રસાયણશાસ્ત્ર
ઈથિલીન
ઈથિલીન : રંગવિહીન, ઈથર જેવી આછી વાસવાળો, જ્વલનશીલ, અસંતૃપ્ત હાઇડ્રૉકાર્બન પદાર્થ. સૂત્ર CH2 = CH2. શાસ્ત્રીય નામ ઈથીન. ગ.બિં. -169o સે., ઉ.બિ., -105o સે. ઇથાઇલ આલ્કોહૉલના નિર્જલીકરણ(સલ્ફ્યુરિક/ફૉસ્ફોરિક ઍસિડ અથવા ઍલ્યુમિના-ઉદ્દીપક)થી અને બહોળા પ્રમાણમાં પેટ્રોલિયમ વિભાગોના વિભંજન(cracking)થી મેળવાય છે. ઉત્પાદનની વિપુલતામાં સલ્ફ્યુરિક ઍસિડ અને એમોનિયા પછી ત્રીજું સ્થાન. પાકાં ટમેટાં અને…
વધુ વાંચો >ઈથિલીન બ્રોમાઇડ
ઈથિલીન બ્રોમાઇડ (અથવા 1, 2-ડાયબ્રોમોઈથેન) : ઈથિલીન અને બ્રોમીન વચ્ચેની પ્રક્રિયાથી બનતું રંગવિહીન, મીઠી વાસવાળું, ન સળગે તેવું પ્રવાહી. ઉ. બિં. 131.4o; ગ.બિં. 9.8o; ઘનતા 1.5379. પાણીમાં અદ્રાવ્ય. ત્વચાને સ્પર્શ થતાં ખંજવાળ પેદા કરે છે. લાંબો સમય શ્વાસમાં લેવાતાં યકૃત અને મૂત્રપિંડને નુકસાન કરે છે. જમીન અને અનાજના ધૂમક (fumigant)…
વધુ વાંચો >ઈથેનોલ ઍમાઇન સંયોજનો
ઈથેનોલ ઍમાઇન સંયોજનો (ethanol amines) : એમોનિયાના હાઇડ્રોજન પરમાણુનું હાઇડ્રૉક્સિઇથાઇલ (-CH2CH2OH) વડે વિસ્થાપન કરવાથી મળતાં સંયોજનો. એમોનિયાના જલીય દ્રાવણ સાથે ઈથિલીન ઑક્સાઇડને દબાણ તળે ગરમ કરતાં નીચે વર્ણવેલાં ત્રણ સંયોજનો મળે છે, જેમને વિભાગીય નિસ્યંદનથી અલગ કરવામાં આવે છે. ત્રણ સંયોજનોના પ્રમાણનો આધાર એમોનિયા/ઈથિલીનના પ્રમાણ ઉપર છે. આ સંયોજનોમાં હાઇડ્રૉક્સિલ…
વધુ વાંચો >ઈમલ્ઝન
ઈમલ્ઝન : પરસ્પર અદ્રાવ્ય બે અથવા વધુ પ્રવાહીઓનું મિશ્રણ; જેમાં એક પ્રવાહી બીજામાં અતિસૂક્ષ્મ બિન્દુ-સ્વરૂપે પરિક્ષિપ્ત (dispersed) થયેલ હોય એવી પ્રણાલી. મોટા ભાગનાં ઈમલ્ઝનોમાં પાણી એક પ્રવાહી તરીકે ઉપયોગમાં લેવાતું હોઈ ઈમલ્ઝનોને બે વિભાગમાં વહેંચી શકાય. (i) તેલ-પાણીમાં (oil-in-water, o/w); દા. ત., દૂધ. (ii) પાણી-તેલમાં (water-in-oil, w/o); દા. ત., માખણ.…
વધુ વાંચો >ઈમેટિન
ઈમેટિન : ઈપેકાક્યુઆન્હા (ipecacuanha) નામના છોડવામાંથી મેળવવામાં આવતું આઇસોક્વિનોલીન વલય ધરાવતું આલ્કેલૉઇડ. સફેદ અસ્ફટિકમય પદાર્થ. ગ.બિં. 74o સે. સૂત્ર C29H40N2O4. અણુભાર 480.63 મિથેનોલ, ઇથેનોલ, એસિટોન, ઇથાઇલ એસિટેટ, ઈથર, ક્લૉરોફૉર્મ વગેરેમાં મુક્તપણે દ્રાવ્ય. પાણીમાં અંશત: દ્રાવ્ય. તેના બંધારણ અંગેનું સંશોધન અડધી સદી પર્યંત ચાલ્યું. તે પ્રબળ વમનકારી છે. અમીબાજન્ય મરડામાં તે…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઉત્કલન (boiling)
ઉત્કલન (boiling) : પ્રવાહીના જથ્થામાં ઉત્પન્ન થતા બાષ્પના પરપોટાની પ્રવાહીમાં પ્રક્ષોભ પેદા કરીને સપાટી ઉપર આવીને બાષ્પરૂપે મુક્ત થવાની ઘટના. સામાન્ય બાષ્પીભવનમાં પણ પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થતું હોય છે. પણ તે ફક્ત સપાટી ઉપર જ થાય છે. આ રૂપાંતર પ્રવાહીના ઉત્કલનબિંદુ કરતાં નીચા તાપમાને થાય છે. જગન્નાથ ગિરધરલાલ સુથાર
વધુ વાંચો >ઉત્કલનબિંદુ (boiling point)
ઉત્કલનબિંદુ (boiling point) : જે તાપમાને પ્રવાહી ઊકળે તે તાપમાન. ઉત્કલનબિંદુ તાપમાને પ્રવાહીનું બાષ્પદબાણ સ્થાનિક વાતાવરણના દબાણ જેટલું હોય છે. આ કારણે પ્રવાહીનું ચોક્કસ ઉત્કલનબિંદુ વાતાવરણની સ્થિતિ (દા.ત., આર્દ્રતા), સ્થળની ઊંચાઈ વગેરે ઉપર આધાર રાખે છે. કોઈ પણ શુદ્ધ પ્રવાહીનું ઉત્કલનબિંદુ ચોક્કસ વાતાવરણના દબાણે નિયત હોય છે. દબાણના ફેરફારની ઉત્કલનબિંદુ…
વધુ વાંચો >ઉત્પાદક વાયુ
ઉત્પાદક વાયુ : જુઓ ઈંધનો.
વધુ વાંચો >ઉદ્દીપક અને ઉદ્દીપન
ઉદ્દીપક અને ઉદ્દીપન (catalyst and catalysis) ઉષ્માગતિકીય (thermodynamically) રીતે શક્ય રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ફેરફાર (વધારો-ઘટાડો) કરે, પણ પ્રક્રિયાને અંતે રાસાયણિક ર્દષ્ટિએ તેનામાં કોઈ ફેરફાર થયો ન હોય એવો પદાર્થ તે ઉદ્દીપક અને આવી પ્રક્રિયા તે ઉદ્દીપન. સામાન્ય વપરાશમાં પ્રક્રિયાના વેગને વધારનાર પદાર્થને ઉદ્દીપક કહે છે અને પ્રક્રિયાના વેગને ઘટાડનાર પદાર્થને…
વધુ વાંચો >