કુફૂ(ખુફુ)નો પિરામિડ : ઇજિપ્તના ચોથા રાજવંશના ફારોહ કુફૂએ ઈ.પૂ.ના ઓગણત્રીસમા સૈકામાં ગિઝેહમાં બાંધેલો રાક્ષસી કદનો પિરામિડ. તે આશરે 160 મીટર ઊંચો છે. તેર એકરમાં પથરાયેલા આ પિરામિડના પાયાની પ્રત્યેક બાજુ અઢીસો મીટર લાંબી છે તથા અઢી ટનનો એક એવા વીસ લાખથી વધારે પથ્થરો તેમાં વપરાયા છે અને તેને બાંધતાં સવાલાખ માણસોને વીસ વર્ષ લાગ્યાં હતાં. સ્થાપત્યનો આ અવર્ણનીય નમૂનો છે.

રસેશ જમીનદાર