શિવપ્રસાદ રાજગોર
દુર્ગાપુર
દુર્ગાપુર : પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લામાં આવેલું ઔદ્યોગિક નગર. આશરે 23° 05’ ઉ. અ. અને 87° 05’ પૂ. રે ઉપર તે આવેલું છે. દામોદર નદીના ડાબા કાંઠે રાણીગંજથી અગ્નિખૂણે 24 કિમી. દૂર છે. તે દરિયાથી દૂર ઉષ્ણકટિબંધમાં આવેલું હોવાથી તેની આબોહવા વિષમ છે. ઉનાળો ગરમ અને શિયાળો સખત હોય છે.…
વધુ વાંચો >દુર્લભરાજ
દુર્લભરાજ : અગિયારમી સદીમાં ગુજરાતના સોલંકી (ચાલુક્ય) વંશનો ચોથો રાજવી અને ચામુંડરાજનો બીજો પુત્ર. પોતાના જ્યેષ્ઠપુત્ર વલ્લભરાજનું અચાનક અવસાન થતાં ચામુંડરાજે દુર્લભરાજનો ઈ. સ. 1010માં રાજ્યાભિષેક કર્યો અને પોતે તીર્થવાસ કર્યો. દુર્લભરાજે લાટ પર આક્રમણ કરી માળવાના કીર્તિરાજ પાસેથી ઈ. સ. 1018માં લાટ પ્રદેશ જીતી લીધો. તેમ છતાં પરમાર ભોજે…
વધુ વાંચો >દેવગડ
દેવગડ : મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. દેવગડની ખાડી ઉપર 16° 23’ ઉ. અ. અને 73° 22’ પૂ. રે. ઉપર આવેલું લઘુ બંદર. તે વિજયદુર્ગથી દક્ષિણે 19 કિમી., મુંબઈથી દક્ષિણે 210 કિમી., માલવણથી 36.8 કિમી. અને કોલ્હાપુર રેલવેસ્ટેશનથી નૈર્ઋત્યે 129 કિમી. દૂર આવેલું છે. શહેરની ચારે બાજુ ટેકરીઓ આવેલી…
વધુ વાંચો >દેવગઢબારિયા
દેવગઢબારિયા : દાહોદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને આઝાદી પૂર્વેનું દેશી રાજ્ય. ખીચી ચૌહાણ વંશના ડુંગરસિંગે એક ટેકરી ઉપર કુલદેવતાની સ્થાપના કરી હતી અને તે ટેકરી નજીક નગર વસાવ્યું હતું, જે દેવગઢ તરીકે ઓળખાતું હતું. અહીં બારૈયાની વસ્તી વધારે હોવાથી આ નગર દેવગઢબારિયા તરીકે જાણીતું થયું. તે 22° 42´ ઉ. અ.…
વધુ વાંચો >દેવળ
દેવળ : સિંધ પ્રાન્તનું સિંધુના મુખ ઉપર આવેલું બંદર અને વેપારી કેન્દ્ર. હાલ સિંધુ ઉપર જ્યાં થટ્ટા આવેલું છે ત્યાં દેવળ બંદર હતું એવું એક મંતવ્ય છે. ઘારો ગામની પશ્ચિમે 3.2 કિમી. દૂર આવેલ ઘારો ખાડીના ઉત્તર કાંઠે તે આવેલું હતું એવું પણ એક મંતવ્ય છે. દેવળ મોટું વેપારી કેન્દ્ર…
વધુ વાંચો >દેવળદેવી
દેવળદેવી : ગુજરાતના વાઘેલા રાજવી કર્ણદેવની પુત્રી. કર્ણદેવે ઈ. સ. 1304માં ગુજરાતની ગાદી ગુમાવ્યા બાદ દેવગિરિના યાદવરાજ રામચંદ્રનો આશ્રય સ્વીકાર્યો અને તે ખાનદેશના નંદરબાર જિલ્લાના બાગલાણના કિલ્લામાં રહ્યો. ત્યાં તેણે નાનકડું રાજ્ય જમાવ્યું. તેની બે પુત્રીઓ પૈકી નાની દેવળદેવી તેની સાથે હતી. કમળાદેવી કે કૌલાદેવીથી દેવળદેવી ચાર વરસની વયે છૂટી…
વધુ વાંચો >દૈમાબાદ
દૈમાબાદ : મહારાષ્ટ્રમાં પ્રવરા નદીના કાંઠે આવેલ તામ્રપાષાણયુગના અવશેષો ધરાવતું સ્થળ. તે અહમદનગરથી ઉત્તરે આશરે 60 કિમી. અને શ્રીરામપુરથી દક્ષિણે 15 કિમી. દૂર છે. ત્યાંનો તામ્રપાષાણયુગના અવશેષો ધરાવતો ટેકરો 6 મી. ઊંચો છે. તેના જુદા જુદા સમયના ત્રણ સ્તરોમાંથી વિવિધ અવશેષો મળ્યા છે. પહેલા કાલખંડના લોકો કર્ણાટકના બ્રહ્મગિરિના અવશેષોને મળતાં…
વધુ વાંચો >દોહા
દોહા : ઈરાની અખાત ઉપર કતાર દ્વીપકલ્પના પૂર્વ કિનારે આવેલું કતાર રાજ્યની રાજધાનીનું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 25° 17´ ઉ અ. અને 51° 32´ પૂ. રે.. 1950 સુધી તો તે માછીમારોનું નાનું ગામ હતું. પેટ્રોલિયમ મળી આવ્યા પછી ઔદ્યોગિક વિકાસ થતાં હવે તેનો વિસ્તાર 234 ચોકિમી. વાળું અને…
વધુ વાંચો >ધરમપુર
ધરમપુર : ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20° 32´ ઉ. અ. અને 73° 11´ પૂ. રે.. પ્રાચીન કાળમાં તે ‘નિષાદ’ નામથી ઓળખાતું. આઝાદી પહેલાં તે દેશી રાજ્ય હતું. આઝાદી પછી તેનું વિલીનીકરણ થતાં પ્રથમ તે સૂરત જિલ્લાનો તાલુકો બન્યું. જૂન, 1964થી તે નવા વલસાડ…
વધુ વાંચો >ધવલગિરિ
ધવલગિરિ : (1) ઓરિસામાં ભુવનેશ્વરથી 3.2 કિમી. દૂર આવેલો પર્વત. તે 20° 14´ ઉ. અ. અને 85° 50´ પૂ. રે. આસપાસ છે. તેનું બીજું નામ અશ્વત્થામાનો પર્વત પણ છે. અહીં અશ્વત્થામાનું એક સ્થાન પણ છે. મૌર્ય સમ્રાટ અશોકે કલિંગ પર ચડાઈ કરી ત્યારે કલિંગરાજ સાથે આ પર્વત નજીક યુદ્ધ કર્યું…
વધુ વાંચો >