કેવલરામ સલામતરાય

January, 2008

કેવલરામ સલામતરાય (જ. 1809; અ. ?) : સિંધી ગદ્યલેખક. જોકે, તેઓ મોટા ગદ્યલેખક ન હતા, છતાં પોતાના વિશિષ્ટ ગદ્યને લીધે સિંધી વાચકો પર ઊંડી છાપ મૂકી ગયેલા. તેમણે ‘ગુલ’ (ફલાવર); ‘ગુલશકર’ (ફ્રેગ્રન્ટ કેન્ડી) અને ‘સુખડી’ (ગિફટ) નામક ગ્રંથો આપ્યા છે. આ પુસ્તકો હસ્તપ્રતરૂપે 1864-1871 વચ્ચે તૈયાર થયેલા, જે છેક 1905માં પ્રસિદ્ધ કરાયેલા.

તેઓ પ્રથમ શૈલીકાર હતા. કદાચ તેમનું ગદ્ય આજે વિચિત્ર જણાય; પણ તેના પર સાદીના ગુલિસ્તાં જેવાં ફારસી લખાણોનો પ્રભાવ વરતાય છે. તેમનું બોધપ્રદ લખાણ રસાળ હતું. તેઓ ઉદાહરણો કે ટુચકા દ્વારા નીતિવચનો રજૂ કરતા. તેમના ગ્રંથ ‘ગુલશકર’માં સેંકડો કહેવતો તથા માર્મિક લખાણોનો છૂટથી ઉપયોગ કરીને તેને વેધક બનાવ્યું છે. તેઓ તેમનાં લખાણોનો મુસ્લિમોએ પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો છે.

જયંત રેલવાણી