વ્રિજવિહારી દીનાનાથ દવે

ફેલ્સ્પાર વર્ગ

ફેલ્સ્પાર વર્ગ : ખડકનિર્માણ માટેનાં આવશ્યક ઍલ્યુમિનોસિલિકેટ ખનિજોના મહત્વના સમૂહનો ફેલ્સ્પાર વર્ગમાં સમાવેશ કરેલો છે. રાસાયણિક બંધારણ : ફેલ્સ્પાર ખનિજોનું એક સમૂહ તરીકે સર્વસામાન્ય બંધારણ પોટૅશિયમ, સોડિયમ, કૅલ્શિયમ અને ક્વચિત્ બેરિયમ સહિત ઍલ્યુમિનિયમના સિલિકેટથી બનેલું હોય છે. તેમનું રાસાયણિક બંધારણ OrxAbyAnz એ રીતે મુકાય, જેમાં x + y + z…

વધુ વાંચો >

ફેલ્સ્પેથૉઇડ ખડકો

ફેલ્સ્પેથૉઇડ ખડકો : અગ્નિકૃત ખડકોનો એક વિશિષ્ટ પ્રકાર. આ પ્રકારના ખડકોના બંધારણમાં રહેલાં ખનિજોમાં સિલિકાથી અતૃપ્ત ફેલ્સ્પેથૉઇડ વર્ગનાં ખનિજો – લ્યુસાઇટ, નેફેલીન, કેન્ક્રિનાઇટ, સોડાલાઇટ, હોયેન, નોસિયન, લેઝ્યુરાઇટ–નો સમાવેશ થાય છે. આ ખડકો સિલિકા અને ઍલ્યુમિનિયમના સંબંધમાં આલ્કલી(Na2O + K2O)ની ઊંચી ટકાવારીની વિશિષ્ટતાવાળા હોય છે. આ ખડકો કુદરતમાં અંત:કૃત, અગ્નિકૃત તેમજ…

વધુ વાંચો >

ફેલ્સ્પેથૉઇડ ખનિજવર્ગ

ફેલ્સ્પેથૉઇડ ખનિજવર્ગ : ફેલ્સ્પાર સમકક્ષ, પરંતુ સિલિકાથી અસંતૃપ્ત ખનિજોનો સમૂહ. આ ખનિજવર્ગમાં સમાવેશ કરવામાં આવેલાં ખનિજો રાસાયણિક બંધારણની ર્દષ્ટિએ ફેલ્સ્પાર ખનિજો સાથે સામ્ય ધરાવે છે, પરંતુ ફેલ્સ્પારની તુલનામાં તેમના બંધારણમાં રહેલા બેઝ(base)ના પ્રમાણમાં સિલિકાનું પ્રમાણ ઓછું હોય છે. પરિણામે સ્ફટિકીકરણથી ઉદભવેલા ક્વાર્ટ્ઝ-ખનિજ સાથે અગ્નિકૃત ખડકોમાં આ ખનિજોની હાજરી હોઈ શકતી…

વધુ વાંચો >

બર્ટ્રૅન્ડ લેન્સ

બર્ટ્રૅન્ડ લેન્સ (Bertrand lens) :  પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ–ધ્રુવણ સૂક્ષ્મદર્શકમાં ઉપયોગમાં લેવાતું ઉપકરણ. ખનિજછેદના પ્રકાશીય ગુણધર્મોનો અભ્યાસ પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ હેઠળ સાદા ધ્રુવીભૂત પ્રકાશમાં પ્રકાશ-શંકુ(conical light)ની મદદથી કરવામાં આવે છે. માઇક્રોસ્કોપમાં પ્રકાશ-શંકુ મેળવવા માટે પીઠિકા(stage)ની નીચેના ભાગમાં ધ્રુવક (polariser) અને પીઠિકાની વચ્ચે અભિકેન્દ્રિત ર્દગ્-કાચ (convergent lens) દાખલ કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રકાશ-શંકુનો…

વધુ વાંચો >

બેનિયૉફ વિભાગ

બેનિયૉફ વિભાગ (benioff zone) : પૃથ્વીના પોપડામાં છીછરી ઊંડાઈથી માંડીને ભૂમધ્યાવરણમાંની 700 કિમી. સુધી 45°નો નમનકોણ ધરાવતી, વિતરણ પામેલાં ભૂકંપકેન્દ્રોની તલસપાટીઓનો વિભાગ. તલસપાટીઓના આ વિભાગો ઊંડી દરિયાઈ ખાઈઓ, દ્વીપચાપ, નવા વયના પર્વતો અને જ્વાળામુખીઓના ઘનિષ્ઠ સંપર્કમાં રહેલા જોવા મળે છે. બેનિયૉફ વિભાગો ટોંગા-કર્માડેક, ઇઝુ-બોનિન, મરિયાના, જાપાન, ક્યુરાઇલ ટાપુઓ, પેરુ-ચીલી, ફિલિપાઇન્સ,…

