કૃષ્ણગુપ્ત

January, 2008

કૃષ્ણગુપ્ત (છઠ્ઠી સદી) : ઉત્તરકાલીન ગુપ્ત રાજવી. સ્કંદગુપ્તના મૃત્યુ પછી મગધના ગુપ્ત સામ્રાજ્યની પડતી શરૂ થઈ હતી તે બાલાદિત્યના મૃત્યુ પછી લગભગ પૂરી થઈ (લગભગ 530). એ અરસામાં ત્યાં ઉત્તરકાલીન ગુપ્તોનો રાજવંશ સત્તારૂઢ થયો. એનો પહેલો જ્ઞાત રાજા કૃષ્ણગુપ્ત છે. પ્રશસ્તિમાં એને ગિરિ જેવો ઉન્નત અને સિંહ જેવો પરાક્રમી કહ્યો છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી