વિ. પ્ર. ત્રિવેદી

રોલાં, રોમાં

રોલાં, રોમાં (જ. 29 જાન્યુઆરી 1866, ક્લેમસી, ફ્રાન્સ; અ. 30 ડિસેમ્બર 1944, વેઝલે) : ફ્રેન્ચ નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. પૂરું નામ રોમાં એદમે પોલ એમિલ રોલાં. વીસમી સદીના મહાન આધ્યાત્મિક સાધકો પૈકીના એક. 1915માં સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. સમકાલીન સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક પ્રશ્નોના ઉકેલ માટે સતત ચિંતિત. ફ્રેન્ચ લશ્કરમાં પ્રવર્તમાન…

વધુ વાંચો >

રૉસ્તાં, એડમંડ

રૉસ્તાં, એડમંડ (જ. 1 એપ્રિલ 1868, માર્સેલ, ફ્રાન્સ; અ. 2 ડિસેમ્બર 1918, પૅરિસ) : ફ્રેન્ચ નાટ્યકાર. વાસ્તવવાદની જ્યારે બોલબાલા હતી તે સમયમાં રૉસ્તાંનાં નાટકો ભાવકોને રોમૅન્ટિક આલમમાં લઈ જતાં હતાં. જોકે એમનાં નાટકોમાં બાહ્ય અને આંતરદૃષ્ટિએ દેશદાઝ ભરપૂર હતી. ‘સાયરેનો દ બર્જરેક’ (1897) અને ‘લૅગ્લૉં’(1900)માં વતનપ્રેમની અભિવ્યક્તિનો સ્પષ્ટ સૂર સંભળાય…

વધુ વાંચો >

લ ફાનુ, (જોસેફ) શેરિડન

લ ફાનુ, (જોસેફ) શેરિડન (જ. 28 ઑગસ્ટ 1814, ડબ્લિન, આયર્લૅન્ડ; અ. 7 ફેબ્રુઆરી 1873, ડબ્લિન) : આઇરિશ સાહિત્યકાર. ભૂતપ્રેત અને રહસ્યથી ભરપૂર ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓના લેખક. ભૂતપલીતના નિવાસસ્થાનનું હૂબહૂ ચિત્રણ ઉપજાવવાની તેમની સર્જનકલા વાચકોને ભયભીત કરી મૂકે તેવી છે. તેમનું હ્યૂગ્નોટ કુટુંબ ડબ્લિનમાં ખૂબ જાણીતું હતું. નાટ્યકાર આર. બી.…

વધુ વાંચો >

લ બ્રાઝ ઍનાતોલ

લ બ્રાઝ ઍનાતોલ (જ. 2 એપ્રિલ 1859, દૉલ, ફ્રાન્સ; અ. 2૦ માર્ચ 1926, માંતોં) : ફ્રેન્ચ લોકસાહિત્યના વિશેષજ્ઞ, નવલકથાકાર અને કવિ. શિક્ષણ પૅરિસમાં. કેટલીક યુનિવર્સિટીઓમાં તત્વજ્ઞાનના પ્રાધ્યાપક રહ્યા. પાછળથી લાંબા સમય માટે  19૦1થી 1924 સુધી યુનિવર્સિટી ઑવ્ રેનમાં ફ્રેન્ચ સાહિત્યના પ્રાધ્યાપક રહ્યા. વચમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં 19૦6માં મુલાકાતી પ્રાધ્યાપક હતા. તેમની…

વધુ વાંચો >

લમેત્ર, જૂલ

લમેત્ર, જૂલ (જ. 27 એપ્રિલ 1853, ઑર્લિયન્સ નજીક; અ. 5 ઑગસ્ટ 1914, તેવર્સ, લૉઇરેન, ફ્રાન્સ) : ફ્રેન્ચ વિવેચક, નાટ્યકાર, કવિ અને ટૂંકી વાર્તાના લેખક. શિક્ષણ ઑર્લિયન્સ અને પૅરિસમાં. એકૉલ નૉર્માલ સુપીરિયરમાંથી સ્નાતક થયા. લ હાવ્ર અને અલ્જિયર્સમાં શિક્ષક હતા. નોકરી છોડ્યા પછી પત્રકારત્વ અને સાહિત્યને ખોળે માથું મૂક્યું. ‘લે મેદેલાં’…

