વ્રિજવિહારી દીનાનાથ દવે

દ્વિઅક્ષી ખનિજો

દ્વિઅક્ષી ખનિજો : બે પ્રકાશીય અક્ષ ધરાવતાં અસાવર્તિક (anisotropic) ખનિજો. ઑર્થોરહોમ્બિક, મૉનોક્લિનિક અને ટ્રાયક્લિનિક સ્ફટિકવર્ગનાં ખનિજો દ્વિઅક્ષી ખનિજો છે. આ પ્રકારનાં ખનિજોમાં ત્રણ મુખ્ય સ્પંદનદિશાઓ (principal vibration directions) હોય છે, જેમાં પ્રકાશ જુદી જુદી ગતિથી પસાર થાય છે. આ દિશાઓ ‘ઈથર-અક્ષ’ના નામથી પણ ઓળખાય છે અને તેમને X, Y અને…

વધુ વાંચો >

દ્વિઅંગી મૅગ્મા

દ્વિઅંગી મૅગ્મા : બે ઘટકોથી બનેલો મૅગ્મા. પૃથ્વીના પેટાળમાં પ્રવર્તમાન ઊંચા તાપમાનને કારણે અસ્તિત્વમાં આવતો ગતિશીલ ખડકોનો પીગળેલો રસ. સંજોગો અનુસાર તેની અંતર્ભેદન તેમજ બહિ:સ્ફુટન ક્રિયાઓ થઈ શકે છે. મૅગ્માની ઘનીભવનની ક્રિયાને પરિણામે અગ્નિકૃત ખડકોનું નિર્માણ થાય છે. મૅગ્મા પ્રવાહી, સિલિકેટ સ્વરૂપ તેમજ ઑલિવીન, પાઇરૉક્સીન, પ્લેજિયોક્લેઝ વગેરેના છૂટા છૂટા રહેલા…

વધુ વાંચો >

દ્વિવક્રીભવન

દ્વિવક્રીભવન (double refraction અથવા birefringence) : કેટલાક કુદરતી સ્ફટિકો દ્વારા પ્રદર્શિત થતી  એક આપાતકિરણને બે વક્રીભૂત કિરણોમાં ફેરવવાની પ્રકાશીય ઘટના. કુદરતી ખનિજોના પ્રકાશીય ગુણધર્મો પ્રમાણે સાવર્તિક (એકવક્રીભવનાંકી) (singly refracting) અને અસાવર્તિક (દ્વિવક્રીભવનાંકી, doubly refracting)  એ પ્રમાણે બે પ્રકાર પડે છે. દ્વિવક્રીભવનકારી માધ્યમને વિષમ દિગ્ધર્મી (anisotropic) માધ્યમ કહે છે. પ્રકાશ લંબગત…

વધુ વાંચો >

દ્વીપચાપ

દ્વીપચાપ (island arcs) : ચાપ આકારે ગોઠવાયેલા ટાપુઓ. પૅસિફિક મહાસાગરના ઘણા જ્વાળામુખીજન્ય ટાપુઓ ચાપાકાર (arcuate) ગોઠવણી ધરાવે છે. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે દ્વીપચાપ એ અસંખ્ય પ્રમાણમાં થયેલા ભૂકંપ, જ્વાળામુખી-પ્રસ્ફુટન અને વર્તમાન ગેડીકરણ તેમજ સ્તરભંગક્રિયાઓનાં પરિણામ છે. ભૂભૌતિક નિરીક્ષણસંશોધનની પદ્ધતિના ઉપયોગથી દ્વીપચાપ અંગેની જાણકારીમાં વધારો થયો છે. તેની મદદથી દ્વીપચાપખંડો-મહાસાગરો…

વધુ વાંચો >

ધારવાડ રચના

ધારવાડ રચના (Dharwar system) : ભારતમાં મળી આવતી પ્રી-કૅમ્બ્રિયન ખડકરચનાઓ પૈકીની દ્વિતીય ક્રમે રહેલી રચના. તેની નીચે તરફ આર્કિયન રચના અને ઉપર તરફ કડાપ્પા રચના રહેલી છે. પ્રી-કૅમ્બ્રિયન કાળગાળાની ભારતમાં મળતી ખડકરચનાઓના નિમ્ન ભાગનો આર્કિયન સમૂહમાં અને ઊર્ધ્વ ભાગનો પ્રાગ્જીવસમૂહમાં સમાવેશ કરેલો છે. આ બંને ભાગોના ફરીથી બે બે પેટાવિભાગો…

વધુ વાંચો >

નૉર્મ (ખડકોનું ગાણિતિક ખનિજ-બંધારણ)

