રાજ્યશાસ્ત્ર

ઝફરુલ્લાખાન, મહંમદ

ઝફરુલ્લાખાન, મહંમદ (જ. 6 ફેબ્રુઆરી 1893, સિયાલકોટ; અ. 1986, કરાંચી) : પાકિસ્તાનના અગ્રણી રાજપુરુષ, વિદેશમંત્રી અને અગ્રણી ધારાશાસ્ત્રી. કાદિયાની (અહેમદિયા) સંપ્રદાયના અને સિયાલકોટ, પંજાબના અગ્રણી વકીલ નસરુલ્લાખાન ચૌધરીના પુત્ર. લાહોરની સરકારી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ લંડનની કિંગ્ઝ કૉલેજમાં કાયદાનું શિક્ષણ મેળવ્યું અને લિંકન્સ ઇનમાંથી બૅરિસ્ટર થયા. 1914થી 1916 સુધી સિયાલકોટ…

વધુ વાંચો >

ઝાકિરહુસેન

ઝાકિરહુસેન (જ. 8 ફેબ્રુઆરી 1897, હૈદરાબાદ, સિંધ; અ. 3 મે 1969 નવી દિલ્હી) : ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી. ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના કઈમગંજના વતની. પિતા ફિદાહુસેનખાન વકીલાતનો વ્યવસાય કરતા. ઝાકિરહુસેન 9 વરસની વયના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ચુસ્ત મુસ્લિમ ધર્મના વાતાવરણવાળી ઇટાવાની ઇસ્લામિયા હાઈસ્કૂલમાં શાળા કક્ષાનો અને અલીગઢની…

વધુ વાંચો >

ઝામ્બિયા

ઝામ્બિયા (Zambia) : પૂર્વ મધ્ય આફ્રિકાનું સ્વતંત્ર રાજ્ય. ભૌગોલિક સ્થાન : 14° 30´ દ. અ. અને 27° 30´ પૂ. રે.. અગાઉ તે ઉત્તર રોડેશિયા તરીકે ઓળખાતું હતું. ટાંગાનિકા સરોવરથી નામિબિયાની કેપ્રીવી પટ્ટી સુધી વિસ્તરેલા આ દેશના અગ્નિખૂણે ટાન્ઝાનિયા, પશ્ચિમ અને ઉત્તરે કૉંગો પ્રજાસત્તાક, પશ્ચિમે ઍંગોલા, નૈર્ઋત્ય ખૂણે કેપ્રીવી પટ્ટી અને…

વધુ વાંચો >

ઝાયનિઝમ

ઝાયનિઝમ : યહૂદીઓનું રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક આંદોલન. તેનો હેતુ પૅલેસ્ટાઇનમાં યહૂદી રાષ્ટ્રની સ્થાપના કરવાનો અને તેને ટેકો આપવાનો હતો. ઝાયનિસ્ટ આંદોલન સાથે ઝાયન ટેકરી પર સ્થપાયેલા પ્રાચીન જેરૂસલેમનો ઇતિહાસ અને સંસ્કૃતિ જોડાયેલાં છે. ઈ. સ. પૂ. 586માં બૅબિલોનિયનો દ્વારા થયેલા જેરૂસલેમના નાશ પછી દેશનિકાલ થયેલી યહૂદી પ્રજાની ફરીથી પોતાની ભૂમિમાં…

વધુ વાંચો >

ઝારખંડ

ઝારખંડ : ભારતના છોટાનાગપુર ઉચ્ચપ્રદેશમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 23 35´ ઉ. અ. અને 85 33´ પૂ. રે.ની આજુબાજુ આવેલું છે. આ રાજ્યની ઉત્તરે બિહાર, ઈશાને ગંગાનદી, પૂર્વે પં. બંગાળ, દક્ષિણે ઓડિશા, પશ્ચિમે છત્તીસગઢ અને વાયવ્યે ઉત્તરપ્રદેશ રાજ્યની સીમા આવેલી છે. જેની લંબાઈ 380 કિમી. અને પહોળાઈ 463 કિમી. છે. વિસ્તાર…

