શિલ્પકલા

લેઑકોઑન (શિલ્પ) (Laocoon)

લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…

વધુ વાંચો >

લેમ્બ્રુક, વિલ્હેમ

લેમ્બ્રુક, વિલ્હેમ (જ. 4 જાન્યુઆરી 1881, મીડેરિખ, જર્મની; અ. 25 માર્ચ 1919, બર્લિન, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી શિલ્પી. તેઓ ચિત્રકાર અને કવિ પણ હતા. જર્મન અભિવ્યક્તિવાદી કળાની ચળવળમાં તેઓ એક મુખ્ય ચાલકબળ હતા. લંબાવેલાં અંગોપાંગો ધરાવતી તથા દયા, પીડા અને વેદનાની અનુભૂતિ જગાડતી માનવ-આકૃતિઓને તે શિલ્પમાં કંડારવા માટે પ્રખ્યાત છે.…

વધુ વાંચો >

લૉન્ગ, રિચર્ડ

લૉન્ગ, રિચર્ડ (જ. 1945, બ્રિટન) : આધુનિક બ્રિટિશ શિલ્પી. ચાલવું જેનો જન્મજાત સિદ્ધાંત છે તેવા પદયાત્રાના શોખીન લૉન્ગ વનવગડામાં જતાં-આવતાં પથ્થરો, ઝાંખરાં, સૂકી ડાળીઓને આરણ્યક સ્થળમાં જ પોતાની સ્વયંસૂઝથી ગોઠવીને અમૂર્ત શિલ્પ સર્જે છે. આવાં શિલ્પ પહેલી નજરે ઘણી વાર સીધી, આડીઅવળી કે વર્તુળાકાર અણઘડ વાડ જેવાં જણાય છે. સ્વાભાવિક…

વધુ વાંચો >

લૉમ્બાર્દો પરિવાર

લૉમ્બાર્દો પરિવાર (લૉમ્બાર્દો પિયેત્રો : જ. 1435, વેનિસ, ઇટાલી; અ. 1515, વેનિસ, ઇટાલી; લૉમ્બાર્દો તુલિયો : જ. 1455, વેનિસ, ઇટાલી; અ. 1532, વેનિસ, ઇટાલી; લૉમ્બાર્દો એન્તોનિયો : જ. 1458, વેનિસ, ઇટાલી; અ. 1516 ?, વેનિસ, ઇટાલી) : પિતા અને બે પુત્રોનો ઇટાલિયન શિલ્પી પરિવાર. પિતા લૉમ્બાર્દોના ગુરુ વિશે માહિતી મળતી…

વધુ વાંચો >

લૉરાના, ફ્રાન્ચેસ્કો (Laurana, Francesco)

લૉરાના, ફ્રાન્ચેસ્કો (Laurana, Francesco) (જ. આશરે 1430, વ્રાના, ડૅલ્મેશિયા, રિપબ્લિક ઑવ્ વેનિસ, ઇટાલી; અ. 12 માર્ચ પહેલાં 1502, આવીન્યોન, ફ્રાન્સ) : સ્ત્રીઓનાં ખૂબ જ લાવણ્યસભર બસ્ટ-પૉર્ટ્રટ સર્જવા માટે જાણીતો રેનેસાંસ શિલ્પી તથા ફ્રાન્સમાં રેનેસાંસ કલાશૈલીનો પ્રવર્તક. એની આરંભિક કારકિર્દી વિશે માહિતી મળતી નથી. 1453માં એરેગોનના રાજા એલ્ફોન્સો બીજાએ એની પાસે…

વધુ વાંચો >

વાદ્યધારિણીનાં મદલ શિલ્પો

વાદ્યધારિણીનાં મદલ શિલ્પો : મંદિરના સ્તંભો પર પ્રયોજાતાં વાદ્યધારિણીઓનાં મદલ શિલ્પો. ભારતીય મંદિરના ગર્ભગૃહમાં સ્થાપવામાં આવેલી ઉપાસ્ય મૂર્તિઓ ઉપરાંત તેના જુદા જુદા સ્થાપત્યકીય ભાગો – પીઠ, મંડોવર, શિખર, દ્વારશાખા, સ્તંભ-શિરાવટી, ઘૂમટની અંદરની છત વગેરેને દેવ-દેવીઓ, દિકપાલો, દ્વારપાળો, વિદ્યાધરો, ગંધર્વો-કિન્નરો, તાપસ-મુનિ-જતિ, યક્ષ-યક્ષિણીઓ વિવિધ અંગભંગવાળી સુરસુંદરીઓ, વાદ્યધારિણીઓ-નૃત્યાંગનાઓ, કીચકો, મિશ્ર પશુઓનાં વ્યાલ સ્વરૂપો,…