વધુ વાંચો >

ભારતના ભૂસ્તરીય એકમો

ભારતના ભૂસ્તરીય એકમો : દ્વીપકલ્પ, બાહ્ય દ્વીપકલ્પ અને સિંધુગંગાનાં મેદાનો. ભૂપૃષ્ઠરચનાશાસ્ત્ર અને ભૌગોલિક સંદર્ભમાં જોતાં ભારતનો સમગ્ર વિસ્તાર આ ત્રણ સ્પષ્ટ વિભાગોનો બનેલો છે. આ ત્રણ ભૂસ્તરીય એકમોનું પ્રાદેશિક વિતરણ નીચે મુજબ છે : (1) દ્વીપકલ્પીય વિસ્તાર : શ્રીલંકાના દ્વીપ સહિત વિંધ્ય પર્વતોની દક્ષિણે આવેલો દ્વીપકલ્પીય ભારતનો ત્રિકોણાકાર ઉચ્ચસપાટ પ્રદેશ,…

વધુ વાંચો >

ભૂસંતુલન (સમસ્થિતિ–isostasy)

ભૂસંતુલન (સમસ્થિતિ–isostasy) : પૃથ્વીના પટ પર જોવા મળતાં-પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો અને ખીણો કે થાળાં જેવાં-ભૂમિલક્ષણો વચ્ચે જળવાઈ રહેલી સમતુલા(balance)ની સ્થિતિ. ભિન્ન ભિન્ન ઊંચાણ-નીચાણ ધરાવતા આ ભૂમિઆકારો ભૂસંચલનક્રિયાઓથી તેમજ પ્રાકૃતિક બળોની અસરથી અસ્તિત્વમાં આવેલા હોય છે. તે બધા ઊંચાણ-નીચાણની અનિયમિતતા દર્શાવતા હોવા છતાં પણ અરસપરસ એક પ્રકારની સમતુલા જાળવી રાખી શકે…

વધુ વાંચો >

માઇકા-પ્લેટ (અબરખ-છેદિકા)

માઇકા-પ્લેટ (અબરખ-છેદિકા) : ખનિજોની પ્રકાશીય સંજ્ઞા તેમજ સ્પંદનદિશા નિર્ધારિત કરવા માટેનું ઉપકરણ. પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ હેઠળ વિષમદિક્ધર્મીય (અસાવર્તિક) ખનિજોની પ્રકાશીય સંજ્ઞા તેમજ ખનિજ-સ્ફટિકની તેજ (fast, X) અને ધીમી (slow, Z) સ્પંદનદિશા નક્કી કરવા માટે ઉપયોગમાં લેવાતું આ એક નાનું પણ અગત્યનું ઉપકરણ છે. માઇકા-પ્લેટની રચનામાં મસ્કોવાઇટ ખનિજની તદ્દન પાતળી પતરી (કે…

વધુ વાંચો >

લિગ્નાઇટ

લિગ્નાઇટ : કોલસાનો એક પ્રકાર. દુનિયાભરમાં આ પ્રકાર ‘કથ્થાઈ સોનું’ નામથી વધુ જાણીતો છે. લિગ્નાઇટ અથવા ‘કથ્થાઈ કોલસો’ (brown coal) એ ઍન્થ્રેસાઇટ અને બિટુમિનસ કોલસાની સરખામણીએ પ્રમાણમાં હલકી કક્ષાનું ઇંધન છે, જે કાષ્ઠદ્રવ્યમાંથી કોલસામાં પરિવર્તન થવાની પીટ પછીની અને નિમ્ન બિટુમિનસ કોલસાની અગાઉની વચગાળાની કક્ષાનો નિર્દેશ કરે છે. તેનો રંગ…

વધુ વાંચો >

લિથોમાર્જ (lithomarge)

લિથોમાર્જ (lithomarge) : લૅટરાઇટ સાથે મળી આવતો એક પ્રકારનો માટીયુક્ત ખડક. સામાન્ય રીતે લૅટરાઇટ આવરણ અને તેની નીચે રહેલા બેસાલ્ટ વચ્ચે લિથોમાર્જ અથવા બોલ (bole) હોય છે. નીચે રહેલા ખડક (બેસાલ્ટ અથવા નાઇસ) ક્રમશ: લૅટરાઇટમાં પરિણમતા હોવાનો નિર્દેશ કરતી તે એક વચગાળાની કેઓલીનને મળતી આવતી પેદાશ છે. તે ઔદ્યોગિક દૃષ્ટિએ…

વધુ વાંચો >