વધુ વાંચો >

ઝાંઝીબાર

ઝાંઝીબાર : આફ્રિકાના પૂર્વ કિનારે આવેલ તાન્ઝાનિયા પ્રજાસત્તાકનો એક પ્રદેશ. ઝાંઝીબાર, પેમ્બા અને કેટલાક નાના ટાપુઓનો બનેલો છે. ઝાંઝીબારનો ટાપુ આફ્રિકાની મુખ્ય ભૂમિથી 32 કિમી. દૂર 6° દ. અ. અને 40° પૂ. રે. ઉપર દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુનું ક્ષેત્રફળ 2643 ચોકિમી. છે. પેમ્બા ટાપુ ઈશાન ખૂણે…

વધુ વાંચો >

ઝિનોવ્યેફ, ગ્રિગોરી વેવ્સેયેવિચ

ઝિનોવ્યેફ, ગ્રિગોરી વેવ્સેયેવિચ [Zinoviev, Grigory Vevseyevich] (જ. 23 સપ્ટેમ્બર 1883, ખેરસન, યુક્રેન; અ. 25 ઑગસ્ટ 1936 મૉસ્કો) : રશિયાના યહૂદી ક્રાંતિકારી સામ્યવાદી નેતા. મૂળ નામ રેડોમિસ્લસ્કી. બર્ન યુનિવર્સિટી ખાતે અભ્યાસ. 1901માં રશિયન સોશિયલ ડેમોક્રૅટિક લેબર પાર્ટીમાં જોડાયા તથા 1903 પછી વ્લૅડિમિયર લેનિનના બૉલ્શેવિક પક્ષના ટેકેદાર બન્યા. 1905ની ક્રાંતિ દરમિયાન સેંટ…

વધુ વાંચો >

ઝિમ્બાબ્વે

ઝિમ્બાબ્વે : દક્ષિણ આફ્રિકાની ઉત્તર સરહદે આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 20° દ. અ. અને 30° પૂ. રે. તેના પર બ્રિટિશ શાસન હતું ત્યારે તે દક્ષિણ રોડેશિયા તરીકે ઓળખાતું હતું. આ પ્રદેશના શોધક સેસિલ રોડ્ઝના નામ ઉપરથી તેનું નામ રોડેશિયા રખાયું હતું. આઝાદી (1980) બાદ આ દેશ ઝિમ્બાબ્વે તરીકે…

વધુ વાંચો >

ઝિયા, ખાલિદા

ઝિયા, ખાલિદા (જ. 15 ઑગસ્ટ 1945, નોઆખલી) : બાંગ્લાદેશનાં વડાંપ્રધાન. શાલેય કક્ષા સુધીનો અભ્યાસ કર્યા બાદ 1958માં લશ્કરના સૈનિક ઝિયાઉર રહેમાન સાથે તેમનાં લગ્ન થયાં. ઝિયાઉર રહેમાને 1976માં લશ્કરી બળવા દ્વારા સત્તા હાંસલ કરી અને 1977માં તેઓ બાંગ્લાદેશના પ્રમુખ બન્યા. 1981માં તેમની હત્યા બાદ તેમનાં પત્ની ખાલિદા રાજકારણમાં પ્રવેશ્યાં. 1984થી…

વધુ વાંચો >

ઝીણા, મહમદઅલી

ઝીણા, મહમદઅલી (જ. 20 ઑક્ટોબર 1875, કરાંચી; અ. 11 સપ્ટેમ્બર 1948, કરાંચી) : પાકિસ્તાનના નિર્માતા અને મુત્સદ્દી. મહમદઅલી ઝીણાનો જન્મ તેમના પોતાના કથન મુજબ, રવિવાર 25 ડિસેમ્બર, 1876(અને કરાંચીની શાળાના રજિસ્ટર મુજબ, 20 ઑક્ટોબર 1875)ના રોજ કરાંચીમાં સ્થિર થયેલા સૌરાષ્ટ્રના ખોજા કુટુંબમાં થયો હતો. તેમના પિતા, ઝીણાભાઈ પૂંજાભાઈ ચામડાના વેપારી…

વધુ વાંચો >