શિલ્પકલા

કાનો, આલૉન્સો

કાનો, આલૉન્સો (જ. 19 માર્ચ 1601, ગ્રૅનેડા, સ્પેન; અ. 3 સપ્ટેમ્બર 1667, ગ્રૅનેડા, સ્પેન) : સ્પૅનિશ બરોક ચિત્રકાર, શિલ્પી અને સ્થપતિ. ભયાનક પાપો આચરીને હિંસક જીવન જીવનાર તે એક ક્રૂર વ્યક્તિ હોવા છતાં ઋજુ સંવેદના પ્રકટાવનાર ધાર્મિક ચિત્રો અને શિલ્પો પણ તે સર્જી શક્યો છે. 1614માં સેવિલે નગરમાં જઈને શિલ્પી…

વધુ વાંચો >

કાનોવા, ઍન્તૉનિયો

કાનોવા, ઍન્તૉનિયો (જ. 1 નવેમ્બર 1757, પોસાન્યો, વેનિસ નજીક, ઇટાલી; અ. 13 ઑક્ટોબર 1822, વેનિસ, ઇટાલી) : નવપ્રશિષ્ટ ઇટાલિયન શિલ્પી. પિતા કડિયા હતા. પિતાનું મૃત્યુ 1761માં થતા દાદાએ કાનોવાને ઉછેરીને મોટો કર્યો. દાદા પણ કડિયા હતા. અગિયાર વરસની ઉંમરે 1768માં ‘તોરેતી’ તખલ્લુસ ધરાવતા જ્વેસેપે બર્નાર્દી નામના શિલ્પી પાસે શિલ્પકલા શીખવા…

વધુ વાંચો >

કાન્સોદરિયા, રતિલાલ

કાન્સોદરિયા, રતિલાલ (જ. 1961, જિલ્લો અમરેલી, ગુજરાત) : ગુજરાતના શિલ્પી. 1984માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં શિલ્પના અભ્યાસ માટે વિદ્યાર્થી તરીકે દાખલ થયા. 1989માં શિલ્પનો ડિપ્લોમા તથા 1990માં તેનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. અહીં છાત્પર, રજનીકાન્ત પંચાલ તથા રાઘવ કનેરિયા જેવા પીઢ શિલ્પીઓએ શિક્ષકો તરીકે કાન્સોદરિયાનું ઘડતર કર્યું. 1991થી 1993 સુધી બે…

વધુ વાંચો >

કાર, ચિન્તામણિ

કાર, ચિન્તામણિ (જ. 1915, ખડ્ગપુર, બંગાળ) : આધુનિક ભારતીય શિલ્પી. કોલકાતાની ઇન્ડિયન સોસાયટી ઑવ્ ઓરિયન્ટલ આર્ટ ખાતે ચિત્રકલા અને શિલ્પકલાનો અભ્યાસ 1936માં પૂરો કર્યો. ત્યારબાદ તેમણે પૅરિસ જઈ લૅકાદમી દે લા ગ્રોંદે શોમિરે (L’ Academi de Grande Chaumiere) ખાતે 1936થી 1939 સુધી શિલ્પકલાનો વધુ અભ્યાસ કર્યો. પછી 1939થી 1943 સુધી…

વધુ વાંચો >

કાર્પ્યુ, જ્યાં બાપ્તિસ્તે

કાર્પ્યુ, જ્યાં બાપ્તિસ્તે [જ. 11 મે 1827, વાલેન્સિનેન (Valencinennes), ફ્રાંસ; અ. 12 ઑક્ટોબર 1875, ફ્રાંસ] : ઓગણીસમી સદીના ફ્રાંસનો પ્રમુખ શિલ્પી. ફ્રેન્ચ શિલ્પી ફ્રાંસ્વા રુદ હેઠળ તાલીમ મેળવ્યા બાદ કાર્પ્યુને ‘રોમ પ્રાઇઝ’ મળ્યું. આ ખિતાબ જીતવા બદલ તેને 1854થી 1861 સુધી રોમમાં નિવાસ કરવાની તક મળી. રોમ જઈ તેણે માઇકૅલેન્જેલો,…

