રાજ્યશાસ્ત્ર
ત્રિવેદી, રામકૃષ્ણ
ત્રિવેદી, રામકૃષ્ણ (જ. 21 જાન્યુઆરી 1921, મિંગયાન, મ્યાનમાર; અ. 19 નવેમ્બર 2015, લખનઉ) : ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી-નિયામક અને ગુજરાતના ભૂતપૂર્વ ગવર્નર. મહાવીરપ્રસાદ અને રમાદેવીના પુત્ર. લખનૌ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક ઉપાધિ હાંસલ કર્યા પછી, 1943માં ‘ઇન્ડિયન સિવિલ સર્વિસીસ’માં જોડાયા. ત્યારબાદ 53થી 79 દરમિયાન તેમણે જિલ્લા–મૅજિસ્ટ્રેટ, વાઇસ-પ્રિન્સિપાલ (આઇ.એ.એસ. ટ્રેનિંગ સ્કૂલ, દિલ્હી) તરીકે…
વધુ વાંચો >થરૂર, શશી
થરૂર, શશી (જ. 9 માર્ચ 1956, લંડન) : યુનોના ઉચ્ચ અધિકારી અને ખ્યાતનામ પત્રકાર, લેખક અને રાજકારણી. ભારતીય નાગરિકત્વ ધરાવતા શશી થરૂરનું વતન કેરળ છે. યુનોના મહામંત્રીના પદ માટેની 2006ની સ્પર્ધાના તેઓ ઉમેદવાર હતા અને તેમની ઉમેદવારીને ભારત સરકારે સમર્થન આપ્યું હતું. 1978માં યુનોની વહીવટી સેવામાં જોડાઈને તેમણે કારકિર્દીનો આરંભ…
વધુ વાંચો >થાઇલૅન્ડ
થાઇલૅન્ડ : મલય દ્વીપકલ્પના ઉત્તર છેડે આવેલો થાઇ લોકોનો દેશ. ‘થાઇલૅન્ડ’ શબ્દનો અર્થ ‘સ્વતંત્ર દેશ’ થાય છે. તેનું જૂનું નામ ‘સિયામ’ છે. તેની વધુમાં વધુ ઉત્તર દક્ષિણ-લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ અનુક્રમે 1700 કિમી. અને 800 કિમી. છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ કમ્બોડિયા, લાઓસ અને અગ્નિ તથા દક્ષિણે મલેશિયા અને…
વધુ વાંચો >દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકા આફ્રિકા ખંડનો આર્થિક રીતે સમૃદ્ધ તથા વિકસિત પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 22° દ. અ. થી 35° દ. અ. અને 16° પૂ. રે. થી 33° પૂ. રે.. દેશના કિનારાની કુલ લંબાઈ 2798 કિમી. જેટલી છે. આફ્રિકા ખંડના છેક દક્ષિણના ભૂ-ભાગને ‘દક્ષિણ આફ્રિકા’ તરીકે ઓળખવામાં આવે છે જે સંસદીય…
વધુ વાંચો >દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠન
દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા લોકસંગઠન (South-West Africa People´s Organization – SWAPO) : દક્ષિણ આફ્રિકાની રંગભેદનીતિથી પ્રેરિત સરકારના તેના રાજકીય આધિપત્યમાંથી દક્ષિણ-પશ્ચિમ આફ્રિકાને (હાલના નામિબિયા) આઝાદી મળે તે માટે લડત આપનાર પક્ષ. પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ આફ્રિકા (નામિબિયા) જર્મનરક્ષિત વિસ્તાર હતો. 1920માં લીગ ઑવ્ નૅશન્સ પાસેથી દક્ષિણ આફ્રિકાએ મૅન્ડેટ પ્રદેશ તરીકે તેનો વહીવટ…
વધુ વાંચો >દયાન, મોશે
દયાન, મોશે (જ. 20 મે 1915, ડેગન્યા, પૅલેસ્ટાઇન; અ. 16 ઑક્ટોબર 1981, તેલ એવીવ) : ઇઝરાયલના મુત્સદ્દી અને લશ્કરી નેતા. ઇઝરાયલને 1967માં તેના અરબ પડોશી દેશો સાથેના યુદ્ધમાં જે વિજય મળ્યો તેનો જશ મહદંશે દયાનને આપવામાં આવે છે અને તેને લીધે તે તેમના જીવનકાળ દરમિયાન પોતાના દેશની સલામતીનું પ્રતીક બની…
વધુ વાંચો >દરમિયાનગીરી
દરમિયાનગીરી : આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ એક દેશે બીજા દેશની સંમતિ સિવાય તે દેશની આંતરિક બાબતોમાં રાજકીય હેતુસર આપખુદ રીતે કરેલી દખલ. તે રાજદ્વારી અને સશસ્ત્ર એમ બે પ્રકારની હોઈ શકે છે. પોતાના નાગરિકોના રક્ષણાર્થે અન્ય માર્ગોનો સહારો લીધા વિના અન્ય કોઈ દેશની આંતરિક બાબતમાં દખલ કરવાનો કોઈ દેશને હક નથી.…
વધુ વાંચો >દંડ
દંડ : સમાજની સલામતી અને સુરક્ષાનું મહત્વનું સાધન. રાજનીતિશાસ્ત્ર અને વહીવટના સંદર્ભમાં ‘દંડ’ શબ્દનો ઉપયોગ થાય છે. શાસનવ્યવસ્થાનું મૂળભૂત અંગ દંડ છે અને તેથી તે લોકોના હકનું રક્ષણ કરનાર માધ્યમ બને છે. દંડ વિના જીવનવ્યવહાર સંભવિત નથી. દંડની ઉત્પત્તિ રાજ્ય સાથે થઈ. મનુષ્યની પ્રાથમિક અવસ્થામાં દંડ ન હતો કારણ કે…
વધુ વાંચો >દંડવતે, મધુ
દંડવતે, મધુ (જ. 21 જાન્યુઆરી 1924, અહમદનગર; અ. 12 નવેમ્બર 2005, મુંબઈ) : ભારતના સંઘર્ષ અને સ્વાધ્યાય-પ્રવણ સમાજવાદી નેતા તેમજ સદા સજ્જ સાંસદ. પિતાનું નામ રામચંદ્ર. મુંબઈના રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ ખાતે ઉચ્ચ શિક્ષણ લઈ એમ.એસસી. થયા બાદ તેમણે 1946થી 1971નાં વરસો દરમિયાન સિદ્ધાર્થ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રના અધ્યાપક તરીકે સેવાઓ આપવા…
વધુ વાંચો >દા કુન્હા, ટ્રિસ્ટાઓ બ્રેગાન્ઝા
દા કુન્હા, ટ્રિસ્ટાઓ બ્રેગાન્ઝા (જ. 2 એપ્રિલ 1891, ચાંદોર, ગોવા; અ. 26 સપ્ટેમ્બર 1958) : ગોવાના ખ્રિસ્તી રાજપુરુષ. ભારતીય રાષ્ટ્રીય મહાસભાને પગલે તેમણે ગોવામાં રાષ્ટ્રવાદી પ્રવૃત્તિનો આરંભ કર્યો હતો. 1928માં ગોવા કૉંગ્રેસ સમિતિની રચના કરેલી. 1945માં મુંબઈમાં ગોવા યૂથ લીગની સ્થાપના કરેલી. તેમણે પત્રકારત્વમાં પણ ઝંપલાવ્યું. વિવિધ વૃત્તપત્રોનું સંચાલન કરી…
વધુ વાંચો >