હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
કાવ્યાનુશાસન (બારમી સદી)
કાવ્યાનુશાસન (બારમી સદી) : કાવ્યશાસ્ત્રનો સુપ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ. કર્તા કલિકાલસર્વજ્ઞ જૈનમુનિ આચાર્ય હેમચંદ્ર (1088-1172). તેમના આવા જ બીજા જાણીતા શાસ્ત્રીય ગ્રંથો તે ‘શબ્દાનુશાસન’, ‘કાવ્યાનુશાસન’ અને ‘છન્દોનુશાસન’. ‘કાવ્યાનુશાસન’ની રચના ‘શબ્દાનુશાસન’ પછી અને ‘છન્દોનુશાસન’ પહેલાં, પ્રાય: રાજા કુમારપાલના રાજ્યકાલમાં થઈ હતી. ‘કાવ્યાનુશાસન’માં કુલ આઠ અધ્યાય છે અને કુલ 208 સૂત્રો છે. તેમાં…
વધુ વાંચો >કાશહૃદ
કાશહૃદ : દસક્રોઈ તાલુકાનું હાલનું કાસિંદ્રા. વલભીના મૈત્રક રાજા ધરસેન (ધ્રુવસેન 650-655) ત્રીજાનું કરજનું તામ્રપત્ર સાબરમતી નદીના પશ્ચિમ તટે આવેલા કાસિંદ્રામાંથી મળ્યું છે. તેમાં ખેટક આહારના કાશહૃદ પેટા વિભાગના એક અનભિજ્ઞાત ગામનો ઉલ્લેખ આવે છે. આ પરથી કાશહૃદ વિષય મોટો વહીવટી વિભાગ અને નાનો કાશહૃદ વિભાગ ખેટક આહાર(ખેડા પેટાજિલ્લો)નો પંથક…
વધુ વાંચો >કુમારગુપ્ત 1લો
કુમારગુપ્ત 1લો (આશરે ઈ. સ. 415થી 456) : મગધના ગુપ્તવંશના પ્રસિદ્ધ સમ્રાટ. મહેન્દ્રાદિત્ય તરીકે પણ તે ઓળખાતા. પિતા ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય, માતા ધ્રુવદેવી. વારસામાં મળેલ વિશાળ સામ્રાજ્યને સાચવી રાખ્યું. તેમના સિક્કા પર કુમાર કાર્તિકેયની છાપ છે. સિક્કાના અગ્રભાગ પર મોરને ચણ આપતા રાજાની છાપ છે. પૃષ્ઠભાગ પર કાર્તિકેય મયૂરારૂઢ છે. લખાણમાં…
વધુ વાંચો >કુમારપાળ
કુમારપાળ (શાસનકાળ : 1142-1172) : ગુજરાતના સોલંકી વંશનો મહાન રાજવી અને જૈન ધર્મનો પ્રસિદ્ધ પ્રભાવક. એ ભીમદેવ બકુલાદેવીના પ્રપૌત્ર ત્રિભુવનપાલનો જ્યેષ્ઠ પુત્ર હતો. સિદ્ધરાજ જયસિંહનો ઉત્તરાધિકાર કુમારપાળને મળ્યો, ત્યારે એ 50 વર્ષની પ્રૌઢ વયનો હતો. એને ગાદી અપાવવામાં મદદ કરનાર બનેવી કૃષ્ણદેવ આપખુદ બનતાં એને શિક્ષા કરી. શાકંભરીના ચાહમાન રાજા…
વધુ વાંચો >કુરુઓ
