શિલીન નં. શુક્લ
વ્યાપક ચેતાકાઠિન્ય (multiple sclerosis)
વ્યાપક ચેતાકાઠિન્ય (multiple sclerosis) : કેન્દ્રીય ચેતાતંત્રમાં વારંવાર વધઘટ પામતો પણ ધીમે-ધીમે સતત વધતો રહેતો શોથ (inflammation), અશ્વેતિનીકરણ (demyelination) અને મૃદુતંતુપેશિતા(gliosis)વાળો વિકાર. તે સમય અને સ્થાનના સંદર્ભે દર્દીના ચેતાતંત્રમાં વ્યાપક રીતે વિસ્તરતો વિકાર છે. પેશીમાં રોગ-પ્રતિકારક કોષોના ભરાવાથી થતા અને વિશિષ્ટ રીતે આવતા સોજાને શોથ કહે છે. ચેતાતંતુઓ પર શ્વેતિન…
વધુ વાંચો >વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health)
વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health) : કામદારોની માનસિક, શારીરિક અને સામાજિક સુખાકારી(well-being)નું રક્ષણ, જાળવણી અને વર્ધન તથા તેમના કાર્યને લીધે થતા રોગો, વિકારો કે જોખમોનું પૂર્વનિવારણ. આમ તે મુખ્યત્વે પૂર્વનિવારણલક્ષી (preventive) તબીબીવિદ્યાનું એક અંગ છે. તેને વ્યાવસાયિક આરોગ્ય પણ કહે છે. સન 1950માં આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન અને વિશ્વઆરોગ્ય સંસ્થાની સંયુક્ત સમિતિએ…
વધુ વાંચો >વ્રણ (ulcer) (આયુર્વિજ્ઞાન)
વ્રણ (ulcer) (આયુર્વિજ્ઞાન) : ચામડી કે શ્લેષ્મકલા(mucous membrane)માં છેદ. તેને ચાંદું પણ કહે છે. શરીરના બહારના ભાગનું આવરણ ચામડી છે જ્યારે તેના અવયવોનાં પોલાણોની અંદરના આવરણને શ્લેષ્મકલા કહે છે. આ બંનેના સપાટી પરના સ્તરને અધિચ્છદ (epithelium) કહે છે. તેમાં તૂટ ઉદ્ભવે, છેદ કે ઘાવ પડે ત્યારે તેને ચાંદું અથવા વ્રણ…
વધુ વાંચો >વ્હિપલ, જ્યૉર્જ હૉયટ (George Hoyt Whipple)
વ્હિપલ, જ્યૉર્જ હૉયટ (George Hoyt Whipple) (જ. 28 ઑગસ્ટ 1878, ઍશલૅન્ડ, ન્યૂહૅમ્પશાયર, યુ.એસ.; અ. 1 ફેબ્રુઆરી 1976) : સન 1934ના દેહધર્મવિદ્યા કે તબીબીવિદ્યા અંગેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેઓ સાથે જ્યૉર્જ આર. મિનોટ અને વિલિયમ પી. મર્ફિને પણ આ સન્માન પ્રાપ્ત થયું હતું. વિપ્રણાશી પાંડુતા(pernicious anaemia)ના રોગમાં યકૃત વડે સારવાર કરવાથી ફાયદો…
વધુ વાંચો >શરદી (common cold)
શરદી (common cold) : ઉપરના શ્વસનમાર્ગનો સ્વત:સીમિત (self-limited) વિષાણુજન્ય ચેપ. તે નાક, ગળું અને નાકની આસપાસનાં હાડકાંમાંનાં પોલાણો(અસ્થિવિવર, sinus)માં થતો અને પોતાની જાતે શમતો વિષાણુથી થતો વિકાર છે. પુખ્તવયે દર વર્ષે 2થી 4 વખત અને બાળકોમાં 6થી 8 વખત તે થાય છે. તેના કારણરૂપ મુખ્ય વિષાણુઓ છે. નાસાવિષાણુ (rhinovirus, 40…
