હરિપ્રસાદ ગં. શાસ્ત્રી

ઉદયન

ઉદયન : વત્સ દેશનો પ્રસિદ્ધ પૌરાણિક રાજા. એ ભરત જાતિના કુરુકુલના રાજા શતાનીકનો પુત્ર હતો. એને અવંતિના રાજા પ્રદ્યોત સાથે શત્રુતા હતી. પરંતુ પ્રદ્યોતે વીણાવાદન દ્વારા ઉન્મત્ત ગજને વશ કરવાના નિમિત્તે કૃત્રિમ ગજનું ષડ્યંત્ર રચી એને કેદ કર્યો ને પોતાની કુંવરી વાસવદત્તાને એની પાસે સંગીત શીખવા મૂકી. વત્સરાજ ઉદયન અને…

વધુ વાંચો >

ઉદયન મંત્રી (11મી-12મી સદી)

ઉદયન મંત્રી (11મી-12મી સદી) : સિદ્ધરાજ જયસિંહનો એક મંત્રી. મરુમંડલ(મારવાડ)નો આ શ્રીમાલી વણિક અર્થોપાર્જન માટે કર્ણાવતી આવ્યો ને લાછિ નામે છીપણના સહકારથી ત્યાં વસી સંપત્તિવાન થયો. સમય જતાં એ સિદ્ધરાજ જયસિંહના મંત્રીમંડળમાં પ્રવેશ પામ્યો ને ઉદયન મંત્રી તરીકે ઓળખાયો. એ ખંભાતનો સ્થાનિક અધિકારી લાગે છે. ત્યાં એણે રાજપુત્ર કુમારપાલને આશ્રય…

વધુ વાંચો >

ઐક્ષ્વાકુ વંશ

ઐક્ષ્વાકુ વંશ : વૈવસ્વત મનુના જ્યેષ્ઠ પુત્ર ઇક્ષ્વાકુમાંથી નીકળેલો રાજવંશ. એની રાજધાની અયોધ્યા હતી. આ વંશમાં શશાદ, કકુત્સ્થ, શ્રાવસ્ત, માંધાતા, ત્રિશંકુ, હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ, અંબરીષ, ઋતુપર્ણ, દિલીપ, રઘુ, અજ અને દશરથ જેવા અનેક પ્રતાપી રાજાઓ થયા. દશરથના પુત્ર રામ ભગવાન વિષ્ણુના અવતાર ગણાયા. રામના પુત્ર કુશના વંશમાં પાંડવોના સમયમાં બૃહદબલ…

વધુ વાંચો >

ઐલ વંશ

ઐલ વંશ : વૈવસ્વત મનુની પુત્રી ઇલામાંથી ઉદભવેલો રાજવંશ. ઇલાનો પતિ બુધ ચંદ્રનો પુત્ર હોઈ આ વંશ આગળ જતાં ચંદ્રવંશ તરીકે ઓળખાયો. બુધ-ઇલાનો પુત્ર પુરુરવા પ્રતિષ્ઠાનપુરમાં રાજ્ય કરતો હતો. એના બીજા પુત્ર અપાવસુથી કાન્યકુબ્જ શાખા નીકળી. પુરુરવાના મોટા પુત્ર આયુના પુત્ર નહુષે હજાર યજ્ઞ કરી ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું. નહુષના નાના…

વધુ વાંચો >

કતારગામ

કતારગામ : ગુજરાતમાં સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં 21o 10′ ઉ. અ. અને 72o પૂ. રે. ઉપર સુરતથી 3.2 કિમી.ના અંતરે આવેલું ગામ. અગાઉ અહીં મોટું વન હતું તે કારણે તેનું કાંતારગ્રામ નામ પડ્યું હતું. તે તાપીને કાંઠે છે અને તેના ભાઠાની જમીન ફળદ્રૂપ છે; તેથી શાકભાજીનું વાવેતર વિશેષ છે. કતારગામની…

વધુ વાંચો >

કર્ણદેવ (પહેલો)

