વનસ્પતિશાસ્ત્ર
ટ્રાન્સૅક્ટ
ટ્રાન્સૅક્ટ (અનુકાપ-પદ્ધતિ) : કોઈ પણ નિવસન પ્રદેશમાં સીધી લીટી કે પટ્ટી કલ્પીને તેના પરિસરમાં આવેલી વનસ્પતિનું વિતરણ (distribution) અને વિપુલતાનું સર્વેક્ષણ કરવાની પદ્ધતિ. આવા સર્વેક્ષણ વડે જે તે પ્રદેશમાં આવેલ વનસ્પતિસમૂહની નોંધ, પ્રતિચિત્રણ (mapping) અને તેના બંધારણમાં થતા ફેરફારનો અભ્યાસ કરવામાં આવે છે. આ અનુકાપ સીધી રેખા નિશ્ચિત પહોળાઈ ધરાવતી…
વધુ વાંચો >ટ્રાયકોમાઇસેટીસ
ટ્રાયકોમાઇસેટીસ : ફૂગના ઍમેસ્ટીગોમાયકોટિના વિભાગનો એક વર્ગ. આ ફૂગ મુખ્યત્વે જીવતા કીટકો, સહસ્રપાદ અને સ્તરકવચીઓ સાથે સંકળાયેલી હોય છે. જોકે એક જાતિને બાદ કરતાં બધી જ જાતિઓ જલીય યજમાનોના પાચનતંત્રમાં થાય છે. આ ફૂગ સ્થાપનાંગ (hold fast) નામની વિશિષ્ટ રચના દ્વારા કાઇટીનયુક્ત પશ્ચાંત્ર(hind gut)માં ચોંટીને રહે છે. આ ફૂગનું મિસિતંતુ…
વધુ વાંચો >ટ્રાયગોનેલા
ટ્રાયગોનેલા : વનસ્પતિના દ્વિદળી વર્ગના ફેબેસીકુળના ઉપકુળ પેપીલીઓનેસીની એકવર્ષાયુ પ્રજાતિ. તે 50 જેટલી જાતિઓ ધરાવે છે. તે ભૂમધ્ય સમુદ્રીય દેશો, યુરોપ, એશિયા, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાં વિતરણ પામેલી છે. તેની ભારતમાં 11 જેટલી જાતિઓ જોવા મળે છે. સામાન્ય રીતે મેથી તરીકે જાણીતી Trigonella foenum-graecum Linn. સમગ્ર ભારતમાં શાકભાજી (culinary) અને…
વધુ વાંચો >ટ્રાયટર્પિનૉઇડ ઔષધો
ટ્રાયટર્પિનૉઇડ ઔષધો : ત્રણ ટર્પિન એકમો હોય એટલે કે 30 કાર્બન પરમાણુવાળી રચના હોય એવાં ઔષધો. તે વનસ્પતિમાંથી વધુ મળે છે. વનસ્પતિમાં ટ્રાયટર્પિન મુખ્યત્વે સૅપોનિન, ગ્લાયકોસાઇડ રૂપમાં હોય છે. સૅપોનિન ધરાવતી આવી વનસ્પતિ માનવી પુરાણકાળથી સાબુની માફક વાપરતો આવ્યો છે. કારણ કે તે પાણી સાથે સાબુની માફક ફીણ ઉત્પન્ન કરે…
વધુ વાંચો >ટ્રાવેલર્સ ટ્રી
ટ્રાવેલર્સ ટ્રી : એકદળી વર્ગના સીટેમીનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ravenala madagascariensis, Sonnert છે અને તે માડાગાસ્કર ટાપુનું મૂલનિવાસી છે. તેનાં પર્ણો કેળનાં પર્ણો સાથે સામ્ય ધરાવે છે. પર્ણદંડો 1.5 મી. લાંબા, નીચેથી ખીચોખીચ અને ઉપરથી ફેલાયેલા હોવાથી પર્ણદળો પંખાકારે ગોઠવાય છે. તેઓ લંબગોળાકાર હોય છે. આ વૃક્ષ પર…
