વનસ્પતિશાસ્ત્ર

અરેકા

અરેકા (Areca) : જુઓ, સોપારી.

વધુ વાંચો >

અર્ડટમાન ગુન્નાર

અર્ડટમાન, ગુન્નાર (જ. 18 નવેમ્બર 1897, સ્વિડન; અ. 17 ફેબ્રુઆરી 1973) : જગતભરમાં પરાગરજવિજ્ઞાન અથવા પદ્મરેણુવિદ્યા(palynology)ના પ્રમુખ આર્ષ દ્રષ્ટા. તેઓ સ્વિડનમાં બ્રોમ્મા–સ્ટૉકહોમની પરાગરજવિજ્ઞાનની પ્રયોગશાળાના મદદનીશ તરીકે જોડાઈને છેવટે અધ્યક્ષ બન્યા હતા. ઈ. સ. 1957માં તેમણે ભારતમાં વ્યાખ્યાનો આપેલાં તે વખતે પોતાનાં સંશોધનોની રૂપરેખા આપી હતી. સંશોધનમાં તેમનાં પત્ની ગુન્ની સાથીદાર…

વધુ વાંચો >

અર્ધીકરણ (અર્ધસૂત્રણ અર્ધસૂત્રી વિભાજન)

અર્ધીકરણ (અર્ધસૂત્રણ, અર્ધસૂત્રી વિભાજન (meiosis) કોષવિભાજનનો એક પ્રકાર. આ પ્રકારના વિભાજનથી માતૃકોષ કરતાં નવજાત કોષમાં રંગસૂત્રોની સંખ્યા અર્ધી થાય છે. તે પ્રાણીઓમાં જન્યુકોષોના નિર્માણ સમયે થાય છે. તેને જન્યુક અર્ધીકરણ (gametic meiosis) કહે છે. શુક્રકોષજનન (spermatogenesis) દરમિયાન પ્રાથમિક-પૂર્વશુક્રકોષ(primary spermatocyte)નું અને અંડકોષજનન દરમિયાન પ્રાથમિક પૂર્વ અંડકોષ(primary oocyte)નું અર્ધીકરણ થાય છે. લીલ…

વધુ વાંચો >

અલગતા

અલગતા (અલગીકરણ – isolation) : એક જાતિનાં સજીવોનાં વિવિધ જૂથ એકમેકના સંપર્કમાં ન આવી શકવાની પરિસ્થિતિ. વિવિધ પ્રકારનાં સજીવો વિશાળ ભૌગોલિક પ્રદેશમાં પથરાયેલાં હોય છે. આવા સમૂહ અનેકવિધ અવરોધોને કારણે જૂથોમાં વહેંચાઈ જાય છે તેને કારણે અલગતા સર્જાય છે. તેને માટે ઊંચા પર્વતો, વિશાળ જળસંચય ઇત્યાદિ જવાબદાર હોય છે. અલગીકરણ…

વધુ વાંચો >

અલહાગી

અલહાગી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (લેગ્યુમિનોસી) કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિને પૅપિલિયોનોઇડી ઉપકુળમાં મૂકવામાં આવી છે. Alhagi pseudalhagi (Bieb.) Desv. syn. A. camelorum Fisch. (સં. मता; હિં. जवासो; ગુ. જવાસો, ધમાસો;  અં. કૅમલ થોર્ન) જાણીતી જાતિ છે. કૌંચા, ચણોઠી, ઇકડ વગેરે તેનાં સહસભ્યો છે. આશરે 1 મીટર ઊંચાઈ…

વધુ વાંચો >

અવકાશ જીવવિદ્યા

અવકાશ જીવવિદ્યા (exobiology) : અન્ય ગ્રહો ઉપરનું જીવનું અસ્તિત્વ તપાસતું વિજ્ઞાન. જીવવિજ્ઞાનની આ શાખા અવકાશમાં અન્ય ગ્રહો પર જીવની સંભાવનાને લગતી શોધ સાથે સંકળાયેલી છે. અવકાશયાનોના વિકાસ બાદ વિજ્ઞાનની આ શાખાનો વિશેષ વિકાસ થયો છે. અન્ય ગ્રહો પર જીવનની શક્યતા, બુદ્ધિ ધરાવતા સજીવોની સંભાવના વગેરે બાબતો અંગેનું સંશોધન તેનો વિષય…

વધુ વાંચો >

અવશિષ્ટ અંગો

અવશિષ્ટ અંગો (vestigial organs) : આરંભે ક્રિયાશીલ પરંતુ વિકાસપ્રક્રિયા દરમિયાન નિરર્થક બનીને અવશેષ રૂપે જોવા મળતાં સજીવોનાં અંગો. વનસ્પતિ અને પ્રાણીઓમાં આવાં અવશિષ્ટ અંગો જણાય છે. આ એવાં અંગો છે જે સમય જતાં અનુપયોગી બનીને માત્ર ક્ષીણ સ્વરૂપમાં રહે છે. આ જ અંગો ભૂતકાળમાં તેમના સંબંધી સજીવોમાં કે પૂર્વજોમાં નિશ્ચિત…

વધુ વાંચો >

અશ્મિલ દ્વિઅંગી

અશ્મિલ દ્વિઅંગી (fossils of bryophytes) : દ્વિઅંગીઓનાં અશ્મિલો. તે જૂજ સંખ્યામાં ઉપલબ્ધ હોય છે. કારણ કે તેમનું સુકાય (thallus) ઘણું નાજુક, બટકણું અને કુમાશવાળું હોય છે. દ્વિઅંગી બે પ્રકારની છે : પ્રહરિતા (liverworts) અને શેવાળ (moss). હાલ સુધીમાં આશરે 21 પ્રહરિતા અને 14 શેવાળ પ્રકારનાં અશ્મિલો જડ્યાં છે. શેવાળમાં કાર્બોનિફેરસ…

વધુ વાંચો >

અસંયોગી જનન (વનસ્પતિશાસ્ત્ર)

અસંયોગી જનન (વનસ્પતિશાસ્ત્ર) (apomixis) : ફલીકરણ વગરનું પ્રજનન. વનસ્પતિઓમાં સંતતિઓનું એકાંતરણ એટલે કે બે અવસ્થાઓ વારાફરતી જોવા મળે. એક તે જન્યુજનક જેમાં નર જન્યુ અને માદા જન્યુના મિલનથી યુગ્મક (zygote) બને અને તેમાંથી પુખ્તભ્રૂણ બને. બીજી અવસ્થા તે બીજાણુજનક જેમાં બીજાણુઓ (spore) બને. બીજાણુ પોતે જ ફલન વિના સ્વયં વનસ્પતિ…

વધુ વાંચો >

અસૂત્રી વિભાજન

અસૂત્રી વિભાજન (amitosis) : રંગસૂત્રો રચાયા વગરનું વિભાજન. આ પ્રકારનું વિભાજન જીવાણુ કે અમીબા જેવા પ્રજીવોમાં જોવા મળે છે. તેમાં સૌપ્રથમ કોષકેન્દ્ર લાંબું થાય, મગદળ જેવો આકાર ધારણ કરે, ત્યારબાદ તેમાં ખાંચ ઉત્પન્ન થાય, જે ધીરે ધીરે વધતાં એક કોષકેન્દ્રમાંથી બે કોષકેન્દ્રોનું નિર્માણ થાય છે. આ વિભાજનમાં નવાં રંગસૂત્રો બનતાં…

વધુ વાંચો >