શિલીન નં. શુક્લ
સ્કર્વી
સ્કર્વી : પ્રજીવક ‘સી’ની આહારીય ઊણપથી શ્વેતતંતુ(collagen)ના સંશ્લેષણમાં થતા વિકારનો રોગ. તેને શીતાદ (scurvy અથવા scorbutus) પણ કહે છે. કોષોની બહાર આવેલું દ્રવ્ય કોષોને યથાસ્થાને ગોઠવી રાખે છે. તેને આંતરકોષીય દ્રવ્ય (matrix) કહે છે, જેમાં સફેદ તથા પીળા તાંતણા પણ હોય છે. સફેદ તાંતણાઓને શ્વેતતંતુ કહે છે. તે આંતરકોષીય દ્રવ્યને…
વધુ વાંચો >સ્કંધપીડ (ખભાનો દુખાવો)
સ્કંધપીડ (ખભાનો દુખાવો) : ખભો દુખવો તે. પુખ્તવયની વ્યક્તિઓમાં બોચી અને ખભાના દુખાવાનો પ્રવર્તમાન દર (prevalence) 4.6% / 6 મહિના નોંધાયેલો છે. તેનું મહત્વનું કારણ ડોકના મણકા, ખભાનો સાંધો તથા ડોક તથા ખભાની આસપાસની મૃદુપેશીના વિકારો છે. ડોકના મણકાના વિકારમાં ડોકના હલનચલન સાથે દુખાવો જોવા મળે છે. બોચીમાં હળવે દબાવવાથી…
વધુ વાંચો >સ્ઝેન્ટ-ગ્યોર્ગ્યિ આલ્બર્ટ
સ્ઝેન્ટ-ગ્યોર્ગ્યિ, આલ્બર્ટ (જ. 16 સપ્ટેમ્બર 1893, બુડાપેસ્ટ, ઑસ્ટ્રિયા-હંગેરી; અ. 22 ઑક્ટોબર 1986, વુડ્ઝ હૉલ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : હંગેરિયન દેહધર્મવિદ, જેમણે સન 1937નું નોબેલ પારિતોષિક મેળવ્યું હતું. તેમને આ સન્માન તેમના પ્રજીવક સી(vitamin C)ના વર્ણન માટે તથા કોષોમાં થતા શ્વસનકાર્યમાં ઑક્સિજનનું હાઇડ્રોજન સાથે સંયોજન થાય છે, તે દર્શાવ્યું તે માટે પ્રાપ્ત…
વધુ વાંચો >સ્ટુર્જ–વેબરનું સંલક્ષણ
સ્ટુર્જ–વેબરનું સંલક્ષણ : કપાળ અને ઉપલા પોપચા પર જન્મ સમયથી પૉર્ટ-વાઇન ડાઘા, ઝામર, આંચકી (convulsion), માનસિક અલ્પવિકસન તથા મગજનાં આવરણોમાં એક બાજુએ નસોની ગાંઠવાળો જવલ્લે જોવા મળતો જન્મજાત વિકાર. તે વિલિયમ એલેન સ્ટુર્જ અને ફ્રેડ્રિક પાર્કસ વેબરનાં નામો સાથે પ્રસિદ્ધ છે. તેનું શાસ્ત્રીય નામ મસ્તિષ્ક-સહ-ત્રિશાખચેતાકીય વાહિનીઅર્બુદતા (encephalotrigeminal angiomatosis) છે. તેમાં…
વધુ વાંચો >સ્તન અને સ્તન્યપાન (breast and breast feeding)
સ્તન અને સ્તન્યપાન (breast and breast feeding) : સ્ત્રીઓમાં સ્તન (breast) દૂધ બનાવતી અને સ્રવતી ગ્રંથિઓવાળો અવયવ છે તથા તેના દૂધને શિશુને ધાવણ કરાવવાને સ્તન્યપાન કહે છે. સ્તનને સ્તનગ્રંથિ (mammary gland) પણ કહે છે. પુરુષોમાં તે અવયવ ખાસ વિકસિત હોતો નથી. તે સ્ત્રીની છાતી પર ઉપરના ભાગે મધ્યરેખાની બંને બાજુએ…
વધુ વાંચો >સ્તનશોથ (mastitis)
