રાજ્યશાસ્ત્ર
જગજીવનરામ
જગજીવનરામ (જ. 5 એપ્રિલ 1908, ચંદવા, જિ. શહાબાદ, બિહાર; અ. 6 જુલાઈ 1986) : ભારતના અગ્રગણ્ય રાજનીતિજ્ઞ, સમાજસુધારક, સ્વાતંત્ર્યસેનાની તથા દેશના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન. તેઓ અંત્યજ ગણાતી ચમાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. તેમના કાકા લશ્કરમાં હતા. પિતા શોભીરામ લશ્કરની હૉસ્પિટલમાં સામાન્ય નોકરી કરતા હતા. ગામ બહાર પચરંગી માહોલમાં કામ કરવાથી કુટુંબને…
વધુ વાંચો >જગન, ચેડ્ડી
જગન, ચેડ્ડી (જ. 22 માર્ચ 1918, જ્યૉર્જટાઉન, ગુયાના; અ. 6 માર્ચ 1997, વૉશિંગ્ટન ડી. સી., યુનાઇટેડ સ્ટેટ્સ) : દક્ષિણ અમેરિકાના ઈશાન કિનારે આવેલા ગુએના(બ્રિટિશ ગિયાના)ના 1992માં ચૂંટાઈ આવેલા પ્રમુખ અને રાષ્ટ્રવાદી નેતા. ચેડ્ડી જગન મૂળ હિન્દી કુળના છે. તેમણે યુ.એસ.એ.ની હાર્વર્ડ અને નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો. ડાબેરી વલણોવાળી પીપલ્સ…
વધુ વાંચો >જત્તી, બસપ્પા દાનપ્પા
જત્તી, બસપ્પા દાનપ્પા (જ. 10 સપ્ટેમ્બર 1912 અ. 7/8 જૂન, 2002, સાવલગી, કર્ણાટક રાજ્ય) : 1977ના ફેબ્રુઆરીથી જુલાઈ દરમિયાન, ફખરુદ્દીન અલી અહમદના નિધન અને સંજીવ રેડ્ડીની ચૂંટણીના વચગાળામાં, ઉપરાષ્ટ્રપતિને નાતે રાષ્ટ્રપતિનું પદ સંભાળનાર બી. ડી. જત્તી હાલના કર્ણાટક રાજ્યના બિજાપુર જિલ્લામાં જમખંડી તાલુકાના એમના વતનવિસ્તારમાં પંચાયત સ્તરેથી પાયાના કાર્યકર તરીકે…
વધુ વાંચો >જનતા પક્ષ
જનતા પક્ષ : ભારતનો એક રાજકીય પક્ષ. ભારતીય રાજકારણમાં સ્વરાજ પછીના સળંગ ત્રણ દાયકા કૉંગ્રેસની એક-પક્ષ-પ્રભાવ-પ્રથા બહુધા રહી છે. કેન્દ્ર સરકારના સ્તરે કૉંગ્રેસ સામે ઊભો થયેલો પહેલો, પ્રમાણમાં સમર્થ, જોકે ટૂંકજીવી વૈકલ્પિક પડકાર જનતા પક્ષનો લેખાશે. આ પક્ષ અવિધિસર કામ કરતો થયો જાન્યુઆરી 1977થી; અને કાળક્રમે નવા સ્થપાયેલ જનતા દળમાં…
વધુ વાંચો >જનસંઘ (ભારતીય જનસંઘ)
જનસંઘ (ભારતીય જનસંઘ) : ભારતના રાજકીય રંગપટ ઉપર જમણેરી ઝોક ધરાવતો, હિન્દુત્વલક્ષી રાષ્ટ્રવાદને વરેલો રાજકીય પક્ષ. ઑક્ટોબર 1951માં તેની સ્થાપના ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના અધ્યક્ષપદે કરવામાં આવી. હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુ રાષ્ટ્રના નિર્માણનું ધ્યેય ધરાવતા હિન્દુ મહાસભાના સભ્યોએ પક્ષની સ્થાપનામાં આગળ પડતો અને મહત્વનો ભાગ ભજવેલો. ‘ભારતીય…
