વિજ્ઞાન (સામાન્ય)

કતલખાનું

કતલખાનું : માંસાહારી પ્રજાના ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવતું માંસ મેળવવા માટે જીવંત પશુઓની કતલ કરવાનું સ્થાન. જે પશુઓનું માંસ મનુષ્ય ખાવાના ઉપયોગમાં લે છે તે પશુઓને ભોજ્ય પશુઓ કહેવામાં આવે છે. ગાય, બળદ, ભેંસ, ઘેટાં, બકરાં અને ભુંડ જેવાં વનસ્પતિ-આહારી જીવતાં પાલતુ પશુઓને ભોજ્ય પશુઓ કહેવામાં આવે છે. દુકાળ,…

વધુ વાંચો >

કાદરખાન, અબ્દુલ

કાદરખાન, અબ્દુલ (જ. 27 એપ્રિલ 1936, ભોપાલ, મધ્યપ્રદેશ) : ઇસ્લામી અણુબાબના જનક ગણાતા પાકિસ્તાની વૈજ્ઞાનિક. શિક્ષકના પરિવારમાં જન્મ. ભારતના ભાગલા પડ્યા પછી સમગ્ર પરિવારે 1952માં પાકિસ્તાનમાં કાયમી સ્થળાંતર કર્યું ત્યારે અબ્દુલ કાદરખાન 17 વર્ષના હતા. યુવા-અવસ્થાથી જ તેઓ કટ્ટર ઇસ્લામવાદી વિચારસરણીને વરેલા. કરાંચી યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં પદવી પ્રાપ્ત કર્યા પછી તેઓ…

વધુ વાંચો >

કાર્યપ્રણાલી-સંશોધન

કાર્યપ્રણાલી-સંશોધન (Operational Research) : ઇજનેરી અને ઔદ્યોગિક સંચાલન જેવી જટિલ પ્રણાલીઓને ગણિતના વ્યાપક વિનિયોગ દ્વારા વર્ણવતી કાર્યપદ્ધતિ. કાર્યપ્રણાલી-સંશોધન (OR) બીજા વિશ્વયુદ્ધની ફલશ્રુતિ છે. યુદ્ધમાં ટાઇમ-બૉમ્બના ઉપયોગ માટે અને જુદી જુદી વ્યૂહરચનાઓ માટે કાર્યપ્રણાલી-સંશોધનનો ઉપયોગ થયો હતો. યુદ્ધ બાદ ઉદભવેલી આર્થિક મંદીના ઝડપી સુધારા માટે યુ.કે.માં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનાં…

વધુ વાંચો >

કૅનિંગ

કૅનિંગ : ખાવા માટે તૈયાર થયેલ ખાદ્યપદાર્થનું પરિરક્ષણ કરવાની એક પ્રચલિત પદ્ધતિ. આ પદ્ધતિમાં ખાદ્યપદાર્થને ડબામાં હવાચુસ્ત (airtight) રીતે બંધ કરી ઉષ્માપ્રક્રિયાથી તેનું પરિરક્ષણ કરવામાં આવે છે. આરોગ્યને જોખમરૂપ જીવાણુઓનો નાશ થાય, તે વંશવૃદ્ધિ કરવા શક્તિમાન ન બને, તેમજ જીવાણુઓ દ્વારા ઉત્પાદિત વિષ અને શરીરમાં આવેલા વિઘટનકારી ઉત્સેચકોને નિષ્ક્રિય બનાવવા…

વધુ વાંચો >

ખાદ્ય પદાર્થોનું વિશ્લેષણ

ખાદ્ય પદાર્થોનું વિશ્લેષણ : પોષણની ર્દષ્ટિએ અગત્યના ખાદ્ય ઘટકોનું પ્રમાણ, ખાદ્ય પદાર્થોનું પરિરક્ષણ કરવા માટે તથા તેમને વધુ આકર્ષક બનાવવા માટે ઉમેરાતા સુવાસિત પદાર્થો તથા ખાદ્ય રંગકો માન્ય (permitted) પ્રકારના છે કે નહિ અથવા ખાદ્ય પદાર્થોમાં બીજી ભેળસેળ (adulteration) થયેલ છે કે કેમ વગેરે શોધી કાઢવાની પદ્ધતિઓ ધરાવતી રાસાયણિક પૃથક્કરણની…

વધુ વાંચો >

ખાદ્યપ્રક્રમણ-ઉદ્યોગ

ખાદ્યપ્રક્રમણ-ઉદ્યોગ (food processing industry) : કાચા ખાદ્ય પદાર્થોને રાંધવા કે આહાર માટે યોગ્ય બનાવવા તેમના ઉપર કરવામાં આવતી ક્રિયાઓ, પરિવહન સાથે સંકળાયેલા ઉદ્યોગો. ખાદ્ય પદાર્થો ઉપર નાના પાયા ઉપર આમાંની કેટલીક ક્રિયાઓ કરવા માટેની જાણકારી સદીઓથી પ્રચલિત હતી; દા.ત., માછલીની સુકવણી, માછલીનું મીઠામાં પરિરક્ષણ (preservation) તથા અથાણાં, મુરબ્બા વગેરેની બનાવટ.…

વધુ વાંચો >

ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)

ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…

વધુ વાંચો >

ગુજરાત વિજ્ઞાન અકાદમી (ગુજરાત સાયન્સ એકૅડેમી)

ગુજરાત વિજ્ઞાન અકાદમી (ગુજરાત સાયન્સ એકૅડેમી) : સમગ્ર ગુજરાત રાજ્યવ્યાપી, 1978માં સ્થપાયેલ, વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનું સંગઠન. ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(PRL)ના પૂર્વ નિયામક ડૉ. સુધીરભાઈ પંડ્યા, કમ્પ્યૂટર વિભાગના શ્રી સુરેશભાઈ ઠાકોર, ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણવિદ અને ગણિતશાસ્ત્રી ડૉ. પ્ર. ચૂ. વૈદ્ય અને અન્યના સહયોગ તથા માર્ગદર્શન સાથે આ એકૅડેમીની સ્થાપના કરવામાં આવી. તેમાં…

વધુ વાંચો >

ચેટ જીપીટી (ChatGPT)

ચેટ જીપીટી (ChatGPT) : માનવીની જેમ સંવાદ સાધતો ચેટ જીપીટી એક આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ ચેટબોટ (ગપસપ કરતો રોબો) છે. રોજિંદા વ્યવહારમાં માનવી ઉપયોગ કરે છે તેવી કુદરતી ભાષા પર તેમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તેની પ્રતિરૂપ (Model) ભાષા પ્રશ્નોના ઉત્તર આપી શકે છે. તદુપરાંત વિવિધ લેખ, નિબંધ, સોશિયલ મીડિયા પોસ્ટ, ઈમેલ,…

વધુ વાંચો >

જલવિસ્તાર વ્યવસ્થાપન

જલવિસ્તાર વ્યવસ્થાપન : કોઈ પણ જલવિસ્તારમાં ઉપલબ્ધ જલસ્રાવમાંથી વર્ષાનુવર્ષ મહત્તમ ઉત્પાદન મેળવી શકાય તેવા ઉદ્દેશને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવતું ભૂમિવિકાસ અને જલસ્રાવનું વ્યવસ્થાપન. જો કોઈ વિસ્તારમાં જલ અને ભૂમિવિકાસની પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે હાથ ધરવામાં ન આવે તો તેનાં પરિણામોનો મહત્તમ લાભ મળતો નથી કારણ કે કોઈ પણ જલસ્રાવક્ષેત્રમાં પડતા…

વધુ વાંચો >