વાતાવરણશાસ્ત્ર
વિશ્વહવામાન-સંસ્થા (World Meteorological Organisation – WMO)
વિશ્વહવામાન–સંસ્થા (World Meteorological Organisation – WMO) : યુનાઇટેડ નેશન્સ(UN)ની વિશિષ્ટ સંસ્થા. આ સંસ્થા હવામાનની આગાહીનાં નિરીક્ષણોના ઝડપી વિનિમયના કાર્યક્રમોનું આયોજન કરે છે. આયોજિત કાર્યક્રમો દુનિયાના બધા ભાગોમાં આવેલાં હવામાન-મથકો, ઉપગ્રહો તેમજ કમ્પ્યૂટરોની ગૂંથણીનું કાર્ય સંભાળે છે. દુનિયાભરમાં તેની માહિતીની આપલે પણ થાય છે. આ સંસ્થાનો તક્નીકી સહકાર-કાર્યક્રમ વિકાસશીલ દેશોની હવામાન-સેવામાં…
વધુ વાંચો >વેજનર, આલ્ફ્રેડ
વેજનર, આલ્ફ્રેડ (જ. 1 નવેમ્બર 1880, બર્લિન; અ. નવેમ્બર 1930, ગ્રીનલૅન્ડ) : પૂરું નામ વેજનર, આલ્ફ્રેડ લોથર. જર્મન આબોહવાશાસ્ત્રી અને ભૂભૌતિકશાસ્ત્રી. ખંડીય પ્રવહન સિદ્ધાંત(continental drift theory)ના પ્રણેતા. ‘ભૂસ્તરીય અતીતમાં કોઈ એક કાળે બધા જ ખંડો ભેગા ભૂમિસમૂહ રૂપે હતા અને પછીથી ધીમે ધીમે તૂટતા જઈને પ્રવહન પામતા ગયેલા છે અને…
વધુ વાંચો >શરદ (ઋતુ)
શરદ (ઋતુ) : દુનિયાના સામાન્ય સંદર્ભમાં ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે અંતિમ સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન પ્રવર્તે છે; પરંતુ આ ઋતુ ધ્રુવીય પ્રદેશમાં આટલા લાંબા ગાળા માટે પ્રવર્તતી નથી; ત્યાં અતિવિષમ ઠંડું હવામાન વહેલું શરૂ થઈ જતું હોય છે. અયનવૃત્તીય પ્રદેશોમાં ઋતુઓમાં ઝાઝો ફેરફાર જોવા મળતો…
વધુ વાંચો >શિયાળો
શિયાળો : દુનિયાના મોટાભાગના પ્રદેશોમાં પ્રવર્તતી બે પૈકીની તથા મોસમી પ્રદેશોમાં પ્રવર્તતી ત્રણ ઋતુઓ પૈકીની એક ઋતુ. ભારતીય ઋતુચક્ર પ્રમાણે હેમંત અને શિશિર ઋતુઓને આવરી લેતો સમયગાળો. વર્ષ દરમિયાનની ઠંડામાં ઠંડી ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં આ ઋતુ નવેમ્બરના મધ્યથી ફેબ્રુઆરીના મધ્ય સુધી તથા દક્ષિણ ગોળાર્ધમાં તે જૂનના મધ્યથી સપ્ટેમ્બરના મધ્ય સુધી…
વધુ વાંચો >શિશિર
શિશિર : શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે જાન્યુઆરી-ફેબ્રુઆરીના ગાળા દરમિયાન પ્રવર્તે છે. ભારતમાં પ્રવર્તતી છ ઋતુઓ (હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ) પૈકીની બીજા ક્રમે આવતી ઋતુ છે. તે હેમંતની ઠંડી પૂરી થતાં અને વસંતનું આહ્લાદક હવામાન શરૂ થાય તે પહેલાંના ગાળામાં આવે છે. ભારતમાં તે…
વધુ વાંચો >સમુદ્ર-વાતાવરણ આંતરસપાટી (sea-air interface)
સમુદ્ર–વાતાવરણ આંતરસપાટી (sea-air interface) : સમુદ્ર-મહાસાગર જળરાશિ અને વાતાવરણ વચ્ચેની સંપર્કસપાટી. આ બંને માધ્યમો વચ્ચે કેટલીક પ્રક્રિયાઓ થતી રહે છે, એ રીતે આ સપાટી પર્યાવરણ માટે ભૌતિક અને રાસાયણિક પરિબળો મારફતે ક્રિયાશીલ રહે છે, જેને પરિણામે જળરાશિની નજીકની જીવસૃદૃષ્ટિને જરૂરી પોષણ મળી રહે છે. અયનવૃત્તીય અક્ષાંશોના વિસ્તારમાં સૂર્યાઘાતથી જળસપાટી ગરમ…
વધુ વાંચો >સૂક્ષ્મ આબોહવા અને સૂક્ષ્મ હવામાનશાસ્ત્ર (Micro-climate and Micro-climatology)
સૂક્ષ્મ આબોહવા અને સૂક્ષ્મ હવામાનશાસ્ત્ર (Micro-climate and Micro-climatology) : સીમિત વિસ્તારની આબોહવા અને તેને સંલગ્ન કારણોનો વૈજ્ઞાનિક અભ્યાસ. કોઈ પણ પ્રદેશની આબોહવા એટલે વર્ષના જુદા જુદા સમયે તે પ્રદેશ પર પ્રવર્તતા હવામાનને લગતાં પરિમાણોનું સરેરાશ મૂલ્ય. આ પરિમાણોમાં દિવસ-રાત્રીનું તાપમાન, હવામાં ભેજનું રહેતું પ્રમાણ, પર્જન્ય (એટલે કે વરસાદનું પ્રમાણ) અને…
વધુ વાંચો >સૂક્ષ્મ તરલ દ્રવ્યો (Aerosols)
સૂક્ષ્મ તરલ દ્રવ્યો (Aerosols) : હવામાં તરતા રહેતા અતિસૂક્ષ્મ કણો. આ પૈકીનું ઘણુંખરું કણદ્રવ્ય જ્વાળામુખી પ્રસ્ફુટનમાંથી, ઊડી આવેલી રજમાંથી, જંગલમાં લાગેલા દવ કે ઘાસભૂમિમાં લાગેલી આગમાંથી, જીવંત વનસ્પતિમાંથી તેમજ સમુદ્રજળશીકરોના છંટકાવમાંથી ઉદભવીને (કુદરતી રીતે) એકત્રિત થયેલું હોય છે. કેટલાક કણો માનવસર્જિત પણ હોઈ શકે છે, જેવા કે કોલસો બળવાથી બનેલી…
વધુ વાંચો >સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ એજ્યુકેશન (પર્યાવરણ-શિક્ષણ કેન્દ્ર – CEE)
સેન્ટર ફૉર ઍન્વાયરન્મૅન્ટ એજ્યુકેશન (પર્યાવરણ-શિક્ષણ કેન્દ્ર – CEE) : સામાન્ય જનસમુદાયમાં પર્યાવરણ અંગે જાગૃતિ (awareness) કેળવતી રાષ્ટ્રીય સંસ્થા. સોસાયટી નોંધણીના કાયદા, 1860 નીચે 1984માં નોંધાઈ છે. તેની શરૂઆત જ પર્યાવરણના શિક્ષણ માટેના શ્રેષ્ઠતા કેન્દ્ર (centre of excellence) તરીકે થઈ છે. હાલ તે થલતેજ, અમદાવાદમાં કાર્યરત છે. ભારત સરકારના પર્યાવરણ અને…
વધુ વાંચો >