વનસ્પતિશાસ્ત્ર

ડુંગળી

ડુંગળી : એકદળી વર્ગમાં આવેલા લીલીએસી કુળની વનસ્પતિ. ડુંગળીનું વૈજ્ઞાનિક નામ Alliumcepa છે. ઈરાન અને પાકિસ્તાનના પ્રદેશો ડુંગળીના ઉદભવનું મૂળ કેન્દ્ર ગણાય છે. હિંદીમાં प्याज, મરાઠીમાં कांदा, તેલુગુમાં નિરુલી, જ્યારે અંગ્રેજીમાં onion નામથી તે જાણીતી છે. ડુંગળીનો છોડ ગોળાકાર, પોલાં અને પુષ્ટ પર્ણોવાળો હોય છે. કંદ જમીનમાં કળી ઉપર રૂપાંતરિત…

વધુ વાંચો >

ડૂરેન્ટા

ડૂરેન્ટા : દ્વિદળી વર્ગમાં આવેલ કુળ વર્બીનેસીની ક્ષુપ અને વૃક્ષની બનેલી નાની પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. Duranta repens, Linn. syn. D. plumieri, Jacq. (ગુ. દમયંતી) ભારતમાં પ્રવેશ પામેલી એકમાત્ર જાતિ છે અને વાડની શોભા વધારવા ઉગાડાય છે. તે લગભગ 2.0થી 5.0 મીટર ઊંચી હોય છે. તેની ઝૂકેલી ચતુષ્કોણીય…

વધુ વાંચો >

ડૂંખ અને ફળની ઇયળ

ડૂંખ અને ફળની ઇયળ : રીંગણની આ એક અગત્યની જીવાત છે. તેને લ્યુસીનોડસ ઓર્બોનાલીસના વૈજ્ઞાનિક નામથી ઓળખવામાં આવે છે. તેનો રોમપક્ષ શ્રેણીના પાયરેલીડી કુળમાં સમાવેશ થયેલો છે. રીંગણ ઉપરાંત તેનો ઉપદ્રવ બટાટાના પાકમાં પણ જોવા મળે છે. આ કીટકનું ફૂદું મધ્યમ અને સફેદ પાંખો પર મોટા તપખીરિયા રંગના ડાઘાવાળું હોય…

વધુ વાંચો >

ડૅઇઝી

ડૅઇઝી : દ્વિદળી વર્ગમાં આવેલ એસ્ટરેસી કુળની ઉદ્યાનોમાં ઉગાડાતી કેટલીક જાતિઓ. તેના મુંડક પ્રકારના પુષ્પવિન્યાસના બિંબની મધ્યમાં નલિકાકાર અને સામાન્યત: પીળાં બિંબપુષ્પકો અને તેની ફરતે રંગીન આકર્ષક કિરણપુષ્પકો આવેલાં હોય છે. તેના પ્રકાંડના તલપ્રદેશમાંથી શાખાઓ ફૂટીને વનસ્પતિઓ ઝૂમખાંદાર બને છે. ઑક્સ-આઇ ડૅઇઝી અમેરિકામાં થતું પ્રાકૃતિક ડૅઇઝી છે. તેનું વૈજ્ઞાનિક નામ…

વધુ વાંચો >

ડોજ, બર્નાર્ડ ઓગિલ્વી

ડોજ, બર્નાર્ડ ઓગિલ્વી (જ. 18 એપ્રિલ 1872, મોસ્ટન, વિસ્કોન્સિન,  યુ.એસ.;  અ. 9 ઑગસ્ટ 1960, ન્યૂયૉર્ક, યુ. એસ.) : અમેરિકન વનસ્પતિશાસ્ત્રી. ફૂગની જનીનવિદ્યા પર થયેલાં સંશોધનોના અગ્રણી વૈજ્ઞાનિક હતા. માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા બાદ 1892માં તેમણે જિલ્લાની શાળાઓમાં શિક્ષણ આપ્યું અને માધ્યમિક શાળાના આચાર્ય બન્યા. 28 વર્ષની ઉંમરે મિલ્વોકી નૉર્મલ સ્કૂલમાં…

