સૂર્યકાન્ત શાહ

વિબંધન (Estoppel)

વિબંધન (Estoppel) : ધારાકીય જોગવાઈ અને અદાલતી ચુકાદાઓમાંથી પેદા થયેલું બંધન. ભૂતકાળમાં કોઈ પણ પક્ષકારે ન્યાયાલયમાં ગેરરજૂઆત કરી હોય તો તે પાછળથી સાચી પરિસ્થિતિની રજૂઆત કરીને તેમાંથી નિષ્પન્ન થતા લાભને મેળવી શકતો નથી. આ પ્રમાણે ગેરરજૂઆત કરનાર પક્ષકાર ઉપર ભવિષ્યમાં લાભ મેળવવા વિરુદ્ધ જે બંધન મૂકવામાં આવ્યું છે તેને વિબંધન…

વધુ વાંચો >

વીમાની પૉલિસી

વીમાની પૉલિસી : વીમો ઉતારનાર અને લેનાર વચ્ચેનો લેખિત કરાર. વીમો ઉતારનાર મહદ્અંશે કંપની સ્વરૂપે હોય છે. કોઈ એક કંપની અનેક વીમા લેનારાના વીમા ઉતારે છે. બધા વીમા લેનારા વચ્ચે સમાનતા જળવાઈ રહે તે હેતુથી વીમા કંપની પૉલિસીનું પત્રક એકસરખું તૈયાર કરીને છાપે છે. વીમાના મુખ્યત્વે બે પ્રકાર છે :…

વધુ વાંચો >

વીમાયોગ્ય હિત

વીમાયોગ્ય હિત : વીમાનો કરાર કરવામાં વીમો લેનારને વિશુદ્ધ (genuine) હિત હોવું જોઈએ તે પ્રકારનો કાનૂની સિદ્ધાંત. અપેક્ષિત જોખમ જો વાસ્તવિકતામાં પરિણમે તો તેમાંથી થતા નુકસાનનું વળતર મેળવવા માટે કરવામાં આવતા વીમાકરારમાં વીમો લેનારનો વીમા-વસ્તુમાં એવો સ્વાર્થ હોવો જોઈએ કે તે વસ્તુના ટકવાથી વીમો લેનારનો સ્વાર્થ સચવાતો હોય અને એના…

વધુ વાંચો >

વીમા-વળતર

વીમા–વળતર : કુદરતી મૃત્યુથી ઉત્તરજીવી સગાને અથવા આગ, અકસ્માત અને ચોરીના લીધે મિલકતને થયેલી હાનિ અને ખોટ માટે વીમો ઉતારનાર દ્વારા વીમો ઉતરાવનારને કરવામાં આવતી નાણાકીય ચુકવણી. જેમને જોખમનો ભય સતાવતો હોય તેઓ પ્રીમિયમ નામની થોડી થોડી રકમ ભરી, જેને ખરેખર નુકસાન થાય તેને તે ભરપાઈ થાય એટલી રકમ મળે…

વધુ વાંચો >

વ્યવહાર-વિશ્લેષણ (transactional analysis)

વ્યવહાર–વિશ્લેષણ (transactional analysis) : સંસ્થા, તેનાં વિવિધ જૂથો અને પ્રત્યેક જૂથમાં સમાવિષ્ટ કર્મચારીઓના એકબીજા સાથે તથા અંદરોઅંદર કરવામાં આવતા વ્યવહારોનું વિશ્લેષણ. સંસ્થાની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે સંશોધન કરવાની એક પ્રણાલિકા વિકસાવવામાં આવી છે. આ સંશોધનનાં પાંચ ઘટકો છે : (1) સંસ્થાની સમસ્યાનું પ્રારંભિક નિદાન, (2) નિદાનના અનુમોદન માટે આધાર-સામગ્રી એકઠી…

