સ્થાપત્યકલા
એફિલ, ઍલેક્ઝાન્દ્ર ગુસ્તાવ
એફિલ, ઍલેક્ઝાન્દ્ર ગુસ્તાવ (જ. 15 ડિસેમ્બર 1832, દજોન, ફ્રાન્સ; અ. 27 ડિસેમ્બર 1923, પૅરિસ, ફ્રાંસ) : ફ્રાન્સના પ્રસિદ્ધ સિવિલ ઇજનેર. તેમણે 1889માં જગપ્રસિદ્ધ એફિલ ટાવર બંધાવ્યો અને તે રીતે તેઓ જગપ્રસિદ્ધ બન્યા. તેમણે 1855માં સિવિલ ઇજનેરની ગ્રૅજ્યુએટ(ઇકોલે સેન્ત્રેઇલ દ આટર્સ એત મેન્યુફેક્ચરર્સ)ની પદવી મેળવી. એફિલ ટાવરના બાંધકામ પહેલાં તે પુલો…
વધુ વાંચો >એફિલ ટાવર
એફિલ ટાવર (1889) : સ્થાપત્ય ઇજનેરી તથા તકનિકી ક્ષેત્રને લગતી વિશ્વની એક અદભુત તથા શ્રેષ્ઠ કલાકૃતિ. આ ગગનચુંબી કીર્તિસ્તંભ ફ્રાન્સના પાટનગર પૅરિસમાં કૅમ્પ-દ-માર્સના પશ્ચિમ છેડે સીન નદીના દક્ષિણ કિનારા પર 1889માં ફ્રેન્ચ રાજ્યક્રાંતિની પ્રથમ શતાબ્દીની ઉજવણી પ્રસંગે તેની કાયમી યાદ તરીકે બાંધવામાં આવ્યો હતો. તે માટે યોજવામાં આવેલી જાહેર હરીફાઈમાં…
વધુ વાંચો >એબટમેન્ટ
એબટમેન્ટ : સ્તંભો અથવા દીવાલોમાંની કમાનોના છેડાને ટેકો પ્રદાન કરતો બંને બાજુનો આધાર; ખાસ કરીને કમાનમાંથી પ્રસરતા વજનને તેના દ્વારા આધાર મળે છે. રવીન્દ્ર વસાવડા
વધુ વાંચો >એમ્માનેતી, બાતૉર્લૉમ્યો
એમ્માનેતી, બાતૉર્લૉમ્યો (જ. 18 જૂન 1511, ફ્લૉરેન્સ નજીક, સેત્તિન્યાનો, ઇટાલી; અ. 22 એપ્રિલ 1592, ફ્લૉરેન્સ, ઇટાલી) : રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. ફ્લૉરેન્ટાઇન રેનેસાંસના વિકાસના અંતિમ તબક્કામાં એમ્માનેતીનું યોગદાન મહત્ત્વનું છે. કલાપુરસ્કર્તા મેદિચી પરિવારે તેમને આશ્રય આપેલો. એમ્માનેતીની પ્રથમ રચના ફલૉરેન્સના પિયાત્ઝા દેલ્લા સિન્યૉરા ચોક માટેનો નેપ્ચૂન નામનો ફુવારો છે. સ્થપતિ જૅકોપો…
વધુ વાંચો >એલિઝાબેથન સ્થાપત્ય
એલિઝાબેથન સ્થાપત્ય : પુનરુત્થાનયુગ(renaissance)ના સ્થાપત્યની ઉપરછલ્લી સમજ અને ઇંગ્લૅન્ડમાં ગોથિક શૈલીની લંબાયેલી અસરને લઈને સોળમી સદીના ઉત્તરાર્ધમાં આ એલિઝાબેથન સ્થાપત્યશૈલી પ્રચલિત બની. ખરી રીતે હેનરી આઠમાના સમયથી જ્યારથી પુનરુત્થાન યુગના સ્થાપત્યની શૈલી એક સ્વીકૃત માધ્યમ ગણાયેલ ત્યારથી એલિઝાબેથન શૈલીનાં મંડાણ થયાં ગણાય છે. જોકે એલિઝાબેથ 1558માં ગાદીએ આવેલ. રહેઠાણોના નકશા…
વધુ વાંચો >એલિફન્ટા