વધુ વાંચો >

કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય

કાર્લાનું શિલ્પ-સ્થાપત્ય (ઇ. પહેલો સૈકો) : પશ્ચિમ ભારતની પ્રથમ તબક્કાની બૌદ્ધ ધર્મની ગુફાઓ. આ સમયે બુદ્ધની પૂજા પ્રતીકરૂપે થતી. આ ગુફાઓની રચનામાં વિહાર અને ચૈત્ય જણાય છે. આ રચનામાં ચૈત્ય ઘણા અગત્યના છે. આ ગુફાઓમાં કાષ્ઠકામનું બાંધકામ જણાય છે. કેટલીક પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં ચૈત્યો તેમજ ચૈત્ય અને વિહાર બંને હતાં.…

વધુ વાંચો >

કાલિમૅકસ

કાલિમૅકસ : (ઈસુ પૂર્વે પાંચમી સદીનો ઉત્તરાર્ધ) : પ્રાચીન ગ્રીક શિલ્પી. કાલિમૅકસે કંડારેલાં મૂળ શિલ્પો નષ્ટ થઈ ગયાં છે, પરંતુ તે શિલ્પોની કેટલીક નકલો મોજૂદ છે. રોમના કૅપિટોલાઇન મ્યુઝિયમમાં રહેલું અર્ધમૂર્ત શિલ્પ ‘પૅન ઍન્ડ ધ થ્રી ગ્રેસિસ’ તેના જ એક મૂળ શિલ્પની રોમન નકલ છે. આ ઉપરાંત ન્યૂયૉર્ક નગરના મેટ્રોપૉલિટન…

વધુ વાંચો >

કાલ્ડર, ઍલેક્ઝાન્ડર સ્ટર્લિન્ગ

કાલ્ડર, ઍલેક્ઝાન્ડર સ્ટર્લિન્ગ (જ. 22 જુલાઈ 1898, લૉનટાઉન, પેન્સિલ્વેનિયા, યુ.એસ.; અ. 11 નવેમ્બર 1976, ન્યૂયૉર્ક નગર, યુ.એસ.) : મોબાઇલ (જંગમ) શિલ્પરચનાનો પ્રણેતા, આધુનિક અમેરિકન શિલ્પી. પિતા અને દાદા અમેરિકન રૂઢિ અનુસારની વાસ્તવવાદી શૈલીમાં કામ કરનાર શિલ્પીઓ હતા અને માતા ચિત્રકાર હતાં. બાળપણ, તરુણાવસ્થા અને આરંભિક યુવાનીમાં રમતગમતનો જબરદસ્ત શોખ કાલ્ડરને…

વધુ વાંચો >

કાષ્ઠશિલ્પ

કાષ્ઠશિલ્પ : કાષ્ઠમાં કોતરેલું શિલ્પ. સામાન્ય માન્યતા એવી છે કે પાષાણના શિલ્પીઓએ કાષ્ઠના કારીગરો પાસેથી પાષાણ શિલ્પકળા હસ્તગત કરી. પથ્થરનું કોતરકામ કાષ્ઠના શિલ્પ કરતાં ઘણું મોડું વિકાસ પામ્યું. આ પ્રકારના પ્રાચીન જાણીતા દાખલા ભારતમાં કાર્લા, અજન્તા, નાસિક, મહાબલિપુરમ્ તથા અન્ય સ્થળોએથી મળી આવે છે. તેમાંથી સ્પષ્ટ થાય છે કે સ્થાપત્યમાં…

વધુ વાંચો >

કુમારસ્વામી આનંદકેંટિશ

કુમારસ્વામી, આનંદકેંટિશ (જ. 22 ઑગસ્ટ 1877, કોલંબો, શ્રીલંકા; અ. 8 સપ્ટેમ્બર 1947, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : પૂર્વની કલાના વિશ્વવિખ્યાત સંશોધક અને વિદ્વાન ભાષ્યકાર. એમનું શિક્ષણ ઇંગ્લૅન્ડમાં થયેલું. શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી. તે ભૂસ્તરવિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવ્યા પછી 1903થી 1906 સુધી શ્રીલંકાની ખનિજવિજ્ઞાન સર્વેક્ષણ સંસ્થાના સંચાલક હતા. આ ત્રણ વર્ષો દરમિયાન તે…

વધુ વાંચો >