વનસ્પતિશાસ્ત્ર

આઇરિસિન

આઇરિસિન : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા કુળ ઍમેરેન્થૅસીની એક નાની પ્રજાતિ. તે શાકીય અથવા ઉપક્ષુપ જાતિઓ ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ કટિબંધીય અમેરિકા-(ઇક્વેડોર)ની મૂલનિવાસી છે. તેનાં સહસભ્યોમાં લાંપડી, મોરશિખા, કણેજરો, કાંટાળો ડાંભો, રાજગરો, તાંદળજો, ગોરખભાંજો અને અંઘેડીનો સમાવેશ થાય છે. ઍમેરેન્થેસીના ત્રણ સંવર્ગો (tribes) પૈકી આઇરિસિનનું સ્થાન ગોમ્ફ્રીનીમાં છે.…

વધુ વાંચો >

આઇસોઇટેલ્સ

આઇસોઇટેલ્સ : ત્રિઅંગી (pteridophyte) વનસ્પતિઓના વિભાગ લાયકોફાઇટામાં આવેલા વર્ગ જિહવિકાધારી(Ligulopsida)નું એક ગોત્ર. આ ગોત્રમાં આઇસોઇટેસી નામના એક જ કુળનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે આઇસોઇટિસ (Isoetes) અને સ્ટાયલાઇટિસ (Stylities) નામની બે જીવંત પ્રજાતિઓ ધરાવે છે. આઇસોઇટિસની લગભગ 75 જેટલી જાતિઓ થાય છે; તે પૈકી ભારતમાં 6 જાતિઓ નોંધાઈ છે. Isoetes…

વધુ વાંચો >

આકડો

આકડો : દ્વિદળી વર્ગમાં આવેલા ઍસ્કલેપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેની ક્ષુપ કે નાનું સ્વરૂપ ધરાવતી લગભગ 6 જેટલી જાતિઓ થાય છે અને ઉષ્ણ અને ઉપોષ્ણકટિબંધીય આફ્રિકા અને એશિયામાં તેનું વિતરણ થયેલું છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ થાય છે; તે પૈકી Calotropis gigentea (Linn.) R. Br. (સં. , अर्क, मंदार, रवि,…

વધુ વાંચો >

આકારજનન

આકારજનન (Morphogenesis) વનસ્પતિ તથા પ્રાણીઓમાં કોષપેશી અને અંગોના વિકસન તેમજ વિન્યાસ દ્વારા થતું આકારનું સર્જન. સજીવોના આકાર તથા તેની આંતરિક રચના સુંદર અને રુચિકર હોય છે. છેક પ્લેટોના સમયથી પદાર્થ અને તેની આકૃતિ વચ્ચેના સંબંધની ચર્ચા થતી આવી છે. ચૈતન્ય સ્વરૂપમાં સહજ અંતર્હિત હોય છે. વનસ્પતિસૃષ્ટિમાં રૂપનું અપાર વૈવિધ્ય જોવા…

વધુ વાંચો >

આગ્રાસરુ

આગ્રાસરુ : અનાવૃત બીજધારી વિભાગના કૉનિફરેલ્સ ગોત્રમાં આવેલા ક્યુપ્રેસેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cupressus semipervirens Linn. (ગુ. આગ્રાસરુ; અં. Italian Cypress) છે. તેના ભારતમાં થતા સહસભ્યોમાં જ્યુનિપેરસ, કૅલાઇટ્રીસ, થુજા અને લાઇબોસીડ્રસનો સમાવેશ થાય છે. કુપ્રેસસનાં વૃક્ષો વિશાળ અને સદાહરિત. છાલ પાતળી, લીસી ઊભી તિરાડો ધરાવતી અને પટ્ટીઓમાં છૂટી…

વધુ વાંચો >

આચ્છાદન-સીમા

આચ્છાદન-સીમા (ecotone) : એકમેકમાં ભળતા બે જુદા જુદા વનસ્પતિ-સમાજોની સીમારેખા. દરેક વનસ્પતિ-સમાજમાં કેટલીક જાતિઓ પાણી, પ્રકાશ અને પોષક પદાર્થો જેવા પર્યાવરણના ઘટકો પર નિયંત્રણ ધરાવે છે. આવી જાતિઓ તેના સમાજના બંધારણમાં અસરકારક ભાગ ભજવે છે. ઉપરાંત વનસ્પતિ-સમાજ પોતાના વસવાટને અનુકૂળ થઈને વિકસતો હોય છે. આમ, ભૌગોલિક રીતે પર્યાવરણ પર આધારિત…

વધુ વાંચો >

આદું

આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…

વધુ વાંચો >

આનુવર્તિક હલનચલન

આનુવર્તિક હલનચલન (tropic movements) : વળાંક કે વક્રતા (curvature) રૂપે થતું વનસ્પતિઓનું હલનચલન. વળાંક અસમાન વૃદ્ધિ કે પર્યાવરણીય કારકોની અસર નીચે થાય છે. તે ગુરુત્વાનુવર્તી (geotropic) ગુરુત્વાકર્ષણને લીધે, પ્રકાશાનુવર્તી (phototropic) આપાત (incident) પ્રકાશના પ્રમાણ અને પ્રકારને લીધે, ભૌતિક સંપર્કો – સ્પર્શાનુવર્તની (thigmotropic) અને રાસાયણિક પદાર્થોને કારણે અંગોમાં થતા સ્થાન અને…

વધુ વાંચો >

આમલી

આમલી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સીઝાલ્પિનીઑઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Tamarindusindica Linn. (સં. ચિંચા; હિં. ઈમલી, અંબલી; બં. આમરૂલ, તેંતુલ; મ. ચિંચ; ગુ. આમલી; તે. ચિંતાચેટુ; ત. પુલિયામારં, પુલિ; મલ. આમલં, ચિંચા; અં. ટૅમેરિંડ ટ્રી) છે. કાકચિયા, ચીલાર, શંખેશ્વર, ગુલમહોર, રામબાવળ, ગરમાળો, કાસુંદરો, કુંવાડિયો, અશોક અને…

વધુ વાંચો >

આમળાં

આમળાં : દ્વિદળી વર્ગમાં આવેલા યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Emblicaofficinalis Gaertn. syn. Phyllanthus emblica Linn. (સં. આદિફલ, ધાત્રી, આમલકા; હિં. આમલા, આમરા; બં. આમલકા; મ. આંવળે; ક. નલ્લામારા; તે. ઉસરકાય; ત. નલ્લામાર; મલ. આમલકં નેલ્લી; અં. એમ્બલિક મિરોબેલન) છે. આમળાં કુળનાં સહસભ્યોમાં વિવિધ પ્રકારના થોર, એકલકંટો, ભોમ,…

વધુ વાંચો >