શિલીન નં. શુક્લ
સ્પ્લીહા (બરોળ spleen)
સ્પ્લીહા (બરોળ, spleen) : રોગપ્રતિકાર ક્ષમતા ધરાવતા પ્રતિરક્ષાતંત્ર(immune system)નો અવયવ. તેમાંની લસિકાભ પેશી(lymphoid tissue)ને કારણે તેને પ્રતિરક્ષાતંત્રનો ભાગ ગણવામાં આવે છે. તેને તનુતાન્ત્વિક-અંતશ્ચદીય તંત્ર(reticulo-endothelium system)નો ભાગ પણ ગણવામાં આવે છે. તે પેટના ડાબા ઉપલા ભાગમાં અને ઉરોદરપટલ(thoracoabdominal diaphragm)ની નીચે આવેલો અવયવ છે. તે 12 સેમી. લાંબો, 7 સેમી. પહોળો અને…
વધુ વાંચો >સ્મિથ હૅમિલ્ટન
સ્મિથ, હૅમિલ્ટન (જ. 23 ઑગસ્ટ 1931, યુ.એસ.) : સન 1978નું તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા(physiology)ના ત્રીજા ભાગના નોબેલ પુરસ્કાર વિજેતા. તેમની સાથે તે સમયે સ્વિટ્ઝર્લૅન્ડના વેર્નર અને અમેરિકાના ડેનિયલ નાથન્સને પણ આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેમને આ સન્માન ડી.એન.એ. પર કાર્ય કરતા પ્રતિરોધ-ઉત્સેચકો(restriction enzyme)ની શોધ માટે પ્રાપ્ત થયું હતું. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી…
વધુ વાંચો >સ્મૃતિ અને સ્મૃતિલોપ
સ્મૃતિ અને સ્મૃતિલોપ સ્મૃતિ (memory) નવી માહિતીનો કાર્યક્ષમ રીતે સંગ્રહ કરીને જાળવી રાખવાની એવી ક્રિયા, જેને લીધે સમય વીત્યા પછી જરૂર પડે ત્યારે તેને સભાન મનમાં લાવી શકાય. આમ સ્મૃતિ એટલે જ્ઞાનને મનના સંગ્રહ-કોઠારમાં મૂકવું અથવા ત્યાંથી બહાર કાઢીને એ જ્ઞાનથી ફરી સભાન બનવું. જે રીતે સંગણક યંત્ર (computer) સંચય…
વધુ વાંચો >સ્યૂન અને સ્યૂનશોથ
સ્યૂન અને સ્યૂનશોથ (bursa અને bursitis) : સ્નાયુ તથા સ્નાયુબંધ (tendon) જ્યારે સરકે કે હલનચલન પામે ત્યારે તેમની અને હાડકાં વચ્ચે સાંધા પાસે ઘસારો ન પહોંચે તે માટે પ્રવાહી ભરેલી પોટલી જેવી સંરચના અને તેમાં થતો પીડાકારક સોજાનો વિકાર. સ્યૂન સફેદ તંતુમય પેશીની બનેલી પોટલી છે, જેની અંદર સંધિકલાતરલ (synovial…
વધુ વાંચો >સ્વચ્છાનિરોપ (corneal grafting)
સ્વચ્છાનિરોપ (corneal grafting) : રોગ કે ઈજાથી નુકસાન પામેલા આંખની કીકીના પારદર્શક આવરણ(સ્વચ્છા)ને સ્થાને દાનરૂપે મળેલી સ્વચ્છા મૂકવી તે. પોપચાંની ફાડમાં આંખના ડોળાના દેખાતા ભાગની વચમાં કીકી આવેલી છે. તેના આવરણને સ્વચ્છા (cornea) કહે છે. તે પારદર્શક છે. નેત્રદાન સમયે આ સ્વચ્છાનું દાન કરવામાં આવે છે. સ્વચ્છાનિરોપની ક્રિયાને શાસ્ત્રીય રીતે…
