંઘ (સ્થાપના : 1944) : અમદાવાદની 1940ના દાયકાની એક મહત્વની નાટ્યમંડળી. અમદાવાદના કેટલાક અગ્રણી સંસ્કારસેવકોએ નાટ્યકલાના ઉત્કર્ષ માટે આ સંસ્થા સ્થાપી હતી. ધનંજય ઠાકર, ધીરુભાઈ ઠાકર, વિષ્ણુપ્રસાદ જોશી, સૂર્યકાન્ત શાહ, જીવણલાલ શાહ, પ્રદ્યુમ્ન ભટ્ટ વગેરે તેના સ્થાપક સભ્યો હતા. આ સંસ્થાની વિશેષતા એ હતી કે તેના સભ્યોના ત્રણ વર્ગ પાડેલા…
વધુ વાંચો >રેડિયો-નાટક
રેડિયો-નાટક : સમૂહપ્રત્યાયન(સંચાર)નાં સાધનો પૈકીનું એક સાધન. મુદ્રણ (કહેતાં છાપું, સામયિક, પુસ્તક), ફિલ્મ, ટેલિવિઝન અને ઇન્ટરનેટ જેવું એ એક સમૂહમાધ્યમ છે. એટલે કે પ્રત્યાયક (communicator) પાસેથી એકસાથે એક સમયે અનેક સ્થળોએ વિવિધ પ્રકારના શ્રોતાઓ–ભાવકો સુધી પહોંચતું એ માધ્યમ છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો મુદ્રણ અને ફિલ્મ પછી રેડિયોના માધ્યમનો પ્રારંભ…
વધુ વાંચો >રૈના, એમ. કે.
રૈના, એમ. કે. (જ. 1950) : મૂળે કાશ્મીરી અને હિન્દી થિયેટરના જાણીતા નટ-દિગ્દર્શક. રાષ્ટ્રીય નાટ્ય સંસ્થા (નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામા), નવી દિલ્હીના 1970ના સ્નાતક. તેમણે અત્યાર સુધીમાં લગભગ સોએક નાટકોમાં અભિનય અને દિગ્દર્શન કર્યાં છે, જેમાં ‘કબીરા ખડા બાઝાર મેં’, ‘પરાઈ કૂખ’, ‘કભી ના છોડેં ખેત’, ‘અંધા યુગ’ વગેરેનો સમાવેશ…
વધુ વાંચો >રૉય, તરુણ
રૉય, તરુણ (જ. 1927; અ. 1988) : બંગાળી નાટ્યકાર, નટ અને દિગ્દર્શક. બંગાળમાં મુક્તાકાશ (open air) થિયેટરની જગ્યા અને એ પ્રકારની નાટ્ય-રજૂઆતોની પ્રણાલીમાં બાદલ સરકાર ઉપરાંત અનેક થિયેટરો અને નામો સંકળાયેલાં છે, તેમાં તરુણ રૉયનું નામ પણ આવે. જોકે તરુણ રૉયે મુક્તાંગણ સૌવાનિકનાં મુક્તાકાશી નાટ્યનિર્માણો ઉપરાંત નાના પ્રેક્ષકગણ માટેની રંગભૂમિ…
વધુ વાંચો >રૉય, દ્વિજેન્દ્રલાલ
રૉય, દ્વિજેન્દ્રલાલ (જ. 1863; અ. 1913) : બંગાળના ખૂબ પ્રખ્યાત નાટ્યકાર અને કવિ. એમનું સૌથી વધુ વિખ્યાત નાટક ‘સીતા’ એમણે 1908માં રચેલું. 1923માં શિશિરકુમાર ભાદુડીએ શ્રીરામના ધીરગંભીર અવાજ સાથે તેની પ્રભાવક રજૂઆત કરી હતી. ચંદ્રવદન મહેતાને આ નાટક એટલું આકર્ષી ગયું હતું કે એમણે તે ગુજરાતીમાં ઉતાર્યું હતું, એની રજૂઆત…
વધુ વાંચો >