નૉર્મ (ખડકોનું ગાણિતિક ખનિજ-બંધારણ) : અગ્નિકૃત ખડકોના CIPW (ક્રૉસ, ઈડિંગ્ઝ, પિર્સન, વૉશિંગ્ટન) સૂચિત રાસાયણિક વર્ગીકરણમાં ખનિજોને ટકાવારીમાં મૂલવતું ધોરણ. ખડકમાંનાં ખનિજો અને સંબંધિત ખનિજજૂથોનું મૂલ્યાંકન કરતી સરળ ગાણિતિક પદ્ધતિ. આ પદ્ધતિમાં જે તે ખડકનું રાસાયણિક પૃથક્કરણ કરી તેમાંથી મળતા જુદા જુદા ઑક્સાઇડને નિયત કરેલા નિયમોના ક્રમ મુજબ અન્યોન્ય સંયોજી, શક્ય…

વધુ વાંચો >

પાતાળકૂવા (artesian wells)

પાતાળકૂવા (artesian wells) : ભૂપૃષ્ઠ પરથી જરૂરી ઊંડાઈ સુધી શાર કરીને ભૂગર્ભજળની પ્રાપ્તિ માટે તૈયાર કરવામાં આવતા કૂવાનો એક વિશિષ્ટ પ્રકાર. આ પ્રકારનો કૂવો પહેલવહેલી વાર ફ્રાન્સના આર્ટિયસ પ્રદેશમાં બનાવવામાં આવેલો હોવાથી તેનું નામ અંગ્રેજીમાં ‘artesian well’ પડેલું છે. સંસ્કૃતમાં તેને ઉત્સૃત કૂવો કહે છે. ‘પાતાળકૂવો’ પર્યાય શરૂશરૂમાં ઊંડાઈએથી બહાર…

વધુ વાંચો >

પામિરનો ઉચ્ચસપાટપ્રદેશ (Pamir Plateau)

પામિરનો ઉચ્ચસપાટપ્રદેશ (Pamir Plateau) : દુનિયાનો સૌથી વધુ ઊંચો ઉચ્ચસપાટપ્રદેશ. હિમાલય પર્વતમાળા અને હિન્દુકુશ, કારાકોરમ, ક્યુએન લુન, તિયેન શાન અને ટ્રાન્સ અલાઈ જેવી મધ્ય એશિયાની અન્ય ઊંચી હારમાળાઓને જોડતો પામિરનો મોટો વિસ્તાર જે ઉચ્ચસપાટપ્રદેશનું ભૂમિસ્વરૂપ છે તે ‘દુનિયાના છાપરા’ (roof of the world) તરીકે જગપ્રસિદ્ધ છે. ફારસી ભાષામાં `પામિર'(પા-ઈ-મીર)નો અર્થ…

વધુ વાંચો >

પાયરૉક્સીન વર્ગ (Pyroxene Family)

પાયરૉક્સીન વર્ગ (Pyroxene Family) : ખડકનિર્માણનાં ખનિજો પૈકીનો મહત્વનો ખનિજવર્ગ. ખડકોના બંધારણમાં રહેલાં વિવિધ ખનિજો પૈકી પાયરૉક્સીન સમૂહનાં ખનિજો અતિ મહત્વનો ખનિજવર્ગ બનાવે છે. રાસાયણિક બંધારણની દૃષ્ટિએ ઑલિવીન ખનિજોની તુલનામાં આ ખનિજો સિલિકાના વધુ પ્રમાણવાળાં હોય છે અને તેથી તે મેટાસિલિકેટ પ્રકારનાં ખનિજો ગણાય છે. વધુમાં તેમના બંધારણમાં Fe, Mg,…

વધુ વાંચો >

પીટ

પીટ : છીછરાં સરોવરો, પંકવિસ્તારો કે અન્ય છીછરાં, ભેજવાળાં રહેતાં ગર્તસ્થાનોમાં ઊગેલા છોડ, જામતી શેવાળ, સાઈપરેસી પ્રકારની ‘સેજ’, ઘાસ પ્રકારની ‘રશ’, ઇક્વિસેટમ પ્રકારની ‘હૉર્સટેઇલ’ તેમજ અન્ય વનસ્પતિના વિઘટન-વિભંજન દ્વારા તૈયાર થતો કાળા કે ઘેરા રંગનો અવશેષ-જથ્થો. ક્યારેક તેમાં પારખી શકાય એવા વનસ્પતિના ટુકડાઓ પણ રહી જતા હોય છે, તો ક્યારેક…

વધુ વાંચો >