રાજ્યશાસ્ત્ર
શેપર્ડ, કેટ
શેપર્ડ, કેટ (જ. 1848, લિવરપૂલ, ઇંગ્લૅન્ડ; અ. 1934) : મહિલા-મતાધિકારના આંગ્લ આંદોલનકાર. 1869માં તે સ્થળાંતર કરીને ન્યૂઝીલૅન્ડ ગયાં. મહિલાઓની સામાજિક જવાબદારીઓ વિશે તેમનામાં તીવ્ર સભાનતા હતી. તેમની એવી પણ ઢ માન્યતા હતી કે મહિલાઓને રાજકીય બાબતોમાં પૂરેપૂરો ભાગ લેવા દેવો જોઈએ. 1887માં તેઓ ‘વિમેન્સ ક્રિશ્ચિયન ટેમ્પરન્સ યુનિયન’માં અધિકારી તરીકે જોડાયાં,…
વધુ વાંચો >શૅપિરો, ઍરિન પૅટ્રિયા માર્ગારેટ
શૅપિરો, ઍરિન પૅટ્રિયા માર્ગારેટ (જ. 1939) : મહિલા-હક માટેના આંગ્લ આંદોલનકાર. પતિના હાથે મારઝૂડ પામતી મહિલાઓ તથા તેમનાં બાળકો માટે તેમણે 1971માં લંડનમાં સર્વપ્રથમ આશ્રયગૃહની સ્થાપના કરી. આવા ક્રૂર કે કઠોર પુરુષોના હાથમાંથી સ્ત્રીઓને તથા બાળકોને ઉગારી લઈ તેમને કાનૂની રક્ષણ આપવા તથા નાણાકીય મદદ કરવા તેમણે ઝુંબેશ ઉપાડી. ‘સ્ક્રીમ…
વધુ વાંચો >શેરશાહ
શેરશાહ (જ. 1486; અ. 22 મે 1545, કાલિંજર) : સહિષ્ણુ, નિષ્પક્ષ, લોકહિતેચ્છુ અફઘાન શાસક. ડૉ. આર. સી. મજુમદાર અને ડૉ. પી. શરણના મતાનુસાર તેનો જન્મ ઈ. સ. 1472માં થયો હતો. શેરશાહનું મૂળ નામ ફરીદખાન હતું. તેના પિતા હસનખાન સસારામ, હાજીપુર અને ટંડાના જાગીરદાર હતા. અપરમાતાને લીધે પિતા સાથે સંઘર્ષ થતો…
વધુ વાંચો >શેષાન, ટી. એન.
શેષાન, ટી. એન. (જ. 15 ડિસેમ્બર 1932, પાલઘાટ, કેરળ; અ. 10 નવેમ્બર 2019 ચેન્નાઈ) : ભારત સરકારના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર, વિદ્વાન લેખક અને સનદી અધિકારી. મૂળ નામ તિરુનેલ્લઈ નારાયણ ઐયર. તમિળભાષી પરિવારમાં જન્મ. માતા સીતાલક્ષ્મી નૈયર અને પિતા નારાયણ ઐયર. ઈ. શ્રીધરન્ તેમના સહાધ્યાયી હતા. વિજ્ઞાનના સ્નાતક બન્યા પછી…
વધુ વાંચો >શ્મિટ હેલ્મુટ (Schmidt Helmut)
શ્મિટ હેલ્મુટ (Schmidt Helmut) (જ. 23 ડિસેમ્બર 1918, હૅમબર્ગ, જર્મની) : જર્મન રાજનીતિજ્ઞ અને પશ્ચિમ જર્મનીના ચાન્સેલર. તેમણે હૅમબર્ગ લીચવર્ક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1937માં સ્નાતકકક્ષાના અભ્યાસ દરમિયાન યુદ્ધ ફાટી નીકળતાં તેમને લશ્કરી સેવામાં જોડાવું પડ્યું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ વાયુદળમાં હતા. ઈસ્ટર્ન ફ્રન્ટની ટૂંકી નોકરી પછી 1942માં તેઓ…