કર્ણદેવ (પહેલો) (1064-1094) : ગુજરાતના સોલંકી વંશનો રાજા. એ ભીમદેવ પહેલાનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો. એણે લાટના ચાલુક્ય રાજા ત્રિલોચનપાલને હરાવી નાગસારિકા (નવસારી) મંડલમાં પોતાની સત્તા પ્રસારી. 1074માં ત્યાંના એક ગામનું દાન દીધું. પરંતુ લાટના રાજપુત્ર ત્રિવિક્રમપાલના કાકા જગત્પાલે લાટ પાછું લઈ ત્યાંના ગામનું દાન દીધું (1077). કર્ણદેવે ‘ત્રૈલોક્યમલ્લ’ બિરુદ…

વધુ વાંચો >

કર્ણદેવ (વાઘેલો)

કર્ણદેવ (વાઘેલો) (શાસનકાળ 1296થી 1304) : સારંગદેવનો ભત્રીજો અને ઉત્તરાધિકારી. તે કર્ણદેવ 2જો કહેવાય છે. એ 1296માં ગુજરાતની ગાદીએ આવ્યો. એનાથી નારાજ થયેલા માધવ મંત્રીની પ્રેરણાથી દિલ્હીના અલાઉદ્દીન ખલજીના સૈન્યે 1299માં પાટણ પર ચડાઈ કરી. કર્ણદેવ છીંડું પાડી નાસી ગયો, પણ મુસ્લિમ ફોજ પાછી જતાં કર્ણદેવ પાછો ફર્યો ને પાટણનો…

વધુ વાંચો >

કર્ણાવતી

કર્ણાવતી : ગુજરાતના સોલંકી રાજા કર્ણદેવ પહેલાએ અગિયારમી સદીના અંતભાગમાં આશાપલ્લીના ભિલ્લ રાજા આશા ઉપર આક્રમણ કરી, એને હરાવી, વસાવેલી નગરી. પછી પોતે પણ ત્યાં રહ્યો. આ આક્રમણમાં એને જે જગ્યાએ ભૈરવદેવીના શુક્ધા થયેલા ત્યાં એણે કોછરવાદેવીનું મંદિર બંધાવ્યું. અમદાવાદ પાસે સાબરમતીની પશ્ચિમે આવેલા ‘કોચરબ’ પરામાં એ દેવીનું નામ જળવાયું…

વધુ વાંચો >

કલ્હણ

કલ્હણ (બારમી સદી) : ઐતિહાસિક કાવ્ય ‘રાજતરંગિણી’ના રચનાર કાશ્મીરી કવિ. કાશ્મીરના રાજા હર્ષ(1089-1101)ના મહામાત્ય ચણપકના તે પુત્ર હતા. તે કાશ્મીરના બ્રાહ્મણ હતા. એમના કાકા કણ પણ રાજા હર્ષના માનીતા હતા. રાજકીય સંઘર્ષના વિષમ સંયોગોમાં કલ્હણે રાજદરબારથી અલિપ્ત રહી કાશ્મીરના પ્રાદેશિક ઇતિહાસ ‘રાજતરંગિણી’ની રચના કરી હતી. આ કૃતિ રાજા જયસિંહના રાજ્યકાલ…

વધુ વાંચો >

કવિ શ્રીપાલ

કવિ શ્રીપાલ (બારમી સદી) : સિદ્ધરાજ જયસિંહના સમયના પ્રજ્ઞાચક્ષુ રાજકવિ. એ પ્રાગ્વાટ (પોરવાડ) જ્ઞાતિના હતા. સિદ્ધરાજે બંધાવેલા સહસ્રલિંગ સરોવર વિશે એમણે સંસ્કૃતમાં પ્રશસ્તિકાવ્ય રચેલું, તે શિલા પર કોતરાવી એના કીર્તિસ્તંભમાં મૂકેલું. એનો એક નાનો ટુકડો પાટણમાં એક મંદિરની ભીંતમાં ચણેલો છે. સિદ્ધરાજે સિદ્ધપુરના રુદ્રમહાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો તેની પ્રશસ્તિ પણ શ્રીપાલે…

વધુ વાંચો >