વધુ વાંચો >

ડોડી

ડોડી : દ્વિદળી વર્ગના એસ્કેલપિયેડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Leptadenia reticulata Wight & Arn. (સં. જ્હ્રઝ, હિં. ઝહ્રજ્રહ્મ; મ. અને ગુ. ડોડી, નાની ડોડી, ખીર ખોડી, રાઈ ડોડી, વર્ષા ડોડી, શિંગુટી; તે. કલાસા; તા. પલાઈકકોડી) છે. બહુશાખિત આધારની ફરતે વીંટળાઈને આરોહણ કરતી ક્ષુપ-સ્વરૂપ વેલ. હિમાલયના તળેટી વિસ્તાર, પંજાબ,…

વધુ વાંચો >

ડોમ્બીઆ

ડોમ્બીઆ : દ્વિદળી વર્ગમાં આવેલ કુળ સ્ટરક્યુલિયેસીની સદાહરિત ક્ષુપ કે નાનાં વૃક્ષોની લગભગ 200 જેટલી જાતિઓના સમૂહ વડે બનતી પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય આફ્રિકા, માડાગાસ્કર અને માસ્કારિનના ટાપુઓની મૂલનિવાસી છે. ભારતમાં તેની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિ તરીકે ઉગાડાય છે. 2થી 3 મીટર ઊંચી થતી આ વનસ્પતિનાં પર્ણો ત્રિખંડી અને મોટાં…

વધુ વાંચો >

ડોળ–ડોળી

ડોળ–ડોળી : મહુડાના વૃક્ષનું બીજ, મહુડો દ્વિદળી વર્ગમાં આવેલા સેપોટેસી કુળની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનિક નામ Madhuca indica J.F. Gmel. છે. મહુડાના માંસલ ફળની અંદર એક અથવા કોઈક વખત બે બીજ હોય છે. મહુડાનું વૃક્ષ 8થી 10 વર્ષનું થાય એટલે ફળ આપવાનું શરૂ કરે છે અને 60 વર્ષ સુધી ફળો…

વધુ વાંચો >

ડ્રેસીના

ડ્રેસીના : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા લીલીયેસી કુળની લગભગ 40 જેટલી અરોમિલ (glabrous), શાકીય (herbaceous) કે કાષ્ઠમય ક્ષુપ અને વૃક્ષ (40 મી. સુધી ઊંચાં) સ્વરૂપ ધરાવતી પ્રજાતિ. તે દુનિયાના ગરમ પ્રદેશોમાં સામાન્ય છે. ભારતમાં મોટા ભાગની વિદેશી (exotic) અને લગભગ 6 જેટલી વન્ય (wild) જાતિઓ થાય છે. તેની ઘણી જાતો…

વધુ વાંચો >

તખ્તાજાન, આર્મેન

તખ્તાજાન, આર્મેન (જ. 10 જૂન 1910; અ. 13 નવેમ્બર 2009) : રશિયાના વિશ્વવિખ્યાત વનસ્પતિશાસ્ત્રી અને ઉત્ક્રાંતિવિદ (evolutionist). તેમણે ઉચ્ચશિક્ષણ લેનિનગ્રેડ અને મૉસ્કોમાં પ્રાપ્ત કર્યું હતું. લેનિનગ્રેડની બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ધ અકૅડમી ઑવ્ સાયન્સીસમાં જોડાયા બાદ તે કોમારૉવ બૉટનિકલ ઇન્સ્ટિટ્યૂટના નિયામક બન્યા. વનસ્પતિ-વિસ્તરણ અને વર્ગીકરણનો ઘનિષ્ઠ અભ્યાસ કરી 1942માં વનસ્પતિ-વર્ગીકરણની સરળ…

વધુ વાંચો >