રાજ્યશાસ્ત્ર

જેરૉનિમો, પોઝ મારિયા

જેરૉનિમો, પોઝ મારિયા (જ. જૂન 1829, મેક્સિકો; અ. 17 ફેબ્રુઆરી 1909, યુ.એસ.) : યુ.એસ.ની લશ્કરી સત્તા સામે માતૃભૂમિના રક્ષણ માટેના સંગ્રામની આગેવાની લેનાર અપૅચી પ્રજાનો નેતા. માતૃભૂમિ પર કબજો જમાવવા સતત પ્રયત્ન કરતા સ્પૅનિશ અને ઉત્તર અમેરિકનોનો નૈર્ઋત્ય વિસ્તારની આ અપૅચી પ્રજા પેઢી દર પેઢી સામનો કરતી આવી હતી. છેક…

વધુ વાંચો >

જૈન, અજિતપ્રસાદ

જૈન, અજિતપ્રસાદ (જ. ઑક્ટોબર 1902, મેરઠ; અ. 31 ડિસેમ્બર, 1977) : ઉત્તર પ્રદેશના અગ્રણી કાર્યકર. મધ્ય વર્ગના કુટુંબમાં જન્મ. લખનૌ યુનિવર્સિટીમાંથી એમ.એ. (1924) અને એલએલ.બી. (1926) થયા પછી વકીલાત શરૂ કરી. ટૂંક સમયમાં કૉંગ્રેસમાં જોડાયા અને રાજકારણમાં સક્રિય બન્યા. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા અને ધરપકડ વહોરી. 1937માં ઉત્તરપ્રદેશની વિધાનસભામાં…

વધુ વાંચો >

જૉનસન, લિન્ડન બેઇન્સ

જૉનસન, લિન્ડન બેઇન્સ (જ. 27 ઑગસ્ટ 1908 સ્ટોનવૉલ, ટેક્સાસ; અ. 22 જાન્યુઆરી 1973, જૉનસન સિટી, ટેક્સાસ) : અમેરિકાના વિખ્યાત મુત્સદ્દી તથા છત્રીસમા પ્રમુખ (1963–69). ખેડૂત પરિવારમાં જન્મ. ટેક્સાસ રાજ્યની ટીચર્સ કૉલેજમાં આનમાર્કોસમાંથી સ્નાતક (1930). ટેક્સાસ રાજ્યમાંથી ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે કૉંગ્રેસમાં ચૂંટાયેલા રિચર્ડ એમ. ક્લેબર્ગના સચિવ તરીકે 1931માં વૉશિંગ્ટન આવ્યા…

વધુ વાંચો >

જૉર્ડન

જૉર્ડન : અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન  31° ઉ. અ. અને 36° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો…

વધુ વાંચો >

જોશી, પુરણચંદ્ર

જોશી, પુરણચંદ્ર (જ. 14 ફેબ્રુઆરી 1907, અલ્મોડા અ. 9 નવેમ્બર 1980 દિલ્હી) : સુપ્રસિદ્ધ સામ્યવાદી નેતા, ભારતીય સામ્યવાદી પક્ષના પ્રથમ મહામંત્રી, અગ્રણી પત્રકાર તથા સંગઠક. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્મોડા નગરમાં શ્રીમંત જમીનદાર પરિવારમાં થયેલો. તેમના પિતા હરનંદન જોશી સરકારી શાળામાં શિક્ષક હતા અને પછીથી તે એક જિલ્લા શાળાના હેડમાસ્તર…

વધુ વાંચો >

જોશી, મુરલી મનોહર

જોશી, મુરલી મનોહર (ડો.) (જ. 5 જાન્યુઆરી 1934, દિલ્હી) : વિદ્વાન પ્રાધ્યાપક અને સ્વચ્છ છબી ધરાવતા રાજકારણી. એમનું પ્રારંભિક શિક્ષણ બિજનૌર જિલ્લાના ચાંદપુરની હિન્દી હાઈસ્કૂલ અને અલમોડામાં થયું હતું. તેમણે મેરઠ કૉલેજમાંથી બી.એસસી. અને અલાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાં પ્રોફેસર રાજેન્દ્રસિંહ પાસે અભ્યાસ કર્યો હતો.…

વધુ વાંચો >

જોશી, શરદ

જોશી, શરદ (જ. 3 સપ્ટેમ્બર 1935, સાતારા  મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના અગ્રણી ખેડૂત નેતા. શરૂઆતનું શિક્ષણ સાતારામાં. પુણે યુનિવર્સિટીમાંથી વાણિજ્ય વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ પછી બે વર્ષ કોલ્હાપુર ખાતે પ્રાધ્યાપક રહ્યા. ત્યાર પછી ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(IAS)ની પરીક્ષામાં અખિલ ભારતીય સ્તરે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી કેન્દ્ર સરકારના ટપાલ ખાતામાં જોડાયા (1958–67).…

વધુ વાંચો >

જ્ઞાની ઝૈલસિંઘ

જ્ઞાની ઝૈલસિંઘ (જ. 5 મે 1916, સંઘવાણ, ફરીદકોટ; અ. 25 ડિસેમ્બર 1994, ચંડીગઢ) : રાજનીતિજ્ઞ અને ભારતના સાતમા રાષ્ટ્રપતિ. 6 વર્ષની નાની વયે ખેડૂત પિતા કિશનસિંઘની છત્રછાયા ગુમાવનાર આ બાળક પર માતાનો સવિશેષ પ્રભાવ. શરૂઆતનાં વર્ષો મહેનત-મજૂરી કરીને ગુજારવાં પડ્યાં. એ માટે રસ્તાઓ બાંધવાનું, કૂવા ખોદવાનું અને તલવાર બનાવવાનું એમ…

વધુ વાંચો >

જ્યૉર્જિયો

જ્યૉર્જિયો : સોવિયેત સંઘના વિઘટન પછી સ્થપાયેલ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’ પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન 42° ઉ. અ. અને 44° પૂ. રે. તેણે 1991માં પોતાને સ્વતંત્ર જાહેર કર્યું હતું. તે કાળા સમુદ્રની પૂર્વ તરફ આવેલ છે. આ રાજ્યનું જ્યૉર્જિયા નામ અરબી અને ઈરાની ગુર્જી તેમજ રશિયન ગુર્ઝીઆ કે ગ્રુઝીઆ…

વધુ વાંચો >

ઝદાનફ, આંદ્રેઈ ઍલેક્સાન્દ્રોવિચ

ઝદાનફ, આંદ્રેઈ ઍલેક્સાન્દ્રોવિચ (જ. 26 ફેબ્રુઆરી 1896, મારિયુપોલ, યુક્રેન; અ. 1948) : સોવિયેત સરકાર અને સામ્યવાદી પક્ષના અગ્રણી હોદ્દેદાર વહીવટકર્તા. 1915માં રશિયાના બૉલ્શેવિક પક્ષમાં જોડાયા તથા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રશિયન સેનામાં પ્રચારનું સંચાલન કર્યું. યુદ્ધ પછી પક્ષના માળખામાં આગળ વધતાં વધતાં 1930માં પક્ષની કેન્દ્રીય સમિતિમાં સભ્ય બન્યા. 1934માં લેનિનગ્રાદના શક્તિશાળી…

વધુ વાંચો >