વધુ વાંચો >જમીનમહેસૂલ
જમીનમહેસૂલ : જમીન પર આકારવામાં આવતું રાજસ્વ. રાજાશાહીના અસ્તિત્વ પહેલાંના પ્રાગૈતિહાસિક કાળમાં જંગલની જમીન જે ખેડે તે તેનો માલિક ગણાતો; પરંતુ ત્યારબાદ રાજાઓએ જે જે પ્રદેશો જીત્યા, તેમની માલિકી તેમણે પોતાની ગણી અને ભૂમિના પ્રત્યક્ષ કબજેદારો પાસેથી તેમના રક્ષણના બહાને તેમણે જમીનની ઊપજનો અમુક ભાગ રાજસ્વ કે રાજભાગ તરીકે લેવા…
વધુ વાંચો >જયરામદાસ દોલતરામ
જયરામદાસ દોલતરામ (જ. 1891; અ. 1979) : રાષ્ટ્રીય નેતા તથા સંશોધક. મૅટ્રિકમાં સમગ્ર સિંધમાં પ્રથમ તથા એલએલ.બી.માં મુંબઈ યુનિવર્સિટીમાં દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થયા હતા 1911થી તેમણે સ્વાતંત્ર્યઆંદોલનમાં ઝંપલાવ્યું. સિંધમાં રચનાત્મક પ્રવૃત્તિઓ માટે ‘સ્વરાજ આશ્રમ’ની સ્થાપના કરી. ‘ભારતવાસી’ના તંત્રીસ્થાનેથી અંગ્રેજ સરકારની નીતિની ટીકા કરતાં બે વરસની કેદ ભોગવી. 1925માં દિલ્હીના ‘હિન્દુસ્તાન…
વધુ વાંચો >જયલલિતા જયરામ
જયલલિતા જયરામ (જ. 24 ફેબ્રુઆરી 1948, માંડ્યા, કર્ણાટક; અ. 5 ડિસેમ્બર 2016, ચેન્નાઈ) : તામિલનાડુનાં રાજદ્વારી મહિલા-નેતા અને ભૂતપૂર્વ અભિનેત્રી. પિતા આર. જયરામ અને માતા સંધ્યા. માતા તમિળ અને તેલુગુ ફિલ્મોનાં ચરિત્ર અભિનેત્રી હતાં; તેથી શિશુ વયથી નૃત્ય અને સંગીતમાં તેઓ રુચિ ધરાવતાં હતાં. તેમણે 12 વર્ષની નાની વયે જ…
વધુ વાંચો >જયવર્દને, જે. આર.
જયવર્દને, જે. આર. (જ. 17 સપ્ટેમ્બર 1906, કોલંબો; અ. 1 નવેમ્બર 1996, કોલંબો, શ્રીલંકા) : શ્રીલંકાના પ્રમુખ (1978-79), સર્વોચ્ચ અદાલતના વકીલ અને રાજપુરુષ. પૂરું નામ જુનિયસ રિચર્ડ જયવર્દને. પિતા ઈ. ડબલ્યુ. જયવર્દને ન્યાયમૂર્તિ હતા; માતા એ. એચ. વિજેવર્દને. તેમણે કોલંબોની રૉયલ કૉલેજ અને યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાનો અને કાયદાનો અભ્યાસ કર્યો.…
વધુ વાંચો >જાપાન
જાપાન જાપાન એટલે કે ‘ઊગતા સૂર્યના દેશ’ની ઉપમા પામેલો પૂર્વ એશિયાના તળપ્રદેશને અડીને આવેલો દેશ. પૅસિફિક મહાસાગરમાં લગભગ 2100 કિમી. લાંબી ચાપાકાર દ્વીપશૃંખલા બનાવતો આ દેશ આશરે 26° 59’થી 45° 31’ ઉ. અ. અને 128° 06’થી 145° 49’ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. 4 મુખ્ય ટાપુઓ ઉપરાંત લગભગ 3000 જેટલા…
વધુ વાંચો >