કુરુઓ : ઐલવંશમાં અગ્રિમ સ્થાન પામેલા ભારતીય આર્યોની એક ટોળી. કુરુના નામ પરથી તેમનો પ્રદેશ ‘કુરુક્ષેત્ર’ તરીકે ઓળખાયો. એનું પાટનગર મેરઠ પાસે ગંગાતટે આવેલું હસ્તિનાપુર હતું. એમના વંશમાં શંતનુ નામે પ્રતાપી રાજા થયા. એમના પુત્ર વિચિત્રવીર્યની બે રાણીઓને ધૃતરાષ્ટ્ર અને પાંડુ નામે ક્ષેત્રજ પુત્ર થયા. ધાર્તરાષ્ટ્રો અને પાંડવો વચ્ચેનો સંઘર્ષ…
વધુ વાંચો >કુરુષ
કુરુષ : પાર્સ(ઈરાન)ના હખામની વંશના સ્થાપક. કુરુષે (જેને ગ્રીક ભાષામાં Cyrus – કિરુસ – કહ્યો છે ને જેનો રાજ્યકાલ લગભગ ઈ. પૂ. 558-530 હતો) ગેડ્રોસિયા (મકરાણ) થઈ સિંધુ દેશ (સિંધ) જીતવા કોશિશ કરી, પણ તેમાં તે નિષ્ફળ ગયો. પરંતુ એ ગંધાર દેશનો ઘણો ભાગ જીતી લેવામાં સફળ થયો. ત્યારે સિંધુ…
વધુ વાંચો >કૃષ્ણગુપ્ત
કૃષ્ણગુપ્ત (છઠ્ઠી સદી) : ઉત્તરકાલીન ગુપ્ત રાજવી. સ્કંદગુપ્તના મૃત્યુ પછી મગધના ગુપ્ત સામ્રાજ્યની પડતી શરૂ થઈ હતી તે બાલાદિત્યના મૃત્યુ પછી લગભગ પૂરી થઈ (લગભગ 530). એ અરસામાં ત્યાં ઉત્તરકાલીન ગુપ્તોનો રાજવંશ સત્તારૂઢ થયો. એનો પહેલો જ્ઞાત રાજા કૃષ્ણગુપ્ત છે. પ્રશસ્તિમાં એને ગિરિ જેવો ઉન્નત અને સિંહ જેવો પરાક્રમી કહ્યો…
વધુ વાંચો >કૉર્પસ ઇન્સ્ક્રિપ્શનમ્ ઇન્ડિકેરમ
કૉર્પસ ઇન્સ્ક્રિપ્શનમ્ ઇન્ડિકેરમ : ભારતીય અભિલેખોના સંગ્રહની ગ્રંથશ્રેણી. આર્કિયૉલૉજિકલ સરવે ઑવ્ ઇન્ડિયામાં અભિલેખવિદ્યાનો વિભાગ રખાયો અને ‘ઇન્ડિયન ઍન્ટિક્વરી’ તથા ‘એપિગ્રાફિયા ઇન્ડિકા’ જેવાં સામયિકોમાં ભારતના અનેકાનેક અભિલેખ પ્રકાશિત થતા રહ્યા. પછી ‘કૉર્પસ ઇન્સ્ક્રિપ્શનમ્ ઇન્ડિકેરમ’ ગ્રંથશ્રેણી શરૂ થઈ. એના ગ્રંથ 1માં અશોકના અભિલેખોનો સંગ્રહ કનિંગહમે 1877માં પ્રકાશિત કર્યો, જેની સુધારેલી આવૃત્તિ હુલ્શે…
વધુ વાંચો >કૌટિલ્ય
કૌટિલ્ય : પ્રસિદ્ધ અર્થશાસ્ત્ર-વિષયક ગ્રંથના કર્તા વિષ્ણુગુપ્ત ચાણક્ય. તેઓ તેમની રાજનીતિ આદિ વિષયોની વિદ્વત્તાને કારણે વિખ્યાત છે. ‘કૌટિલીય અર્થશાસ્ત્ર’ નામનો તેમનો રાજનીતિવિષયક ગ્રંથ વિશ્વના આ વિષયના પ્રાચીન ગ્રંથોમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. ‘ચાણક્ય’ નામ તેમના પિતા ચણકના નામ ઉપરથી પડેલું છે. બુંદેલખંડના નાગૌંદાનગર સમીપના ચણક (આધુનિક નાચના) ગામના નિવાસી હોવાથી…
વધુ વાંચો >