શિવપ્રસાદ રાજગોર

નૉરફોક

નૉરફોક : યુ. એસ. ના વર્જિનિયા રાજ્યના અગ્નિ ખૂણે આવેલું રાજ્યનું સૌથી મોટું શહેર, મોટું બંદર અને મહત્વનું નૌકાસૈન્ય-મથક. ભૌગોલિક સ્થાન : 36° 50´ ઉ. અ. અને 76° 17´ પ. રે.. તે હૅમ્પટન રોડની દક્ષિણે એલિઝાબેથ નદી પર વસેલું છે. 1680ના કાયદા મુજબ મૂળ રેડ ઇન્ડિયનોના અસલી ગામના સ્થળે 1682માં…

વધુ વાંચો >

નોવા સ્કૉશિયા

નોવા સ્કૉશિયા : કૅનેડાના પૂર્વ ભાગમાં આવેલા ચાર આટલાન્ટિક પ્રાંતો પૈકીનો એક દરિયાઈ પ્રાંત. નોવા સ્કૉશિયા એ તેનું લૅટિન નામ છે, જ્યારે સ્કૉટિશ હાઈલૅન્ડરોએ આપેલું તેનું અંગ્રેજી નામ ન્યૂ સ્કૉટલૅન્ડ છે. તેમાં કૅપ બ્રેટન ટાપુનો પણ સમાવેશ થઈ જાય છે. તે 43° 20´ થી 46° 50´ ઉ. અ. અને 60°…

વધુ વાંચો >

નોસ્ત્રડેમસ

નોસ્ત્રડેમસ (માઇકલ દ નોત્રેડેમનું લૅટિન નામ) (જ. 14 ડિસેમ્બર  1503, સેંટ રેમી, ફ્રાન્સ; અ. 2 જુલાઈ 1566, સલોં, ફ્રાન્સ) : ફ્રાન્સનો ભવિષ્યવેત્તા અને તબીબ. 1529માં એજનમાં તબીબ વ્યવસાયનો પ્રારંભ કર્યો; 1544માં સલોંમાં વસવાટ કર્યો. 1546–47માં પ્લેગ ફાટી નીકળતાં તેમણે જે નવતર અને મૌલિક પ્રકારની દવા અને સારવાર આપી તેથી ત્યાં…

વધુ વાંચો >

ન્યૂ ઑર્લીઅન્સ

ન્યૂ ઑર્લીઅન્સ : યુનાઇટેડ સ્ટેટ્સના લૂઇઝિયાના રાજ્યનું સૌથી મોટું શહેર અને ન્યૂયૉર્ક પછીનું બીજા ક્રમનું બંદર. તે મિસિસિપીના મુખથી 160 કિમી. અંતરે અંદરના ભાગમાં નદીના પૂર્વકાંઠે આવેલું છે. ભૌગોલિક સ્થાન: 29° 57´ ઉ. અ. અને 90° 04´ પ. રે.. શહેરનો મોટો ભાગ નદીના પૂર્વ કાંઠા અને પૉન્ચરટ્રેન સરોવર વચ્ચે ચંદ્રાકારે…

વધુ વાંચો >

ન્યૂઝીલૅન્ડ

ન્યૂઝીલૅન્ડ : દક્ષિણ ગોળાર્ધમાં પૅસિફિક મહાસાગરના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. તે ઑસ્ટ્રેલિયાથી આશરે 1,600 કિમી. અગ્નિકોણમાં  અને યુ.એસ.ના કૅલિફૉર્નિયાથી આશરે 10,500 કિમી. નૈર્ઋત્યકોણમાં આવેલો છે. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 34° 25´ થી 47° 17´ દ. અ. અને 166° 26´ થી 178° 33´ પૂ. રે. વચ્ચે આવેલો છે. આ દેશ પૉલિનેશિયા…

વધુ વાંચો >

ન્યૂ બ્રુન્સવિક

ન્યૂ બ્રુન્સવિક : ઉત્તર અમેરિકાના કૅનેડા રાજ્યનો આટલાન્ટિક મહાસાગરના પૂર્વ કિનારાના ચાર પ્રાંતો પૈકીનો એક પ્રાંત. ભૌગોલિક સ્થાન : 44° 35´ થી 48° 05´ ઉ. અ. અને 63° 45´થી 69° 05´ પ. રે. આ પ્રાંતનું નામ 1784માં બ્રુન્સવિકના નિવાસસ્થાન ઉપરથી પડ્યું છે. તેની પૂર્વ બાજુએ સેન્ટ લૉરેન્સનો અખાત અને નૉર્ધમ્બરલૅન્ડની…

વધુ વાંચો >

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સ : ઑસ્ટ્રેલિયા ખંડનાં છ રાજ્યો પૈકી અગ્નિખૂણે આવેલું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય. તે 28° 10´ દ. અ.થી 37° 30´ દ. અ. અને 141° 0´ પૂ. રે.થી 153° 30´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તરે ક્વીન્સલૅન્ડ, પૂર્વે પૅસિફિક મહાસાગર, દક્ષિણે વિક્ટોરિયા રાજ્ય અને પશ્ચિમે દક્ષિણ ઑસ્ટ્રેલિયા…

વધુ વાંચો >

ન્યૂ હૅમ્પશાયર

ન્યૂ હૅમ્પશાયર : યુનાઇટેડ સ્ટેટ્સના ઈશાન ખૂણામાં આવેલું રાજ્ય. ન્યૂ ઇંગ્લૅન્ડ પ્રદેશમાં આવેલું છ રાજ્યો પૈકીનું આ રાજ્ય તેના અપ્રતિમ કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. આ પ્રદેશમાં ગ્રૅનાઇટના ખડકો પુષ્કળ પ્રમાણમાં મળતા હોવાથી તે ‘ગ્રૅનાઇટ રાજ્ય’ તરીકે પણ ઓળખાય છે. ઇંગ્લૅન્ડના મૂળ હૅમ્પશાયર પરગણાના કૅપ્ટન જૉન મેસને 1622માં  આ નામ…

વધુ વાંચો >

પડધરી

પડધરી : રાજકોટ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. તે ડોંડી નદીના પૂર્વ કિનારે 22° 20´ ઉ. અ. અને 70° 30´ પૂ. રે. પર રાજકોટથી વાયવ્યમાં 25.6 કિમી. દૂર, રાજકોટ-જામનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે. તે વિરમગામ-ઓખા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક પણ છે. આ તાલુકામાં 200 કિમી. લંબાઈના રસ્તા છે. આ તાલુકાની…

વધુ વાંચો >

પણજી

પણજી : ભારતને પશ્ચિમ કિનારે આવેલા ગોવા રાજ્યની રાજધાની, તેનું સૌથી મોટું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 15° 29´ ઉ. અ. અને 73° 50´ પૂ. રે. પર તે માંડોવી નદીના મુખ પર દક્ષિણ કાંઠે વસેલું છે. મુંબઈથી દક્ષિણે તે 360 કિમી. અંતરે આવેલું છે. બંદરના ઉતરાણ સ્થળને ‘પાણ’ કહેવાતું…

વધુ વાંચો >