રસાયણશાસ્ત્ર

હૉફ જેકોબસ હેન્નિકસ વાન્ટ (Hoff Jacobus Hennicus Van’t)

હૉફ, જેકોબસ હેન્નિકસ વાન્ટ (Hoff, Jacobus Hennicus Van’t) (જ. 30 ઑગસ્ટ 1852, રોટરડેમ, નેધરલૅન્ડ્ઝ; અ. 2 માર્ચ 1911, બર્લિન, જર્મની) : ત્રિવિમરસાયણ(stereochemistry)ના સ્થાપક અને 1901ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારવિજેતા. 17 વર્ષની વયે તેમણે માતા-પિતા આગળ પોતે રસાયણવિદ બનવા માગે છે તેવો વિચાર રજૂ કરેલો. આનો સાનુકૂળ પ્રત્યુત્તર ન મળવા છતાં…

વધુ વાંચો >

હૉફમેન રોઆલ્ડ (Hoffmann Roald)

હૉફમેન, રોઆલ્ડ (Hoffmann, Roald) (જ. 18 જુલાઈ 1937, ઝ્લોક્ઝોવ, પોલૅન્ડ) : પોલૅન્ડમાં જન્મેલા અમેરિકન રસાયણવિદ અને ફુકુઈ સાથે 1981ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. નાઝીઓએ કબજે કરેલા પોલૅન્ડમાં યાતનાભર્યું બાળપણ વિતાવ્યા બાદ 1949માં તેઓ માત્ર 11 વર્ષની વયે કુટુંબ સાથે યુ.એસ. આવેલા અને 1955માં અમેરિકન નાગરિક બન્યા હતા. હૉફમેને 1958માં…

વધુ વાંચો >

હૉલ્મિયમ (holmium)

હૉલ્મિયમ (holmium) : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉના IIIA) સમૂહમાં આવેલાં લેન્થેનૉઇડ તત્વો પૈકીનું એક રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા Ho. 1878માં જે. એલ. સોરેટ અને એમ. ડેલાફોન્ટેઇને અર્બિયા(erbia)ના વર્ણપટના અભ્યાસ દરમિયાન તેની શોધ કરી હતી. 1879 પી. ટી. ક્લીવે તેમનાથી સ્વતંત્ર રીતે દર્શાવ્યું કે અર્બિયા એ અર્બિયમ (erbium), હૉલ્મિયમ અને થુલિયમ(thulium)ના ઑક્સાઇડોનું…

વધુ વાંચો >

હ્યુબર રૉબર્ટ (Huber Robert)

હ્યુબર, રૉબર્ટ (Huber, Robert) (જ. 20 ફેબ્રુઆરી 1937, મ્યુનિક, જર્મની) : જર્મન રસાયણવિદ અને 1988ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1960માં ટૅકનિકલ હાઈસ્કૂલમાંથી ડિપ્લોમા મેળવ્યા બાદ 1963માં તેઓએ સ્ફટિકવિજ્ઞાન(crystallo-graphy)નો અભ્યાસ શરૂ કર્યો અને મ્યુનિક ટૅકનિકલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1972માં હ્યુબર જર્મનીમાં માર્ટિનસ્રાઇડ ખાતે મૅક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફૉર બાયોકેમિસ્ટ્રીના…

વધુ વાંચો >