વધુ વાંચો >

લર્નર, ઍલન જેઈ

લર્નર, ઍલન જેઈ (જ. 31 ઑગસ્ટ 1918, ન્યૂયૉર્ક સિટી; અ. 1986, ન્યૂયૉર્ક) : અમેરિકન સ્વરનિયોજક, ગીતકવિ અને સંગીતનાટ્યકાર (librettist). બ્રૉડવેમાં ફ્રેડરિક લોઇની સાથે તેમનાં ‘બ્રિગેડૂન’ (1947), ‘પેઇન્ટ યૉર વૅગન’ (1951), ‘માય ફેર લેડી’ (1956), ‘કૅમેલૉટ’ (196૦) નામનાં સંગીતનાટકોએ લોકોની ભારે પ્રશંસા મેળવી હતી. તેમણે નિર્માણ કરેલું ‘જીજી’ ચલચિત્ર પણ લોકપ્રિય…

વધુ વાંચો >

લંડન, જૅક

લંડન, જૅક (જ. 12 જાન્યુઆરી 1876, સાન ફ્રાન્સિસ્કો; અ. 22 નવેમ્બર 1916, ગ્લેન ઍલન, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકન નવલકથાકાર અને ટૂંકી વાર્તાના સર્જક. મૂળ નામ જૉન ગ્રિફિથ ચેની. પોતાના અસ્તિત્વ માટે પ્રકૃતિ સાથે તુમુલ સંઘર્ષ કરતા માનવીના અથાગ પુરુષાર્થની કથાઓના સર્જક તરીકે તેમનું નામ સાહિત્યજગતમાં ખૂબ જાણીતું બન્યું છે. જગતની…

વધુ વાંચો >

લાઇસિયમ્સ

લાઇસિયમ્સ : સાહિત્ય અને વિજ્ઞાનના શિક્ષણ માટે સ્થપાયેલાં, અમેરિકાની કૉલેજોમાં સ્વતંત્ર રીતે ચલાવાતાં અભ્યાસવર્તુળો. મૅસેચૂસેટ્સની મિલબેરી સંસ્થામાં પ્રથમ અમેરિકન લાઇસિયમ્સની સ્થાપના 1826માં કરવામાં આવેલી. આ વિચાર જોસાયા હૉલબ્રુકનો હતો. તેમની રાહબરી હેઠળ આ સંસ્થાની 100 જેટલી શાખાઓ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં ઊભી કરવામાં આવી હતી. ખાસ કરીને પરિપક્વ ઉંમરની…

વધુ વાંચો >

લા કાલ્પ્રનેદ ગોત્યે દ કૉસ્ત સેનૉર દ (લૉર્ડ ઑવ્)

લા કાલ્પ્રનેદ, ગોત્યે દ કૉસ્ત, સેનૉર દ (લૉર્ડ ઑવ્) (જ. 1610, શૅતો ઑવ્ તુલ્ગૉં સાર્લા, ફ્રાન્સ; અ. 1663, ગ્રાન્દ ઍન્દલી) : ફ્રેન્ચ નવલકથાકાર. 17મી સદીના લાગણીપ્રધાન, સાહસિક, કાલ્પનિક, ઐતિહાસિક રોમાન્સકથાઓના અત્યંત લોકપ્રિય લેખક. શિક્ષણ તૂલૂઝમાં. પછીથી લશ્કરી તાલીમ રેજિમેન્ટ ઑવ્ ધ ગાર્ડ્ઝમાં લીધી. લશ્કરી અને સાહિત્યિક કારકિર્દીનો તેમનામાં સંગમ થયો…

વધુ વાંચો >

લાગરલોફ સેલ્મા (ઑટ્ટિલિયા લૉવિસા)

લાગરલોફ, સેલ્મા (ઑટ્ટિલિયા લૉવિસા) (જ. 20 નવેમ્બર 1858, ઑસ્ટ્રા ઍમ્ટરવિક, વૉર્મલૅન્ડ, મૉર્બાકા, સ્વીડન; અ. 16 માર્ચ 1940, મૉર્બાકા) : સ્વીડિશ નવલકથાકાર. સ્વીડિશ સાહિત્યની તત્કાલીન જીવતીજાગતી દંતકથા અને પેઢી દર પેઢીની ‘સાગા’(saga)નું સ્વરૂપ બની ગયેલ અને સાહિત્ય માટેનું 1909ના વર્ષનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર સ્વીડનની પ્રથમ સન્નારી. જગતની તમામ લેખિકાઓમાં આ…

વધુ વાંચો >