વધુ વાંચો >શ્રીપ્રકાશ
શ્રીપ્રકાશ (જ. 3 ઑગસ્ટ 1890, વારાણસી; અ. 23 જૂન 1971, વારાણસી) : મુંબઈ રાજ્ય (પાછળથી મહારાષ્ટ્ર), તામિલનાડુ તથા આસામના ગવર્નર, પાકિસ્તાનમાં ભારતના પ્રથમ હાઇકમિશનર (1947-49) અને કેન્દ્ર સરકારમાં વાણિજ્યમંત્રી (1950-51) તથા કુદરતી સંસાધનો તથા વૈજ્ઞાનિક સંશોધનના મંત્રી (1951-52). તેમનો જન્મ વારાણસીના અગ્રવાલ (વૈશ્ય) કુટુંબમાં થયો હતો. તેમનું કુટુંબ પરોપકાર, સમૃદ્ધિ…
વધુ વાંચો >સચિવ/સચિવો
સચિવ/સચિવો : વહીવટી કચેરીનો વડો યા વહીવટી કચેરીના ઉચ્ચ કક્ષાના અમલદારોનો વર્ગ. કોઈ પણ સરકાર અને તેનું વહીવટીતંત્ર બહુધા સચિવો દ્વારા ચાલે છે. સચિવોનું કાર્યાલય તે સચિવાલય. સચિવોને ઊંચી બુદ્ધિમત્તા અને કાર્યક્ષમતા ધરાવનારા અનુભવી અને કાબેલ વ્યક્તિઓ માનવામાં આવે છે. સામાન્ય રીતે જાહેર સનદી સેવાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તાલીમ…
વધુ વાંચો >સચિવાલય
સચિવાલય : વહીવટીતંત્રનો સર્વોચ્ચ એકમ અને કોઈ પણ સંસ્થા કે સરકારનું મુખ્ય વહીવટી કાર્યાલય. તેના વહીવટી વડા સચિવો હોવાથી સચિવોનું કાર્યાલય તે સચિવાલય. રોજબરોજનાં વહીવટી કાર્યોનું સંચાલન સરળ અને કાર્યક્ષમ બને તે માટે સચિવાલય હોય છે. આથી તેની કામગીરીમાં વહીવટની વિવિધ અને વ્યાપક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેની રચના સોપાનિક…
વધુ વાંચો >સત્તા
સત્તા : કોઈ પણ ક્ષેત્રમાં નીતિવિષયક નિર્ણયો લેવાના, તે નિર્ણયોને અમલમાં મૂકવા માટેના નિયમો કે ધોરણો ઘડવાના તથા તે મુજબ ઉપર્યુક્ત નિર્ણયોને અમલમાં મૂકવાના અધિકારોનો નિર્દેશ કરતું પરિબળ. સત્તાનો ખ્યાલ સામાજિક વિજ્ઞાનોમાં અને ખાસ તો રાજ્યશાસ્ત્રમાં કેન્દ્રવર્તી સ્થાન ધરાવે છે. રાજકીય પ્રક્રિયાના લગભગ બધા સ્તરો(પંચાયતથી સંયુક્ત રાષ્ટ્રો સુધી)એ વધતા-ઓછા પ્રમાણમાં…
વધુ વાંચો >સત્તાની સમતુલા
સત્તાની સમતુલા : દેશો યા દેશોનાં જૂથો વચ્ચે સત્તાના લગભગ સમાન પ્રભાવની વ્યવસ્થા ઊભી કરી તે દ્વારા રક્ષણ મેળવી શાંતિ જાળવી રાખવાની એક પ્રયુક્તિ. તે આંતરરાષ્ટ્રીય રાજકારણનો અગત્યનો સિદ્ધાંત હતો અને શાંતિની સ્થિતિ જાળવી રાખવા યા આવનાર યુદ્ધ અટકાવવા માટે તેનો ઉપયોગ થતો હતો. તે સત્તાના વાસ્તવિક વિતરણ સાથે સંબંધ…
વધુ વાંચો >