સ્તનશોથ (mastitis) : સ્તનમાં ચેપ લાગવાથી તેમાં પીડાકારક સોજા(શોથ, inflammation)નો વિકાર થવો તે. તેને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે : દુગ્ધધારણ (lactation) સંબંધિત અને અન્ય. દુગ્ધધારણ સંબંધિત સ્તનની પૂયગડ (ગૂમડું, abscess) : તે સ્તન્યપાન (breast feeding) વખતે સ્ટેફાયલોકોકસ ઑરિયસ નામના જીવાણુથી થાય છે. સામાન્ય રીતે તે સ્તનના પરિઘ પર…
વધુ વાંચો >સ્થાનીય ચિકિત્સા (local or topical therapy)
સ્થાનીય ચિકિત્સા (local or topical therapy) : વિષમતા કે વિકારના સ્થળે અપાતી સારવાર. સામાન્ય રીતે ચામડી, આંખ, શ્લેષ્મકલા (mucosa), નાક, કાન વગેરેની સારવારમાં તેનો ઉપયોગ થાય છે. તે મુખ્યત્વે 2 પ્રકારની છે : ભૌતિક (physical) અને રાસાયણિક. શેક કરવો, બરફ વડે ઠંડક આપવી, મર્દન (massage) કે કસરત કરવી/કરાવવી વગેરે. વ્યાયામાદિ…
વધુ વાંચો >સ્થાનીય ચિકિત્સા પ્રતિફૂગ (antifungal local therapy)
સ્થાનીય ચિકિત્સા, પ્રતિફૂગ (antifungal local therapy) : ચામડી અને શ્લેષ્મકલા પર ફૂગના ચેપની સ્થાનિક કાર્ય કરતાં ઔષધો વડે સારવાર કરવી તે. સપાટી પર સારવાર કરતાં ઔષધો વડે સ્થાનીય ચિકિત્સા થાય છે. તેઓ ક્યારેક ફૂગના ચેપને મટાડે છે અથવા ક્યારેક મોં કે ઇન્જેક્શન દ્વારા અપાતાં ઔષધોની અસર વધારવામાં ઉપયોગી રહે છે.…
વધુ વાંચો >સ્થિરાંત્રનિરીક્ષા (colonoscopy)
સ્થિરાંત્રનિરીક્ષા (colonoscopy) : મોટા આંતરડામાં નળી નાંખીને તેના પોલાણનું નિદાનલક્ષી નિરીક્ષણ તથા કેટલીક સારવાર કરવી તે. તે આમ એક પ્રકારની અંત:દર્શકીય (endoscopic) તપાસ છે. તેમાં વપરાતા મુખ્ય સાધનને સ્થિરાંત્રદર્શક (colonoscope) કહે છે. તેમાં સાધનો અને પ્રકાશવાહીતંતુઓ (optical fibres), લવચીક (flexible) નળીઓ, પ્રકાશનું સ્રોતમૂળ, તંતુપ્રકાશવાહી (fibreoptic) કૅમેરા કે ટીવી સાથે જોડી…
વધુ વાંચો >સ્થિરાંત્રશોથ (colitis) અને વ્રણીય સ્થિરાંત્રશોથ (ulcerative colitis)
સ્થિરાંત્રશોથ (colitis) અને વ્રણીય સ્થિરાંત્રશોથ (ulcerative colitis) : અનુક્રમે મોટા આંતરડાનો સોજો તથા તેને વારંવાર ચાંદાં પડે તેવો દીર્ઘકાલી વિકાર થવો તે. મોટા આંતરડામાં શોથજન્ય (inflammatory) વિકાર થાય તેને સ્થિરાંત્રશોથ (colitis) કહે છે. તે સમયે તેની પેશીમાં કોઈ સંક્ષોભન(irritation)ને કારણે લોહીનું ભ્રમણ વધે છે અને લોહીના વિવિધ શ્વેતકોષોનો પેશીમાં ભરાવો…
વધુ વાંચો >