વધુ વાંચો >

વ્યાપારી દસ્તાવેજો

વ્યાપારી દસ્તાવેજો : કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહારોની વિગતોને કોઈ પણ સ્વરૂપે દર્શાવતા પુરાવાઓ. મહદ્અંશે દસ્તાવેજો કાગળ-સ્વરૂપે હોય છે. પ્રાચીન કાળમાં વૃક્ષોના પાન પર પણ આ વિગતો દર્શાવવામાં આવતી હતી. આધુનિક કાળમાં આ વિગતો ફ્લૉપી અને સી.ડી. સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે. આમ, સ્વરૂપ ગમે તે હોય, જો તે આર્થિક…

વધુ વાંચો >

વ્યાપારી બૅન્ક

વ્યાપારી બૅન્ક : વ્યાપારક્ષેત્રે જરૂરિયાતમંદને ધિરાણ કરતી બૅન્ક. બૅન્કોનાં મુખ્ય કાર્યોમાં થાપણો સ્વીકારવાનું અને ધિરાણ આપવાનું છે. સમાજના કોઈ પણ વર્ગના લોકો થાપણ મૂકે તેમાં બૅન્કને વિશિષ્ટ કૌશલ્ય અને માહિતીની જરૂર પડતી નથી; પરન્તુ ધિરાણ આપવાના કામમાં બૅન્કે વિવિધ વ્યવસાયના, વિવિધ ક્ષેત્રના અને વિવિધ હેતુઓ ધરાવનારાં સાથે વ્યવહાર કરવા પડે…

વધુ વાંચો >

શિપિંગ કૉન્ફરન્સ

શિપિંગ કૉન્ફરન્સ : એકસરખા જ સામુદ્રિક માર્ગ ઉપર વારંવાર આવ-જા કરતાં લાઇનર જહાજોના માલિકોના સમૂહની યાત્રીઓનું ભાડું અને માલ-પરિવહનનું નૂર નક્કી કરવા માટે અવારનવાર મળતી પરિષદ. દરિયાઈ માર્ગવ્યવહારમાં નિશ્ચિત સમયે નૂરના નિશ્ચિત દરે અને નિશ્ચિત માર્ગે માલ વહન કરતાં જહાજો લાઇનર તરીકે ઓળખાય છે. માલ વહન કરવામાં સમય, નૂરના દર…

વધુ વાંચો >

શૂન્ય-આધારિત બજેટિંગ (zero based budgeting – ZBB)

શૂન્ય–આધારિત બજેટિંગ (zero based budgeting – ZBB) : ઉત્પાદનની ચાલુ પ્રવૃત્તિઓ જારી રાખવી, વધારવી, ઘટાડવી અથવા બંધ કરવી તેનો નિર્ણય કરવા માટે સંચાલકોએ પ્રત્યેક વર્ષે બધી પ્રવૃત્તિઓનું નવેસરથી મૂલ્યાંકન કરવાનો અપનાવેલો વ્યવસ્થિત અભિગમ. સામાન્ય રીતે ઉત્પાદક સંસ્થા/કંપનીનું નવા વર્ષનું અંદાજપત્ર તૈયાર કરવા માટે ચાલુ વર્ષમાં કરેલો ખર્ચ ઉચિત પ્રમાણમાં કરેલો…

વધુ વાંચો >

શૅરદલાલ

શૅરદલાલ : શૅર, સ્ટૉક અને અન્ય જામીનગીરીઓનાં ખરીદનાર અને વેચનારની વચ્ચે કડી જેવી મધ્યસ્થીની સેવા આપનાર. શૅરદલાલે  કોઈકના વતી શૅર, સ્ટૉક વગેરેનાં ખરીદ-વેચાણ કરવાનાં હોય છે, ત્યારે પ્રતિપક્ષને શોધીને સોદો સંપૂર્ણ કરવાની જરૂર ઊભી થતી નથી. ખરીદનારા કે વેચનારાએ જે ભાવે સોદો કરવાની શૅરદલાલને સૂચના આપી હોય તે ભાવે શૅરદલાલ…

વધુ વાંચો >