રાજ્યશાસ્ત્ર
જિઆપ, વૉ-ગ્યુએન (1912)
જિઆપ, વૉ-ગ્યુએન (1912) : સૈનિક તથા (ઉત્તર) વિયેટનામના લોકશાહી પ્રજાસત્તાકના સરકારી અધિકારી તથા રાષ્ટ્રવાદી. 1930ના દાયકાના આરંભે વિયેટનામી સામ્યવાદી પક્ષમાં જોડાયા. 1939માં તે ચીન નાસી છૂટ્યા અને ત્યાં હો ચી મિન સાથે લશ્કરી મદદનીશ તરીકે જોડાયા. જિઆપે વિયેટનિમ દળોને સંગઠિત કર્યાં અને તેમનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનીઓને હાંકી કાઢવા…
વધુ વાંચો >જિનીવા સમજૂતી (Geneva Conventions)
જિનીવા સમજૂતી (Geneva Conventions) : યુદ્ધ દરમિયાન માંદા તથા ઈજા પામેલા સૈનિકોને રાહત આપવા તથા તેમની સાથે માનવીય વ્યવહાર કરવા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે સધાયેલી સમજૂતી. મૉનિયર તથા ડૉક્ટર હેન્રી ડૂનાં નામના 2 સ્વિસ નાગરિકોના પ્રયાસોના પરિણામે 26 ઑક્ટોબર 1863ના રોજ જિનીવા ખાતે મળેલી 14 રાષ્ટ્રોની પરિષદમાં આ સમજૂતી સધાયેલી હતી.…
વધુ વાંચો >જિલાસ, મિલોવાન
જિલાસ, મિલોવાન (જ. 1911, કોલાસિન, મૉન્ટેનિગ્રો; અ. 20 એપ્રિલ 1995, બેલ્ગ્રેડ, યુગોસ્લાવિયા) : રાજકીય ચિંતક, લેખક, અગાઉના યુગોસ્લાવિયાના સામ્યવાદી પક્ષ તેમજ સરકારમાં માર્શલ ટીટોના સાથી અને સામ્યવાદી વિચારસરણી તથા કાર્યપદ્ધતિના નિર્ભીક ટીકાકાર. 1933માં બેલ્ગ્રેડ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતક. યુગોસ્લાવિયાની રાજાશાહીની સરમુખત્યારશાહી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા માટે તેમને 3 વર્ષની કેદની સજા કરવામાં…
વધુ વાંચો >જિલ્લાપંચાયત
જિલ્લાપંચાયત : ભારતમાં રાષ્ટ્રીય વિકાસ સમિતિની એકપેટા સમિતિ, ‘કમિટી ઑન પ્લાન પ્રૉજેક્ટ્સ’એ 16 જાન્યુઆરી, 1957ના રોજ ‘શક્ય એટલી કરકસર કરવા તથા ઢીલ અને બિનકાર્યક્ષમતાને લીધે થતા બગાડને અટકાવવા’ના ખ્યાલથી સામુદાયિક વિકાસ-યોજનાઓનો અભ્યાસ કરવા એક અભ્યાસજૂથની રચના કરી, જેના અધ્યક્ષ તરીકે બળવંતરાય મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિએ ઘણી જહેમત…
વધુ વાંચો >જી-20 (ગ્રૂપ ઑફ ટ્વેન્ટી)
જી-20 (ગ્રૂપ ઑફ ટ્વેન્ટી) : આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનો મંચ. ઈ. સ. 1999માં એશિયન નાણાકીય કટોકટી પછી વિકસિત અને વિકાસશીલ દેશોના અર્થતંત્રોની મદદથી વૈશ્વિક આર્થિક અને નાણાકીય મુદ્દાઓ અંગે ચર્ચા કરવા નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બૅંકના ગવર્નરોના એક મંચ તરીકે G-20ની સ્થાપના કરવામાં આવી. 2009ની વૈશ્વિક આર્થિક કટોકટી પછી તેનું નામ…
