સાહિત્યતત્વ

પ્રગતિવાદ

પ્રગતિવાદ : સમાજ અને સાહિત્યની પ્રગતિશીલતા સાથે સંકળાયેલો એક વિચારમૂલક અભિગમ. ‘પ્રગતિ’ શબ્દનો અર્થ છે – આગળ ચાલવું, વિકાસ કરવો. પરંતુ એક વાદ તરીકે પ્રગતિવાદ માર્ક્સવાદી વિચારધારાનું સાહિત્ય કે કલામાં પ્રતિફલન છે. ‘પ્રોગ્રેસિવિઝમ’ એવી સંજ્ઞા પશ્ચિમી સાહિત્ય-સંદર્ભમાં રચાયેલી મળતી નથી, પણ ‘પ્રોગ્રેસિવ લિટરેચર’ એવી સાહિત્ય અંગેના એક વિશિષ્ટ વલણને નિર્દેશતી…

વધુ વાંચો >

પ્રતીક

પ્રતીક : સાહિત્યિક પરિભાષાની એક સંજ્ઞા. સાહિત્યના સંદર્ભમાં પ્રતીકના મુખ્ય બે અર્થ થાય છે : સાહિત્યિક પ્રક્રિયા તરીકેનો અને સાહિત્યિક મૂલ્ય તરીકેનો. ભાષાનો પ્રત્યેક શબ્દ પ્રતીક બની શકે, સાહિત્ય પોતે પણ પ્રતીક બની શકે. સાહિત્યના સંદર્ભમાં પ્રતીક એટલે સંબંધ સ્થાપવાની, વક્તવ્યની, અભિવ્યક્તિની વિશિષ્ટ રીત. સાહિત્યમાં કોઈ પણ શબ્દ ત્રણ રૂપે…

વધુ વાંચો >

પ્રતીકવાદ

પ્રતીકવાદ : ઓગણીસમી સદીના અંતિમ બે દાયકામાં વિકસેલી સાહિત્યજગતની પ્રતીકકેન્દ્રી સર્જનની વિચારધારા. વીસમી સદીના વિશ્વસાહિત્ય માટે તે પ્રભાવક પુરવાર થઈ છે. આધુનિક કવિતાના સર્જન પાછળ અસ્તિત્વવાદ કે અસંગતવાદની ફિલસૂફી કે સમય વિશેની બર્ગસોનિયન વિચારધારા અવશ્ય પ્રભાવક હતી, પણ સૌથી વધુ પ્રભાવ પડ્યો પ્રતીકવાદનો. સત્તરમી-અઢારમી સદીના ભૌતિકતાવાદ અને નવપ્રશિષ્ટવાદનું દર્શન હતું…

વધુ વાંચો >

પ્રથમપુરુષ કથનપદ્ધતિ (First Person Narration)

પ્રથમપુરુષ કથનપદ્ધતિ (First Person Narration) : નવલકથામાં પ્રયોજાતી કથનની વિશિષ્ટ પદ્ધતિ. મોટાભાગની નવલકથાઓ સીધી કથનપદ્ધતિથી લખાય છે. તેમાં લેખક પોતે જ વાર્તાકથન કરે છે. પોતે સર્વજ્ઞ હોય તે રીતે પાત્રપ્રસંગની ગોઠવણી કરીને લેખક વાર્તા કહેતો જાય છે. કેટલીક વાર વચ્ચે વચ્ચે સ્વગતોક્તિઓ, સ્વપ્નો, પત્રો, રોજનીશીના ટુકડા વગેરે મૂકીને પાત્રોના આંતરજીવનમાં…

વધુ વાંચો >

પ્રભાવવાદ (સાહિત્યમાં)

પ્રભાવવાદ (સાહિત્યમાં) : યુરોપીય ચિત્રકલાક્ષેત્રમાંથી આવેલી સંજ્ઞા. એના માટે ‘ચિત્તસંસ્કારવાદ’ પર્યાય પણ યોજાયો છે. આ આંદોલનનો ઉદગમ ફ્રાન્સમાં, અને ખાસ તો પૅરિસમાં થયો હતો. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં 1870ની આસપાસ ચિત્રકારોનું એક જૂથ એદૂઆર્દ મૅને(1812–83)ના નેતૃત્વ હેઠળ સક્રિય થયું. એમાં મૅને સાથે ક્લૉદ મૉને, દેગા, પિસારો, રેન્વા જેવા ચિત્રકારો પણ સામેલ…

