શિલીન નં. શુક્લ
સંધાનપેશી (connective tissue)
સંધાનપેશી (connective tissue) : શરીરની આધારદાયી પેશી. તેને અંતરાલીય (interstitial) પેશી પણ કહે છે. તેમાં તંતુઓ, દલદાર દ્રવ્ય (ground substance) અને વિવિધ પ્રકારના કોષો હોય છે. તે જે તે અવયવના મુખ્યકોષોને બરાબર બાંધીને રાખે છે. તેમાં સામાન્ય રીતે ઘણી નસો હોય છે અને તેથી તેમાં પુષ્કળ લોહીનું વહન થાય છે.…
વધુ વાંચો >સંધિશોથ (arthritis)
સંધિશોથ (arthritis) : હાડકાંના સાંધામાં પીડાકારક સોજા(શોથ)નો વિકાર. ચેપ, ઈજા કે અન્ય કારણે પેશીને નુકસાન થાય ત્યારે પ્રતિક્રિયા રૂપે ત્યાં સોજો આવે છે, તે ભાગ ગરમ થાય છે, ત્યાં દુખાવો થાય છે. આવી પ્રતિક્રિયાને શોથ (inflammation) કહે છે. જ્યારે તે હાડકાંના સાંધાને અસરગ્રસ્ત કરે ત્યારે તેને સંધિશોથ કહે છે. તેનાં…
વધુ વાંચો >સંધિશોથ, આમવાતાભ (rheumatoid arthritis)
સંધિશોથ, આમવાતાભ (rheumatoid arthritis) : સાંધાઓને લાંબા સમયના પીડાકારક સોજા (શોથ) કરતો સૌથી વધુ જોવા મળતો વિકાર. તે મુખ્યત્વે નાના અને મોટા સંધિકલા (synovium) ધરાવતા એકસાથે એકથી વધુ સાંધાને અસર કરે છે અને તેના દર્દીના લોહીમાં પ્રતિગ્લોબ્યુલિન પ્રતિદ્રવ્ય (antiglobulin antibody) હોય છે. આ પ્રતિગ્લોબ્યુલિન પ્રતિદ્રવ્યને આમવાતાભ ઘટક (rheumatoid factor) કહે…
વધુ વાંચો >સંપર્કનિષેધ (quarantine)
સંપર્કનિષેધ (quarantine) : ચેપી રોગના સંપર્કમાં આવેલાં માણસો કે પ્રાણીઓને તે રોગના લાંબામાં લાંબા ઉષ્મનકાલ (incubation period) સુધી સ્વતંત્ર રીતે હરવાફરવા પર નિયંત્રણ મૂકવું તે. ચેપ લાગ્યા પછી શરીરમાં સૂક્ષ્મજીવોની પૂરતી સંખ્યાવૃદ્ધિ કરીને નિદાન કરી શકાય તેવા રોગનું પ્રથમ લક્ષણ કે ચિહ્ન ઉત્પન્ન કરે તે સમયગાળાને ઉષ્મનકાલ કહે છે. સાદી…
વધુ વાંચો >સંભોગ, જાતીય (sexual intercourse)
સંભોગ, જાતીય (sexual intercourse) : નર અને નારી વચ્ચે જનનાંગો વડે થતો લૈંગિક સંબંધ. તેને સંભોગ (coitus) અથવા લૈંગિક સમાગમ (sexual intercourse) પણ કહે છે. તેના 5 તબક્કા છે લૈંગિક ઇચ્છાને કાર્યાન્વિત કરવી (sexual drive), લૈંગિક ઉત્તેજના (sexual arousal), જનનાંગી જોડાણ (genital union), લૈંગિક પરાકાષ્ઠા (orgasm) અને પુરુષોમાં તેની સાથે…
વધુ વાંચો >સંભોગ-સંક્રામક રોગો (sexually transmitted diseases, STDs)
સંભોગ–સંક્રામક રોગો (sexually transmitted diseases, STDs) : લૈંગિક (જાતીય) સમાગમ અથવા સંભોગ દ્વારા ફેલાતા ચેપી રોગો. તેમને લૈંગિક સંક્રામક રોગો પણ કહે છે. તેમનું પ્રમાણ વધતું રહ્યું છે. તેમાં મુખ્ય રોગો છે ઉપદંશ (syphilis), પરમિયો (gonorrhoea), માનવપ્રતિરક્ષા-ઊણપકારી વિષાણુ(human immuno deficiency virus, HIV)નો ચેપ, જનનાંગી હર્પિસ સિમ્પ્લેક્સ વિષાણુ(HSV)નો ચેપ, જનનાંગી વિષાણુજ…
વધુ વાંચો >સંલક્ષણ (syndrome)
સંલક્ષણ (syndrome) કોઈ એક માંદગી કરતી પ્રક્રિયામાં ઉદ્ભવતાં નિશ્ચિત લક્ષણો અને ચિહ્નોનો સમૂહ જે સંયુક્ત રીતે જાણે કે એક રોગ રૂપે જોવા મળે તે. પરંતુ શાસ્ત્રીય રીતે કોઈ ચોક્કસ કારણે થતા નિશ્ચિત પ્રકારનાં લક્ષણો અને ચિહ્નોના સમૂહને જ રોગ કહે છે, જ્યારે સંલક્ષણમાં કયાં તો કોઈ નિશ્ચિત કારણ જાણમાં નથી…
વધુ વાંચો >સંવર્ધન અને વશ્યતા-કસોટી (culture and sensitivity test)
સંવર્ધન અને વશ્યતા–કસોટી (culture and sensitivity test) : જીવાણુઓને સંવર્ધન-માધ્યમ પર ઉછેરીને તેમની ઍન્ટિબાયૉટિક પરત્વેની ઔષધવશ્યતા (drug sensitivity) તપાસવી તે. જીવાણુઓના અભ્યાસ તથા તેમના દ્વારા થતા ચેપના નિદાન માટે આ ઉપયોગી પદ્ધતિ છે. તેની મદદથી જે તે ચેપ કરતા જીવાણુને ઓળખી શકાય છે તથા તેના પર કયું ઔષધ કારગત નીવડશે…
વધુ વાંચો >સંવેદનવંચિતતા (sensory deprivation)
સંવેદનવંચિતતા (sensory deprivation) : એક કે વધુ સંવેદના-ઇન્દ્રિયો(જ્ઞાનેન્દ્રિય)ને મળતી ઉત્તેજનાઓને નિર્ણયપૂર્વક (deliberately) ઘટાડવી કે દૂર કરવી તે. આંખે પાટો બાંધવો કે કાનમાં પૂમડાં નાખવાં એ જોવાની અને સાંભળવાની ઇન્દ્રિયોને તેમને માટેની ઉત્તેજનાઓથી અલગ પાડવાની સાદી રીતો છે. વધુ સંકુલ સંયોજનાઓ(devices)માં ગંધ, સ્પર્શ, સ્વાદ, ઉષ્મા-સંવેદના (thermoception) તથા ગુરુત્વાકર્ષણ અંગેની સંવેદનાને પણ…
વધુ વાંચો >