વધુ વાંચો >ટ્રિટિકેલ
ટ્રિટિકેલ (માનવસર્જિત ધાન્ય) : એકદળી વર્ગના પોએસી કુળની x Triticosecale પ્રજાતિ તરીકે જાણીતી સંકર (hybrid) વનસ્પતિ. આ માનવસર્જિત ધાન્ય લગભગ 100 વર્ષથી ધાન્ય વર્ગના પાકમાં સામેલ છે, જે બાહ્ય દેખાવે ઘઉંને મળતું આવે છે. આ ધાન્યના દાણા ઘઉં કરતાં મોટા હોય છે. તેની વૃદ્ધિ ઝડપી હોય છે અને બધા જ…
વધુ વાંચો >ટ્રેગસ
ટ્રેગસ : એકદળી વર્ગના તૃણાદિ (Poaceae) કુળની એકવર્ષાયુ કે બહુવર્ષાયુ પ્રજાતિ, જેનું વિતરણ મુખ્યત્વે આફ્રિકાના ઉષ્ણ પ્રદેશોમાં, ભારતમાં અને વિશ્વના અન્ય ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. વાંદરિયા ઘાસ (Tragus biflorus schult. Syn. T. racemosus Hook. F.) તરીકે ઓળખાતી આ પ્રજાતિ 15 સેમી. સુધી ઊંચે વધે છે. તૃણ ભૂપ્રસારી અને ચોમાસા દરમિયાન…
વધુ વાંચો >ટ્રૅગાકાન્થ
ટ્રૅગાકાન્થ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલ એસ્ટ્રેગેલસ ગમીફેર અને તેની બીજી જાતિઓના પ્રકાંડમાંથી મળતો ગુંદર. વાણિજ્યમાં તે પર્શિયન ટ્રૅગાકાન્થ તરીકે ઓળખાય છે. તે ઈરાન અને ઉત્તર સીરિયામાંથી મળે છે. સ્મર્ના ટ્રૅગાકાન્થ તુર્કસ્તાનમાં મળે છે. ગુંદર આશરે 3 સેમી. લાંબી, 1 સેમી. પહોળી અને 2 મિમી. જાડી પાતળી, ચપટી, વક્ર…
વધુ વાંચો >ટ્રેગિયા
ટ્રેગિયા : વનસ્પતિના દ્વિદળી વર્ગના યુફોરબિયેસી કુળની શાકીય પ્રજાતિ. તેનું સ્વરૂપ આરોહી (climber) કે વેલામય (twiner) હોય છે અને તે દંશીરોમ (stinging hairs) ધરાવે છે. તે વિશ્વના ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ પ્રદેશોમાં મુખ્યત્વે અમેરિકામાં મળી આવે છે. ભારતમાં તેની લગભગ 10 જેટલી જાતિઓ નોંધાયેલી છે. Tragia involucrata, Linn. (સં. घुस्पर्शा, હિં.…
વધુ વાંચો >ટ્રેડસ્કન્શિયા
ટ્રેડસ્કન્શિયા : એકદળી વર્ગના કોમ્મેલીનેસી કુળની શાકીય પ્રજાતિ. તે મેક્સિકોની મૂલનિવાસી છે. ઉચ્ચાગ્ર ભૂશાય Tradescantia zebrena, Hort, (wanderingjew) syn. Zebrina pendula Schnize. નાની અધ:પતિત (decumbent) બહુવર્ષાયુ શાખિત જાતિ છે. તે જમીન પર પથરાઈ જાય છે અને લટકતી છાબમાં સુંદર દેખાય છે. પર્ણો લાંબાં, અંડાકાર, નીચેની સપાટીએથી રોમિલ, અણીદાર, 7થી 8…
વધુ વાંચો >