રાજ્યશાસ્ત્ર
ટ્યૂનિસિયા
ટ્યૂનિસિયા : ઉત્તર આફ્રિકાનું સૌથી નાનું રાજ્ય. તે 29° 54´ અને 37° 21´ ઉ. અ. તથા 7° 33´ અને 11° 38´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ ભૂમધ્ય સમુદ્ર, અગ્નિ ખૂણે લિબિયા તથા નૈર્ઋત્ય ખૂણે અને પશ્ચિમે અલ્જિરિયા છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 780 કિમી. અને પૂર્વ-પશ્ચિમ…
વધુ વાંચો >ટ્રમ્પ ડોનાલ્ડ
ટ્રમ્પ ડોનાલ્ડ (14 જૂન, 1946, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકાના 45માં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ. ટ્રમ્પના પિતા અમેરિકાનાં પ્રસિદ્ધ રિયલ-એસ્ટેટ ડેવલપર ફ્રેડ ટ્રમ્પ અને માતા એની મેકલીઓડનું ચોથું સંતાન. બાળમંદિરથી સાતમા ધોરણ સુધી કૂ-ફૉરેસ્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો. 1964માં ફોર્ડહામ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો. બે વર્ષ પછી પેન્સિલ્વેનિયાની વ્હોર્ટન સ્કૂલમાં સ્થળાંતરણ કરીને 1968માં અર્થશાસ્ત્રમાં સ્નાતકની…
વધુ વાંચો >ટ્રસ્ટીશિપ કાઉન્સિલ
ટ્રસ્ટીશિપ કાઉન્સિલ : ટ્રસ્ટપ્રદેશોના સ્વશાસન કે સ્વતંત્રતાને અનુલક્ષીને કરવામાં આવતા વહીવટના નિરીક્ષણ માટે સ્થપાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની એક મહત્વની સંસ્થા. ટ્રસ્ટીશિપ કાઉન્સિલ હેઠળ જે પ્રદેશોનો વહીવટ કરવામાં આવતો હોય તે ટ્રસ્ટ-પ્રદેશો તરીકે ઓળખાયા. આવા પ્રત્યેક પ્રદેશનો વહીવટ સંયુક્ત રાષ્ટ્રસંઘના ખતપત્ર હેઠળ નક્કી કરાયેલા સિદ્ધાંતોને અનુલક્ષીને થયેલી સમજૂતીની જોગવાઈઓ મુજબ કરવાનો હતો.…
વધુ વાંચો >ટ્રિનિડાડ અને ટોબેગો
ટ્રિનિડાડ અને ટોબેગો : વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના સમૂહમાં તેના દક્ષિણ છેડા પર આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : 11o 00’ ઉ. અ. અને 61o 00’ પ. રે.. વિસ્તારની ર્દષ્ટિએ તે ટાપુઓમાં બીજા ક્રમનો છે. તે 2 મુખ્ય તથા 21 નાના ટાપુઓનો બનેલો દેશ છે. તેનો કુલ વિસ્તાર 5,131 ચોકિમી. તથા…
વધુ વાંચો >ટ્રીગ્વે લી
ટ્રીગ્વે લી : જુઓ, લી, ટ્રીગ્વે હલ્વદાન
વધુ વાંચો >ટ્રુડો, પિયર એલિયટ
ટ્રુડો, પિયર એલિયટ (જ. 18 ઑક્ટોબર 1919, મૉન્ટ્રિયલ, કૅનેડા; અ. 28 સપ્ટેમ્બર, 2000) : કૅનેડાના વિખ્યાત મુત્સદ્દી તથા વડાપ્રધાન. ફ્રેન્ચ તથા સ્કૉટિશ કુળના પિતા ચાર્લ્સ-એમિલી ટ્રુડો તથા માતા ગ્રેસ એલિયટના આ પુત્રનો ઉછેર સમૃદ્ધ કુટુંબમાં, ફ્રેન્ચ અને અંગ્રેજી દ્વિભાષી તથા દ્વિસાંસ્કૃતિક વાતાવરણમાં થયો હતો. કૅનેડાની મૉન્ટ્રિયલ યુનિવર્સિટીમાંથી 1943માં કાયદાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર…
વધુ વાંચો >ટ્રૂમૅન સિદ્ધાંત
ટ્રૂમૅન સિદ્ધાંત : વિશ્વમાં સામ્યવાદ અને આપખુદશાહી વિરુદ્ધ લોકશાહી અને સ્વાતંત્ર્યના જતનની ઝુંબેશને સક્રિય પ્રોત્સાહન આપવા માટેની પશ્ચિમના દેશોની વ્યૂહરચનાને નક્કર સ્વરૂપ આપતો સિદ્ધાંત. અમેરિકાના પ્રમુખ હૅરી ટ્રૂમૅને (કાર્યકાળ : 1945–53) 12 માર્ચ, 1947માં ગ્રીસ માટે 250 મિલિયન ડૉલર અને તુર્કી માટે 150 મિલિયન ડૉલર અમેરિકી આર્થિક સહાય માટે મંજૂરી…
વધુ વાંચો >ટ્રૂમૅન, હૅરી
ટ્રૂમૅન, હૅરી (જ. 8 મે 1884, લામાર, યુ.એસ.; અ. 26 ડિસેમ્બર 1972, કૅન્સાસ સિટી, યુ.એસ.) : અમેરિકાનાં સંયુક્ત રાજ્યોના 33મા પ્રમુખ. 1945થી 1953 સુધી પદ પર. જ્હૉન ઍન્ડરસન અને માર્થા એલન ટ્રૂમૅનનાં ત્રણ સંતાનો પૈકીના સૌથી મોટા પુત્ર. શરૂઆતનું શિક્ષણ ઇન્ડિપેન્ડન્સ (કૅન્સાસ) ખાતે, ર્દષ્ટિની ખામી, ઓછી ઊંચાઈ અને અનાકર્ષક દેખાવને…
વધુ વાંચો >ટ્રેજન
ટ્રેજન (જ. 18 સપ્ટેમ્બર 53, ઇટાલિકા; અ. 8 ઑગસ્ટ 117, સેલિનસ) : રોમન શહેનશાહ અને કુશળ વહીવટકર્તા. તેનો જન્મ પ્રથમ સદીમાં રોમના તાબા હેઠળના સ્પેનમાં થયો હતો. શહેનશાહ નેર્વાએ તેને ઈ. સ. 97માં દત્તક લીધો હતો. તેની લશ્કરી અને વહીવટી કારકિર્દી જ્વલંત હતી. શહેનશાહ નેર્વાએ ઈ. સ. 98માં તેને સીઝરની…
વધુ વાંચો >ટ્રૉટ્સ્કી, લિયોન
ટ્રૉટ્સ્કી, લિયોન [જ. 7 નવેમ્બર (જૂના કૅલેન્ડર મુજબ 26 ઑક્ટોબર) 1879, યાનોવ્કા, યુક્રેન, રશિયા; અ. 20 ઑગસ્ટ 1940, કોયોઆકન, મૅક્સિકો] : રશિયન સામ્યવાદી વિચારક અને ક્રાંતિકારી. ખેડૂત પિતા ડેવિડ બ્રોનસ્ટાઇન અને મધ્યમવર્ગીય શિક્ષિત માતા આનાના આ સંતાનનું જન્મસમયનું નામ લ્યોવ ડેવિડોવિચ બ્રોનસ્ટાઇન હતું. શાળાનું શિક્ષણ પૂર્ણ કરવા તે નિકોલાયેવ ગયા…
વધુ વાંચો >