રાજ્યશાસ્ત્ર

ચાઉ વંશ

ચાઉ વંશ (ઈ. પૂ. 1122 – ઈ. પૂ. 249) : પ્રાચીન ચીનનો સૌથી વધુ લાંબો સમય ચાલેલો રાજવંશ. તેનો સ્થાપક હતો વુ-વાંગ. તેનો પિતા વેન-વાંગ પશ્ચિમ ચીનના ચાઉ પ્રાંતનો શાસક હતો. તે સમયે ચીન ઉપર શાંગ વંશનું શાસન હતું. શાંગ વંશનો છેલ્લો સમ્રાટ ચાઉ સીન ઘણો જુલમી અને વિલાસી હતો.…

વધુ વાંચો >

ચાગલા, મહમદ કરીમ

ચાગલા, મહમદ કરીમ (જ. 30 સપ્ટેમ્બર 1900, મુંબઈ; અ. 9 ફેબ્રુઆરી, 1981, મુંબઈ) : સંવિધાનના નિષ્ણાત અને માનવતાવાદી ન્યાયવિદ્. મધ્યમવર્ગના ઇસ્માઈલી ખોજા વેપારી કુટુંબમાં જન્મ. ઇ. સ. 1905માં 5 વર્ષની વયે માતા ગુમાવ્યાં. તેમનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અને કૉલેજમાં થયું. શાળા અને કૉલેજકાળમાં રાષ્ટ્રીય આંદોલનોને લગતી ચર્ચાસભાઓમાં હોંશથી…

વધુ વાંચો >

ચામુંડરાજ

ચામુંડરાજ (ઈ. સ. 997–1010) : ગુજરાતનો સોલંકી કુળનો રાજવી. સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના અવસાન પછી એનો પુત્ર ચામુંડરાજ ઈ. સ. 997માં ગુજરાતનો રાજવી બન્યો. એની માતા માધવી ચાહમાન કુલની હતી. ચામુંડરાજ ગાદીએ આવ્યો તે પહેલાં યુવરાજ તરીકે તેણે શ્વભ્રમતી (સાબરમતી) નદી ઓળંગીને લાટ પર ચડાઈ કરી હતી અને ભરૂચના…

વધુ વાંચો >

ચાર્ટિસ્ટ આંદોલન

ચાર્ટિસ્ટ આંદોલન : ઓગણીસમી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે બેહાલ બનેલા બ્રિટિશ કામદારો દ્વારા શરૂ કરાયેલું પહેલું મોટું આંદોલન. તેનો હેતુ પાર્લમેન્ટની મુખ્યત્વે ચૂંટણીલક્ષી સુધારણાનો હતો. મે 1838માં વિલિયમ લૉવેટે આ માટે એક ખરડો પાર્લમેન્ટમાં પેશ કર્યો હતો. સમાજમાં પ્રવર્તતી અસમાનતા લોકશાહી બંધારણ દ્વારા દૂર કરી બધાંને સમાન હકો મળે તે…

વધુ વાંચો >

ચાર્લ્સ પહેલો

ચાર્લ્સ પહેલો (જ. 19 નવેમ્બર 1600, ફાઈક્શાયર, ડનફર્મલાઇન સ્કૉટલેન્ડ; અ. 30 જાન્યુઆરી 1649, લંડન) : ગ્રેટ બ્રિટનનો રાજા. રાજાના દૈવી હકમાં માનતો ગ્રેટબ્રિટન અને આયલૅન્ડનો સ્ટુઅર્ટ વંશનો રાજવી (1625–1649). તે સ્કૉટલેન્ડના જેમ્સ છઠ્ઠાનો બીજો પુત્ર હતો. મોટા ભાઈના મૃત્યુ પછી તે 1616માં ‘પ્રિન્સ ઑવ્ વેલ્સ’ એટલે કે યુવરાજ થયો. સ્પેનના…

વધુ વાંચો >

ચાવલા નવીન

ચાવલા નવીન (જ. 30 જુલાઈ 1945, નવી દિલ્હી) : ભારતના 16મા નિવૃત્ત મુખ્ય ચૂંટણી-અધિકારી અને સેવકશાહ. પ્રારંભિક અને શાલેય શિક્ષણ લૉરેન્સ સ્કૂલ, સનાવર, હિમાચલ પ્રદેશ ખાતે મેળવેલું. તે દરમિયાન તેમને બે વર્ષ માટે ભારત સરકારની શિષ્યવૃત્તિ મળી હતી. 1962–66નાં વર્ષો દરમિયાન દિલ્હીની સેંટ સ્ટીફન કૉલેજમાંથી ઇતિહાસના સ્નાતક બન્યા. ત્યારબાદ ફરી…

વધુ વાંચો >

ચાંડી, કે. એમ.