વધુ વાંચો >શલ્યસ્થાનાંતરતા (embolism)
શલ્યસ્થાનાંતરતા (embolism) : લોહીનો ગઠ્ઠો, હૃદયના વાલ્વ પર થતા કપાટમસા (vegetations), હવાનો પરપોટો, મેદ(ચરબી)નો ગઠ્ઠો કે અન્ય બાહ્ય પદાર્થ લોહી વાટે વહીને કોઈ નસમાં લોહીનું વહન અટકાવી દે તે સ્થિતિ. જે દ્રવ્યનું લોહી વાટે આવી રીતે સ્થાનાંતરણ થતું હોય તેને શલ્યકંદુક અથવા શલ્ય (embolus) કહે છે. જો ચેપી દ્રવ્યનું વહન…
વધુ વાંચો >શવકાઠિન્ય (rigor mortis)
શવકાઠિન્ય (rigor mortis) : મૃત્યુ પછી શરીરના સ્નાયુઓમાં આવતી કાયમી ધોરણની અક્કડતા. મૃત્યુ પછી શરીરની સ્નાયુપેશીમાં ક્રમશ: 3 તબક્કામાં ફેરફાર થાય છે : (અ) પ્રાથમિક શિથિલન, (આ) શવકાઠિન્ય (અક્કડતા) અને (ઇ) દ્વૈતીયિક શિથિલન. મૃત્યુ પછી શરીરના બધા સ્નાયુઓ શિથિલ થવા માંડે છે પરંતુ જે સ્નાયુઓ મૃત્યુ સમયે સંકોચાયેલા હોય છે…
વધુ વાંચો >શવપરીક્ષણ (postmortem examination)
શવપરીક્ષણ (postmortem examination) : મૃત્યુદેહની ઓળખ, મૃત્યુનું કારણ તથા સમય તેમજ નવજાત શિશુના કિસ્સામાં તે જન્મ સમયે સજીવ હતું કે નિર્જીવ તે નક્કી કરવાનું પરીક્ષણ. તેને અંગ્રેજીમાં autopsy અથવા necropsy પણ કહે છે. આ પરીક્ષણમાં શવનું બાહ્ય નિરીક્ષણ, તેમાં છેદ મૂકીને અંદરના અવયવોનું નિરીક્ષણ અને જરૂર પડે ત્યારે અવયવો કે…
વધુ વાંચો >શવપરીક્ષણ-અધિકારી (coroner)
શવપરીક્ષણ-અધિકારી (coroner) : અચાનક થયેલા, શંકાસ્પદ કે આક્રમક સ્થિતિમાં થયેલા મૃત્યુનું કારણ શોધવાની તપાસ કરનાર અધિકારી. ઘણા દેશોમાં હવે આ પદને સ્થાને તબીબી પરીક્ષકની નિયુક્તિ કરાય છે. આક્રમક કે શંકાસ્પદ સ્થિતિમાં થયેલા મૃત્યુના કારણની શોધ અથવા તપાસની ક્રિયાને મૃત્યુકારણશોધિની (inquest) કહે છે. તેમાં અક્ષ્યાધાર (evidence) અથવા સાબિતી આપવા માટે શવપરીક્ષણ-અધિકારી…
વધુ વાંચો >શવોત્ખનન (exhumation)
શવોત્ખનન (exhumation) : ન્યાયિક હુકમને આધારે મૃતદેહને કબરમાંથી ખોદી કાઢીને તેનું શવપરીક્ષણ (postmortem examination) કરવું તે. જોકે ભારતમાં બહુમતી સમાજ અગ્નિદાહ આપે છે માટે શવોત્ખનન ઓછા પ્રમાણમાં થાય છે. જિલ્લા-ન્યાયાધીશ કે તેની સમકક્ષ અને કાયદાથી અધિકૃત કરાયા હોય તેવા હોદ્દાની વ્યક્તિના હુકમ પછી જ આ ક્રિયા હાથ ધરાય છે. કબરમાંથી…
વધુ વાંચો >