રાજ્યશાસ્ત્ર

મૅન્લી, માઇકલ (નૉર્મન)

મૅન્લી, માઇકલ (નૉર્મન) (જ. 10 ડિસેમ્બર 1924, જમૈકા; અ. 6 માર્ચ 1997, કિંગસ્ટન, જમૈકા) : જમૈકાના રાજકારણી તથા 1972થી 1980 તથા 1989થી 1992ના ગાળા દરમિયાન જમૈકાના વડાપ્રધાન. તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ખાતે અભ્યાસ કર્યો અને તે પછી થોડો વખત પત્રકાર તરીકે કામ કર્યું. તે પછી તેઓ જમૈકા પાછા આવ્યા…

વધુ વાંચો >

મેન્શેવિક

મેન્શેવિક : રશિયન સોશિયલ ડેમૉક્રૅટિક લેબર પાર્ટીના લઘુમતી ધરાવતા જૂથના સભ્યો માટે કરવામાં આવતું સંબોધન. સ્થાપના 1898. રૂસી ભાષામાં ‘મેન્શેવિક’ શબ્દનો અર્થ છે ‘લઘુમતી’. ઉપર્યુક્ત પક્ષ માર્કસવાદી પક્ષ તરીકે જાણીતો હતો, જેણે રશિયન ક્રાંતિને અને પછીથી રશિયન રાજ્યને વિચારસરણી અને નેતૃત્વ પૂરાં પાડ્યાં. પક્ષની સ્થાપનાનાં પાંચ વર્ષ બાદ 1903માં આ…

વધુ વાંચો >

મેર, ગોલ્ડા

મેર, ગોલ્ડા (જ. 3 મે 1898, કીવ, યુક્રેન; અ. 8 ડિસેમ્બર 1978) : ઈ. સ. 1969થી 1974 સુધી ઇઝરાયલનાં વડાંપ્રધાન. તેમનો જન્મ સોવિયેત સંઘના એક ગરીબ યહૂદી કુટુંબમાં થયો હતો. 1906માં એમણે યુ.એસ. જઈને ત્યાંના વિસ્કૉન્સિન રાજ્યના મિલવાકી શહેરમાં વસવાટ કર્યો. ત્યાં થોડો સમય એમણે શાળામાં શિક્ષિકા તરીકે કામ કર્યું.…

વધુ વાંચો >

મેરિયમ, ચાર્લ્સ એડ્વર્ડ

મેરિયમ, ચાર્લ્સ એડ્વર્ડ (જ. 15 નવેમ્બર 1874, હોપકિન્ટન, લોવા, અમેરિકા; અ. 8 જાન્યુઆરી 1953) : રાજ્યશાસ્ત્રના જાણીતા પ્રાધ્યાપક. રાજકારણમાં નવા ર્દષ્ટિકોણથી વિચારવાનો સિલસિલો અમેરિકન પોલિટિકલ સાયન્સ ઍસોસિયેશન – ‘આપ્સા’ – નાં વાર્ષિક અધિવેશનોમાં આરંભાયો. આ દિશામાં મેરિયમે નોંધપાત્ર કામગીરી બજાવી. 1925માં ‘આપ્સા’ના અધ્યક્ષીય પ્રવચન દરમિયાન તેમણે જણાવ્યું કે આપણા સમયની…

વધુ વાંચો >

મૅશેલ, સમોરા મોઝિઝ

મૅશેલ, સમોરા મોઝિઝ (જ. 1933, અ. 1986) : મોઝામ્બિકમાંના પૉર્ટુગીઝ શાસન સામેની ગેરીલા લડતના નેતા. તેમણે કૅથલિક મિશન સ્કૂલમાં અભ્યાસ કર્યો અને તે પછી હૉસ્પિટલમાં પુરુષ-નર્સ તરીકે સેવા બજાવી. તેઓ ‘ફૅન્તે દ લિબેર્ટકો દ મોકામ્બિક’ નામના લશ્કરી દળના કમાન્ડર-ઇન-ચીફ હતા (1966–70) અને 1970થી તેના પ્રમુખ બન્યા. મોઝામ્બિક સ્વતંત્ર થયું ત્યારે…

વધુ વાંચો >

મૅસીર, ક્વેટ

મૅસીર, ક્વેટ (જ. 1925) : બૉટ્સ્વાનાના રાજદ્વારી પુરુષ અને 1980થી તેના પ્રમુખ. તેમણે પત્રકારત્વથી કારકિર્દીનો આરંભ કર્યો. ત્યારબાદ તેમણે બૅગ્વાફત્સે ટ્રાઇબલ કાઉન્સિલ મારફત રાજકારણમાં અને ત્યારપછી લેજિસ્લેટિવ કાઉન્સિલમાં પ્રવેશ કર્યો. 1962માં તેઓ ‘બૉટ્સ્વાના ડેમૉક્રૅટિક પાર્ટી’ના સહસ્થાપક બન્યા. 1965માં તેઓ નાયબ વડાપ્રધાન બન્યા. 1966માં દેશને સંપૂર્ણ સ્વાતંત્ર્ય સાંપડ્યું ત્યારે તેઓ 1966માં…

વધુ વાંચો >

મેસોપોટેમિયા

મેસોપોટેમિયા : જુઓ, ઇરાક.

વધુ વાંચો >

મેહદી નવાજ જંગ

મેહદી નવાજ જંગ (જ. 14 મે 1894, હૈદરાબાદ; અ. 28 જૂન 1967, હૈદરાબાદ) : ગુજરાતના પ્રથમ રાજ્યપાલ, અરબી-ફારસીના વિદ્વાન તથા હૈદરાબાદના નિઝામ પરિવારના સભ્ય. પિતા સૈયદ અબ્બાસસાહેબ. ત્રણ સો વર્ષ પૂર્વે ઈરાનથી દિલ્હી આવી વસેલા ખાનદાન અને ખમીરવંતા કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદમાં. 1911માં મુંબઈ યુનિવર્સિટીમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી.…

વધુ વાંચો >

મોઝલી, ઓસવાલ્ડ (અર્નેલ્ડ)

મોઝલી, ઓસવાલ્ડ (અર્નેલ્ડ) (જ. 16 નવેમ્બર 1896, લંડન; અ. 3 ડિસેમ્બર 1980, પૅરિસ નજીકનું ઓર્સે) : બ્રિટિશ રાજનીતિજ્ઞ. 1918થી 1931 સુધી સાંસદ તરીકે કામગીરી કર્યા બાદ તેમણે 1932માં બ્રિટિશ યુનિયન ઑવ્ ફાસિસ્ટની સ્થાપના કરી. આ સંસ્થા સેમેટિક જાતિઓ વિરુદ્ધ પ્રચાર કરતી અને લડાયક દેખાવો યોજી, નાઝી-વિચારનો પ્રચાર કરવા માટે જાણીતી…

વધુ વાંચો >

મૉડેલ, વાલ્ટર

મૉડેલ, વાલ્ટર (જ. 1891; અ. 21 એપ્રિલ 1945) : જર્મનીના નાઝી લશ્કરના બાહોશ સેનાપતિ અને હિટલરના વિશ્વાસુ સાથી. નાઝી શાસન હેઠળ લશ્કરના જે અધિકારીઓને ઉચ્ચ હોદ્દાઓ પર વિશેષ બઢતીઓ આપવામાં આવી હતી તેમાં જનરલ મૉડેલનો સમાવેશ થયો હતો. લશ્કરના વરિષ્ઠ અધિકારી તરીકે તેમની કારકિર્દી બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન ધ્યાનાર્હ રહી…

વધુ વાંચો >