વધુ વાંચો >સ્વચ્છાવ્રણ (corneal ulcer)
સ્વચ્છાવ્રણ (corneal ulcer) : આંખની કીકીના પારદર્શક આવરણ-(સ્વચ્છા, cornea)માં ચાંદું પડવું તે. બે પોપચાં વચ્ચેની ફાડમાં દેખાતા આંખના ડોળાના સફેદ મધ્ય ભાગમાં શ્યામ, માંજરી કે અન્ય રંગછાંયવાળી કીકી આવેલી છે. તેના પર એક પારદર્શક બહિર્ગોળ આવરણ હોય છે તેને સ્વચ્છા કહે છે. સ્વચ્છાની પાછળ આંખમાંનો અગ્રસ્થ ખંડ હોય છે, જેની…
વધુ વાંચો >સ્વત્વ પ્રતિરક્ષાલક્ષી
સ્વત્વ, પ્રતિરક્ષાલક્ષી (immunological self) : શરીરની રોગપ્રતિકારકતા દર્શાવતું પ્રતિરક્ષાતંત્ર (immune system) રોગકારક ઘટકોનો નાશ કરવાની પ્રક્રિયામાં પોતાના જ ઘટકોને બાકાત રાખે તે માટે ‘પોતાનું’ ઘટક હોવાની લાક્ષણિકતા દર્શાવાય તે. આવી રીતે ‘સ્વકીય’ ઘટક તરીકે ન ઓળખાયેલાં બધાં જ અન્ય (other) અથવા ‘પરકીય’ (non-self) દ્રવ્યો દા. ત., રોગકારક સૂક્ષ્મજીવો, અન્ય વ્યક્તિના…
વધુ વાંચો >સ્વપ્રતિરક્ષા અથવા સ્વકોષઘ્નતા (autoimmunity)
સ્વપ્રતિરક્ષા અથવા સ્વકોષઘ્નતા (autoimmunity) : પ્રતિરક્ષાતંત્રના વિકારને કારણે પોતાના કોષોનો નાશ કરવો તે. તેમાં પોતાના જ ઘટકોને, એટલે કે સ્વત્વ(self)ને પારખવાની અક્ષમતાને કારણે પોતાના જ કોષો સામે પ્રતિરક્ષાલક્ષી (immunologic) પ્રતિભાવ થાય છે અને તેમનો તે નાશ કરે છે. આમ તે પોતાની સામે જ પ્રતિરક્ષા (સ્વપ્રતિરક્ષા) કરે છે અને તેથી પોતાના…
વધુ વાંચો >સ્વરપેટી (larynx voice box)
સ્વરપેટી (larynx, voice box) : અવાજ ઉત્પન્ન કરતો શ્વાસ-નળીની ટોચ પર આવેલો અવયવ. સ્વરપેટીમાં આવેલા સ્વરરજ્જુઓ (vocal cord) અને તેમની વચ્ચેના સ્વરછિદ્ર(glottis)ને સંયુક્ત રૂપે સ્વરયંત્ર પણ કહે છે. સ્વરરજ્જુઓ સાથે જોડાયેલા કાસ્થિઓ (cartilages) અને સ્નાયુઓથી બનતા અવયવને સ્વરપેટી (voice box) કહે છે. આ અવયવને શાસ્ત્રીય રીતે સ્વરજનક (larynx) તરીકે ઓળખી…
વધુ વાંચો >સ્વરપેટીનિરીક્ષા (laryngoscopy)
સ્વરપેટીનિરીક્ષા (laryngoscopy) : સ્વરરજ્જુઓ (vocal cords) તથા તેમની વચ્ચે આવેલ સ્વરછિદ્ર(glottis)થી બનેલા સ્વરયંત્રનાં નિદાન-ચિકિત્સા માટે જરૂરી સાધન વડે નિરીક્ષણ કરવું તે. તે માટે વપરાતા સાધનને સ્વરપેટીદર્શક (laryngoscope) કહે છે. સ્વરપેટીદર્શકના વિવિધ પ્રકારો છે. દા. ત., લવચીક (flexible), નિર્લવચીક (rigid) વગેરે. નિર્લવચીક સ્વરપેટીદર્શક (rigid laryngoscope) : તેનો ઉપયોગ શસ્ત્રક્રિયા પહેલાં દર્દીને…
વધુ વાંચો >