ચાંડી, કે. એમ. (જ. 6 ઑગસ્ટ 1921, પલાઈ; અ. 7 સપ્ટેમ્બર 1998, એર્નાકુલમ્, કેરાલા) : કેરળના અગ્રણી રાજનીતિજ્ઞ.1982–83માં ટૂંકા ગાળા માટે પોંડિચેરીના ઉપરાજ્યપાલ. 1983માં ગુજરાતના રાજ્યપાલ તથા 1983–87ના ગાળામાં મધ્યપ્રદેશના રાજ્યપાલ. અંગ્રેજી વિષય સાથે એમ.એ.ના અભ્યાસ દરમિયાન રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા. આઝાદી પછી ત્રણ વાર પ્રાંતીય વિધાનસભામાં ચૂંટાયા, કેરળ વિધાનસભામાં કૉંગ્રેસ…

વધુ વાંચો >

ચિદમ્બરમ્ પી.

ચિદમ્બરમ્ પી. (જ. 16 સપ્ટેમ્બર 1945, કન્દનુર, જિલ્લો શિવગંગા, તમિળનાડુ) : સ્વાતંત્ર્યોત્તરકાળના ભારતના રાજકારણમાં સ્વચ્છ છબી ધરાવતા રાજપુરુષ. તેમના નામ સાથે જોડાયેલા પાલિનિયાપ્પન એ તેમના પૂર્વજો પાસેથી ચાલતી આવતી અટક છે. તેમનો જન્મ ચેટ્ટિનાડના રાજવંશમાં થયો હતો. તેમનું માધ્યમિક શિક્ષણ ચેન્નાઈ ખાતે તથા ઉચ્ચ શિક્ષણ ચેન્નાઈની જ પ્રેસિડેન્સી કૉલેજમાં થયું…

વધુ વાંચો >

ચીન

ચીન ભારતની ઉત્તરે આવેલો પ્રાચીન સંસ્કૃતિ અને સુદીર્ઘ ઇતિહાસ ધરાવતો દેશ. ભૌગોલિક સ્થાન, વિસ્તાર અને સીમા : ચીનનો વિસ્તાર ઉત્તર ગોળાર્ધમાં 18° ઉ. અ.થી 53° ઉ. અક્ષાંશ વચ્ચે આવેલો છે. આ રીતે તેનો દક્ષિણ તરફનો ભાગ ઉષ્ણ કટિબંધની આબોહવાવાળો અને મધ્ય તથા ઉત્તર તરફનો ભાગ સમશીતોષ્ણ કટિબંધની આબોહવાવાળો છે. 74°…

વધુ વાંચો >

ચીપકો આંદોલન

ચીપકો આંદોલન : હિમાચલપ્રદેશ તથા ઉત્તરપ્રદેશના ડુંગરાળ વિસ્તારોમાં વૃક્ષોને કપાતાં અટકાવવા તેમની આસપાસ વીંટળાઈ કે ચીપકી જવાનું લોકઆંદોલન તથા સત્યાગ્રહ. આ આંદોલન સુંદરલાલ બહુગુણાએ 1973ના માર્ચમાં શરૂ કર્યું હતું. તેમના નેતૃત્વ નીચે માંડલ અને ચમાલી ગામની સ્ત્રીઓએ વૃક્ષોના રક્ષણ માટે ઝાડોને ચીપકી જઈને સશસ્ત્ર કૉન્ટ્રેક્ટરોનો સામનો કર્યો હતો. હિમાચલપ્રદેશમાં ટેહરી…

વધુ વાંચો >