શૅપિરો, ઍરિન પૅટ્રિયા માર્ગારેટ

January, 2006

શૅપિરો, ઍરિન પૅટ્રિયા માર્ગારેટ (. 1939) : મહિલા-હક માટેના આંગ્લ આંદોલનકાર. પતિના હાથે મારઝૂડ પામતી મહિલાઓ તથા તેમનાં બાળકો માટે તેમણે 1971માં લંડનમાં સર્વપ્રથમ આશ્રયગૃહની સ્થાપના કરી. આવા ક્રૂર કે કઠોર પુરુષોના હાથમાંથી સ્ત્રીઓને તથા બાળકોને ઉગારી લઈ તેમને કાનૂની રક્ષણ આપવા તથા નાણાકીય મદદ કરવા તેમણે ઝુંબેશ ઉપાડી.

‘સ્ક્રીમ ક્વાયેટલી ઑર ધ નેબર્સ વિલ હિયર’ નામના તેમના પુસ્તકથી પરિણીતા પ્રત્યેના ક્રૂર વર્તાવ જેવા અતિ મહત્વના પ્રશ્ન વિશે રાષ્ટ્રવ્યાપી ચર્ચા અને ઊહાપોહ જાગ્યાં. તે પછીનું પુસ્તક ‘પ્રૉન ટુ વાયલન્સ’માં (1982) તેમણે એવો નિર્દેશ કર્યો કે મહિલાઓ પ્રત્યેના ઘાતકી દુર્વ્યવહાર બદલ કેટલીક સ્ત્રીઓ પોતે જ જવાબદાર હોય છે. આના પરિણામે મારઝૂડ પામેલી મહિલાઓના હકના રક્ષક તરીકેની તેમની પ્રતિભા કંઈક જોખમાઈ પણ હતી.

મહેશ ચોકસી