એલિફન્ટા : મુંબઈથી 8 કિમી. દૂર અરબી સમુદ્રમાં આવેલો ટાપુ. ત્યાં આવેલી શૈવ ગુફાઓ અને તેમાંનાં શિલ્પોને કારણે, વિશેષ તો ત્રિમુખધારી મહેશની મૂર્તિને લીધે પ્રસિદ્ધ છે. ગેટ વે ઑવ્ ઇન્ડિયાએથી સ્ટીમલૉન્ચ દ્વારા ત્યાં જવાની વ્યવસ્થા છે. આ ટાપુ 5.2 ચોકિમી.નો વિસ્તાર ધરાવે છે. તેનું સ્થાનિક નામ ઘારાપુરી છે. આ નામ…
વધુ વાંચો >ઑપેરા હાઉસ, પૅરિસ
ઑપેરા હાઉસ, પૅરિસ : ફ્રાન્સના સ્થાપત્યના બીજા સામ્રાજ્યકાળ (1848-70) દરમિયાન, 1861-74 દરમિયાન બંધાયેલી ઇમારત. તેના સ્થપતિ ચાર્લ્સ ગારનીર્યની અગત્યની કૃતિ ગણાય છે. તે મકાન મુખ્યત્વે ફ્રાન્સિસી નિયો-બારોક સ્થાપત્યના ર્દષ્ટાંતરૂપ છે. આધુનિક સ્થાપત્યની વિચારધારા પ્રમાણે કદાચ અતિરેક દર્શાવતી, પરંતુ પુરાતનકાળની બાંધકામશૈલીઓ પર આધારિત તેની રચના એક અનોખી કલાના નમૂનારૂપ ગણાય છે.…
વધુ વાંચો >ઑ-બગીચા-સુર્ચા (કીયાન્ગ્સુ દક્ષિણ ચીન)
ઑ-બગીચા-સુર્ચા (કીયાન્ગ્સુ, દક્ષિણ ચીન) : મીન્ગ વંશ(પંદરમીથી સત્તરમી સદી)ના એક વિદ્વાનનો વિશાળ આવાસ. તત્કાલીન સંસ્કૃતિને અનુરૂપ આનાં ‘સરોવર’, ‘પર્વતો’, ‘નદીઓ’ અને તેના પુલ અને બગીચા આ રહેણાકની આજુબાજુ બ્રહ્માંડનું એક નાનું પ્રતિબિંબ ખડું કરતા. આ રહેણાકનાં (1) બગીચા, (2) ખડકો, (૩) પટાંગણ, (4) પ્રવેશ, (5) સત્કાર-ખંડ, (6) વાચનાલય, (7) વિશેષ…
વધુ વાંચો >ઓરિયેલ અને બૉવિન્ડો (bau-window)
ઓરિયેલ અને બૉવિન્ડો (bau-window) : ઘરનો (દીવાલમાંથી) આગળ પડતો કોણાકાર અથવા ગોળાકાર ભાગ, જે જાળી વડે બંધ કરવામાં આવે. ગોળાકાર બારીને બૉવિન્ડો કહે છે. આવો ભાગ ઉપરના માળ પર આયોજવામાં આવે ત્યારે તેને ઓરિયેલ કહે છે. ઘણી વખત ઉપરના માળના ખૂણાના ભાગ પર આવી બારી બેસાડવામાં આવે છે, જે યુરોપીય…
વધુ વાંચો >ઓરિસાનું સ્થાપત્ય
ઓરિસાનું સ્થાપત્ય : ઓરિસામાં શૈલાત્મક (rock-cut) અને ઇમારતી (structural) – બંને પ્રકારનું સ્થાપત્ય આવેલું છે. શૈલાત્મક સ્થાપત્ય ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદીનું છે અને તે જૈન ગુફાઓને સ્વરૂપે છે. ઇમારતી પ્રકારના સ્થાપત્યમાં મંદિરોનો સમાવેશ થાય છે. તેમનો સમય ઈ. સ. 800-1250નો છે. કટકની પાસે આવેલી ગુફાઓ શૈલાત્મક…
વધુ વાંચો >