વધુ વાંચો >

પ્રયોગવાદ

પ્રયોગવાદ : સ્થગિતતા સામેની પ્રતિક્રિયા રૂપે આવિષ્કાર પામેલો સાહિત્યિક અભિગમ. ‘પ્રયોગ’ સંજ્ઞા અહીં વિજ્ઞાનક્ષેત્રમાં જે અર્થમાં વપરાય છે એ અર્થમાં નથી વપરાયેલી, પણ જે કાંઈ સ્થગિત છે, જે કાંઈ સ્થિર છે, એનાથી છૂટા પડવા માટે અને ગતિશીલતાને સૂચવવા માટે વપરાયેલી છે. કોઈ પણ સાહિત્યનો ઇતિહાસ દર્શાવે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં…

વધુ વાંચો >

પ્રશિષ્ટતાવાદ (classicism)

પ્રશિષ્ટતાવાદ (classicism) : પ્રાચીન ગ્રીક સાહિત્ય અને કલાના નમૂનાને આદર્શ લેખી અનુસરવાનો વાદ. ગ્રીક અને રોમન આદર્શો પર આધારિત એવી કલાના સ્વરૂપ અંગેની વિભાવના સાથે સંબંધ ધરાવતી આ સંજ્ઞા યુરોપીય સાહિત્યમાં વિવેચનક્ષેત્રે એક ચોક્કસ પ્રકારના વાદને અભિવ્યક્ત કરે છે. આ સંજ્ઞાને સમજવા માટે એની સાથે સંકળાયેલી વર્ગ (class), પ્રશિષ્ટ (classic),…

વધુ વાંચો >

પ્રેરણા

પ્રેરણા : કલાસર્જન માટે અપેક્ષિત કે આવશ્યક પ્રેરક બળ. આ ઉપરથી ‘પ્રેરણાનો સિદ્ધાંત’ રચાયો છે. મૂળ લૅટિન inspirare – ‘શ્વાસ અંદર લેવો’ – તે ઉપરથી પ્રેરણા આપવી તે; કાવ્ય અને ધર્મગ્રંથમાં દૈવી પ્રેરણા; સુઝવાડાયેલો વિચાર; એકદમ સ્ફુરેલો સુંદર વિચાર – કલ્પના. કલાસર્જનમાં કૃતિની રચના પહેલાં સર્જકમાં ઉદભવતા સર્જનાત્મક ઉત્સાહ કે…

વધુ વાંચો >

ફોવવાદ

ફોવવાદ : 1905ની આસપાસ શરૂ થયેલો યુરોપની કલાનો એક વાદ. હાંરી માતિસને આ વાદના અગ્રણી ગણી શકાય. આ ઉપરાંત માર્ક્વે (Marquet), ડેરેઇન (Derain), વ્લામિંક (Vlamink) અને રૂઓ (Roult) જેવા મહત્વના કલાકારો પણ આ વાદના નેજા હેઠળ હતા. અન્ય ગૌણ કલાકારોમાં માન્ગ્વિન, કેમોઇન, ઝ્યાં પુઇ અને ઑથોન ફ્રીજનો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >

ફ્રી વર્સ

ફ્રી વર્સ : કાવ્યરચનાના સંદર્ભમાં વપરાતો શબ્દપ્રયોગ. ફ્રી વર્સને ગુજરાતીમાં મુક્ત પદ્ય કહી શકાય. પણ ‘ફ્રી વર્સ’ – ‘મુક્ત પદ્ય’ – શબ્દપ્રયોગ એ વદતોવ્યાઘાત છે. પદ્યમાં લયનું નિયંત્રણ-નિયમન અનિવાર્યપણે હોય જ; એથી તો પદ્યનું પદ્યત્વ સિદ્ધ થાય છે. એટલે પદ્ય મુક્ત ન હોય. પદ્ય હોય તો મુક્ત નહિ, અને મુક્ત…

વધુ વાંચો >