વધુ વાંચો >

વિગેલૅન્ડ, ગુસ્તાફ (Vigeland, Gustaf)

વિગેલૅન્ડ, ગુસ્તાફ (Vigeland, Gustaf) (જ. 11 એપ્રિલ 1869, મેન્ડેલ, નૉર્વે; અ. 12 માર્ચ 1943) : નૉર્વેજિયન શિલ્પી. નવ વરસની ઉંમરે વિગેલૅન્ડે કાષ્ઠ કોતરીને શિલ્પસર્જન કરનાર નૉર્વેજિયન શિલ્પી ફ્લેડ્મો (Fladmoe) હેઠળ ઓસ્લો નગરમાં તાલીમ લેવી શરૂ કરી. વિગેલૅન્ડ સત્તર વરસનો હતો ત્યારે તેના પિતાનું મૃત્યુ થતાં તેના પિતાની ખેતી સંભાળવાની જવાબદારી…

વધુ વાંચો >

વિન્સૉર, જૅકી

વિન્સૉર, જૅકી (Winsor, Jackie) (જ. 1941, કૅનેડા) : આધુનિક અલ્પતમવાદી (minimalist) કૅનેડિયન મહિલા શિલ્પી. મહાન ગ્રીક ફિલસૂફ પ્લેટોએ જેની હિમાયત કરેલી તે ચોરસ, ઘન, વર્તુળ, દડો, ત્રિકોણ, પિરામિડ, નળાકાર જેવા ભૌમિતિક આકારોથી તેમની શિલ્પસૃદૃષ્ટિ રચાઈ છે. દૃશ્યમાન જગતની અનુકૃતિ કરવી તેમણે મુનાસિબ માની નથી. વળી શિલ્પમાં એકથી વધુ નહિ, પણ…

વધુ વાંચો >

વિલ્માર્થ, ક્રિસ્ટૉફર

વિલ્માર્થ, ક્રિસ્ટૉફર (જ. 1943, અમેરિકા) : અલ્પતમવાદી શિલ્પી. અલ્પતમ પ્રયત્નો વડે તેઓ બળૂકી અભિવ્યક્તિમાં સફળ થયા છે. તેમનાં શિલ્પો મારફતે માનવીય હૂંફનો દર્શકોને સહેલાઈથી અહેસાસ થાય છે; પરંતુ આ અભિવ્યક્તિ અમૂર્ત માર્ગે થાય છે, કારણ કે તેઓ માત્ર ત્રિકોણ, પિરામિડ, વર્તુળ, દડો, પરવલય, ચોરસ, ઘન, લંબચોરસ, નળાકાર, શંકુ જેવા ભૌમિતિક…

વધુ વાંચો >

વિષ્ણુકુંડી શિલ્પકલા

વિષ્ણુકુંડી શિલ્પકલા : આંધ્રપ્રદેશમાં 6ઠ્ઠી-7મી સદી દરમિયાન વિષ્ણુકુંડી વંશના રાજાઓએ કંડારાવેલાં શૈલગૃહોની શિલ્પકલા. આ વંશમાં આ સમયગાળા દરમિયાન માધવવર્મા 1લો, વિક્રમેન્દ્રવર્મા 2જો અને તેનો પુત્ર ઇન્દ્રવર્મા કલાના ચાહક અને પ્રોત્સાહક હતા. એમણે વિજયવાડા પાસે આવેલ ઉંડવલ્લી અ મોગલરાજપુરમની ગુફાઓ કંડારાવી હતી. અહીંનાં શિલ્પો સારી રીતે સચવાયાં છે. આમાં અપસ્માર પુરુષ…

વધુ વાંચો >