વધુ વાંચો >જુનેજો, મોહંમદખાન
જુનેજો, મોહંમદખાન (જ. 18 ઑગસ્ટ 1932, સિન્ધરી, સન્ધાર જિલ્લો; અ. 17 માર્ચ 1993, બાલ્ટિમોર, અમેરિકા) : પાકિસ્તાનના વડાપ્રધાન અને રાજકારણી. દીનમોહમ્મદ જુનેજોના પુત્ર. પ્રાથમિક શિક્ષણ વતનમાં મેળવ્યું. માધ્યમિક શિક્ષણ સેંટ પેટ્રિક સ્કૂલ, કરાંચી ખાતે લીધું અને સ્નાતકની પદવી હૅસ્ટિંગ્ઝ ઍગ્રિકલ્ચરલ ઇન્સ્ટિટ્યૂટ, સસેક્સ, ઇંગ્લૅન્ડ ખાતેથી મેળવી. રાજકીય કારકિર્દીની શરૂઆત ધારાસભાના સભ્ય…
વધુ વાંચો >જૅક્સન, ઍન્ડ્રુ
જૅક્સન, ઍન્ડ્રુ (જ. 15 મે 1767, કેરોલિના; અ. 8 જૂન 1845, હમાટેજ) : અમેરિકાના 7મા પ્રમુખ (1829-33-37). તે સમાનતાના પ્રખર હિમાયતી, લોકશાહીના ચાહક અને દેશની સરહદો વિસ્તારવાની નીતિના પુરસ્કર્તા હતા. તેમણે બચપણમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી, જેને પરિણામે તેમનો ઉછેર તેમના કાકાને ત્યાં ગરીબાઈમાં થયો હતો. યુવાન વયે તે ટેનેસીમાં…
વધુ વાંચો >જેટલી અરુણ
જેટલી અરુણ ( જ. 28 ડિસેમ્બર, 1952 ; અ. 24 ઑગસ્ટ, 2019, દિલ્હી, ) : ભાજપના અગ્રણી નેતા. વર્ષ 2014માં કેન્દ્રમાં મોદી સરકારનાં મંત્રીમંડળમાં કેન્દ્રીય નાણાં, સંરક્ષણ અને કૉર્પોરેટ એમ ત્રણ-ત્રણ મોટાં મંત્રાલયો ધરાવતા નેતા. દેશમાં ઇતિહાસમાં ઐતિહાસિક નોટબંધી (વિમુદ્રીકરણ) લાગુ થયું, રૂ. 2000નું મૂલ્ય ધરાવતી ચલણી નોટો અમલમાં આવી…
વધુ વાંચો >જેઠમલાની રામ
જેઠમલાની રામ (જ.14 સપ્ટેમ્બર, 1923, શિખરપુર, સિંધ ; અ. 8 સપ્ટેમ્બર, 2019, નવી દિલ્હી) : દેશનાં સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી. આઝાદી અગાઉ સંયુક્ત ભારતમાં સિંધમાં શિખરપુરમાં જન્મ થયો. પિતા બૂલચંદ ગુરમુખદાસ અને માતા પાર્વતી બૂલચંદ. બાળપણથી અભ્યાસમાં અતિ તેજસ્વી. શાળામાં ડબલ પ્રમોશન મેળવ્યું અને 13 વર્ષની નાની વયે મૅટ્રિક્યુલેશન પૂર્ણ કર્યું. એટલું…
વધુ વાંચો >જેફર્સન ટૉમસ
જેફર્સન, ટૉમસ (જ. 13 એપ્રિલ 1743, ગુચલૅન્ડ, આલ્બેમેરી કાઉન્ટી, વર્જિનિયા; અ. 4 જુલાઈ 1826, મૉન્ટીસેલો, વર્જિનિયા, યુ.એસ.) : અમેરિકાના ત્રીજા પ્રમુખ (1801–1809), અમેરિકાના સ્વાતંત્ર્ય ઘોષણાપત્રના ઉદગાતા. વર્જિનિયા યુનિવર્સિટીના સ્થાપક, સ્થાપત્યમાં નિપુણ, કાયદાના નિષ્ણાત, અગ્રગણ્ય વિદ્વાન તથા વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી નેતા. તેમનો જન્મ અને ઉછેર વર્જિનિયા રાજ્યના એક ખેડૂત કુટુંબમાં થયો.…
વધુ વાંચો >